Last Update : 08-August-2012, Wednesday

 

૨૪ x ૭ સમાજ તરફ દુનિયા આગળ વધે છે

ડિસ્કવરી- ડો. વિહારી છાયા
- બે કલાક, ચાર કલાક, છ કલાક એમ ઇચ્છો ત્યારે જાગવાની ગોળી શોધાવામાં છે
- કેટલાક અનિદ્રાથી બચવા ગોળી લે છે તો કેટલાક નિદ્રાથી બચવા ગોળી લે છે
- અમેરિકાનો સોફટવેર ડેવલપર એવી ગોળી લે છે જેના લીધે તે બે કલાક જ ઉંઘે છે અને તરોતાજા થઇ જાય છે
- નોન-રેમ નિદ્રાના તબક્કામાં હોઈએ ત્યારે એલાર્મ વાગે તો જાગવું મુશ્કેલ છે પરંતુ રેમનિદ્રાના તબક્કામાં જાગવું સહજ છે. એવી પ્રયુક્તિ શોધવામાં છે જે રેમનિદ્રાની સ્થિતિમાં જ જગાડે

નિદ્રા વિના કોઈને ચાલતું નથી. સંકીર્ણ ચેતાતંત્ર ધરાવતાં તમામ પ્રાણીઓ નિદ્રા કરતા હોય છે. અન્ય પ્રાણીઓ અને જીવજંતુઓ જે નિદ્રા લેતા નથી તેઓ પણ નિદ્રા જેવી સ્થિતિમાંથી પસાર થતા હોય છે.
નિદ્રા દરમ્યાન દિમાગમાં સંકીર્ણ બદલાવ થતાં હોય છે. ઇલેકટ્રો એન્સે ફેલોગ્રામ જેને ટૂંકમાં ઇઇજી કહે છે તેના દ્વારા અવલોકી શકાય છે. ઇઇજી દિમાગની વિદ્યુતકીય પ્રક્રિયા માપે છે અને તેની સાથે સંકળાયેલ દિમાગના તરંગોને માપે છે. નિદ્રાનાં કેટલાક ચક્રો હોય છે.
આપણે પથારીમાં પડયા પછી દશેક મિનિટ આપણે જાગતા રહીએ છીએ અથવા તો આપણે નોન-રેપ નિદ્રામાં સરી પડીએ છીએ. તેનું પુરુ રુપ નોન રેપીડ આય મુવમેન્ટ નિદ્રા કરે છે તે ગાઢ નિદ્રા છે. તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય છે. નોન-રેપ ૧, નોન રેપ ૨ અને નોન રેપ ૩ દરેક તબક્કે નિદ્રા વધારે અને વધારે ગાઢ નિદ્રા થતી હોય છે. ત્રીજો તબક્કો તો પ્રગાઢ નિદ્રાનો તબક્ક છે. તેને કુંભકર્ણ નિદ્રા એવું નામ આપી શકીએ.
નોન રેપના ચક્રોમાંથી પસાર થયા બાદ આપણે રેપ નિદ્રા એટલે કે પેડી આય મુવમેન્ટ નિદ્રામાં પ્રવેશીએ છે. રેમનિદ્રા દરમ્યાનનો ઇઇજી જાગરૂકતા બતાવે છે અથવા નિદ્રાવરાતા છે. આ એવી સ્થિતિ છે અર્ધ જાગૃતાવસ્થા બતાવે છે. આ એવો તબક્કો છે જેના દરમ્યાન આપણામાંના મોટા ભાગના સંવપ્નો આવે છે. દરેક ચક્ર લગભગ ૧.૫ કલાક ચાલે છે. રાત્રિમાં સામાન્યતઃ નિદ્રા પાંચછ ચક્રોની હોય છે.
નિદ્રા દરમ્યાન દિમાગની પ્રક્રિયામાં બદલાવ આવે છે તે ઉપરાંત હૃદયના ધબકારામાં મિનિટના દશ ધબકારા ઘટે છે. શરીરના હાર્દ તાપમાનમાં ૧ થી ૧.૫ અંશ સેલ્સિયસ ઘટાડો થાય છે. તેમજ હલનચલનમાં અને સંવેદનમાં ઘટાડો થાય છે.
રામાયણની કથામાં કુંભકર્ણનું એક પાત્ર છે. કુંભકર્ણ માટે એવું કહેવામાં આવે છેેે કે તે સળંગ છ મહિના ઉંઘતો હતો. આજે પણ ઉંઘણશી હોય છે તેને કુંભકર્ણ મજાકમાં કહેવામાં આવે છે. આજના ઝડપી જમાનામાં કુંભકર્ણ થવું કોઇને પોષાય નહીં. પરંતુ તેથી ઉલ્ટું ઉંઘ વેરણ થઇ જાય તેટલા માટે બારમા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓથી માંડીને સોફટવેર નિષ્ણાતો અત્યંત સ્પર્ધામાં સંડોવાયેલ કેટલીય કંપનીના સીઈઓ, ચૂંટણીના દિવસોમાં રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ ઉદ્યોગો અને કંપનીઓમાં પોતાના ટાર્ગેટને પહોંચી વળવા વ્યસ્ત લોકો તેમની કુદરતી ઉંઘને ઉડાડવા જાતજાતના તરીકા અને નુસખા અજમાવતા હોય છે.
અમેરિકામાં સીટલમાં ૩૫ વર્ષનો એક યુવાન છે તે સોફટ વેર ડેવલપર છે. તેણે ભાગ્યેજ આખી રાત ઉંઘવાનો સમય મળે છે. તે ટૂંકી ઉંઘ લેવા માટે એક ગોળી લેછે. તે પછી બે-ત્રણ કલાક પછી એલાર્મ બજે છે ત્યારે તે ફરી ઊંઘ કરી હોય તેવો તાજો તરો ઉઠી જાય છે. તેની આખી રાતની સાત-આઠ કલાકની ઉંઘ ત્રણ ચાર કલાકમાં સંકોચાઈ હતી. તે ગોળીનું નામ ‘મોડાફિનિલ’ છે.
આજની ભાગદોડની જીંદગીમાં આપણામાંના મોટાભાગનાને એલાર્મ ઘડિયાળની જરૂર પડે છે. આમ તો આપણી પોતાની પ્રયુક્તિઓ પર છોડી દેતા છેવટે તો આપણે જાગીયે છીએ. તેમ કરવા માટેના સંકેતો દિમાગમાં હાયપોથેલપસ ગ્રંથિના ખાસ વિસ્તારમાં ઉદ્‌ભવે છે. (હાયપોથેલેપથી એવી ગ્રંથી છે જેમાં અગત્યના કેન્દ્રો હોય છે. આ કેન્દ્રો શરીરના તાપમાન, તૃષા, ભૂખ, આહાર, પાણીનું સમતોલન અને જાતીય ક્રિયાઓને અંકુશમાં રાખે છે. તે લાગણીશીલતા અને નિદ્રા સાથે પણ નજીકથી સંકળાયેલ છે. ઉપોકત હાયપોથેલેપસના વિસ્તારનો ઉંઘવાના અને જાગવાના સમય પાછળ કેન્દ્રિય ભાગ ભજવે છે. તે આ માટે મેલાટોવિન જેવા અંતઃસ્ત્રાવ (હોર્મોન) નું નિયમન કરીને કરે છે. આપણે જોઇ ગયા કે મેલાટોનિનનો સ્ત્રાવ નિદ્રા લાવે છે. તે સ્ત્રાવ ન થાય તો આપણને અનિદ્રા થાય છે.
આપણાં દિમાગનો આંતરિક જાગવાનો સંદેશો (વેક-અપ કોલ) મંદ હોય છે તેથી આપણા માટે વધારે ઉંઘતા રહેવું સહજ હોય છે. વળી મોટે ભાગે જાગવાનો આંતરિક સંદેશો મોડો આવે છે. કારણ કે આપણા શરીરની ઘડિયાળનું ચક્ર કુદરતી રીતે ૨૪ કલાકથી લાંબા સમય માટે ચાલે છે. વળી સેલફોનનો ટીવી અને કોમ્પ્યુટરોનો સાંજનો પ્રકાશ આપણા શરીરની ઘડિયાળના ચક્રને મોડે સુધી ખેંચી જાય છે. તેનાથી પરિસ્થિતિ વણસે છે.
એલાર્મ ઘડિયાળની ગેરહાજરીમાં આપણને મોટે ભાગે રેપ નિદ્રામાં જાગીએ છીએ કેટલાક નિદ્રા વિજ્ઞાનીઓએ રેમનિદ્રાને જાગવાનો દરવાજો કહેલ છે. આપણા દિમાગનો મોટો ભાગ રેમનિદ્રા દરમ્યાન સક્રીય હોય છે તેથી પૂરેપૂરા જાગૃત થવું તે તબક્કામાં સહેલું છે પરંતુ નોન રેમની ગાઢ નિદ્રામાં આપણા દિમાગના ઘણા વિસ્તારો બિન ક્રિયાશીલ થઇ ગયા હોય છે. તે કાચી ઊંઘના તબક્કે એલાર્મ રણકવાથી જાગી જઈએ તો (અથવા તો બપોર પછી લાંબી ઊંઘ ખેંચ્યા પછી) આપણે પીધેલ હોઈએ તેમ લથડિયા ખાતા હોઈએ છીએ.
પરંતુ હવે નવા પ્રકારની એલાર્મ ઘડિયાળ હોય છે તે વધારે ખુશમિજાજ સાથે જાગૃત થઇએ તેવો પ્રયત્ન છે. એક કંપની એવી છે નિદ્રાસ્થિતિની ભાળ મળી શકે એટલે કે મોનિટર થઇ શકે તેવી પ્રયુક્તિ આપે છે જેથી રેમનિદ્રા દરમ્યાન જે એલાર્મ રણકે. સેલફોન અને કાંડા પર બાંધેલી મોનિટર પ્રયુકિત રેમ નિદ્રા અને નોન રેમનિદ્રા દરમ્યાન થતાં હલન-ચલન તફાવત પારખે છે. તેનો હેતુ આપણે હળવાશથી અજાગૃત અવસ્થામાંથી જાગૃતઅવસ્થામાં જઈએ તે નિશ્ચિત કરવાનો છે. બીજો રસ્તો પ્રકાશનો ઉપયોગ કરવાનો છે. આપણે જાણીએ છીએ પ્રકાશ અંધકારનું ચક્રલો કુદરતી ટાઇમ કીપર છે અને પ્રકાશનો શ્રેષ્ઠ એલાર્મ ઘડિયાળ છે.
કુદરતી બંધનોથી મુક્ત કરતી દવાઓ આપણે અજમાવીએ છીએ. ગર્ભ નિરોધક ગોળી જેવી રીતે સેકસને ગર્ભધારણથી મુકત કરે છે તેવી રીતે મડાફિનિલ માનવીની પ્રવૃત્તિને ઉંઘથી મુકત કરે છે. આ તો ઉંઘ નિવારણની એક દવાની વાત છે પરંતુ આવી તો અનેક દવાઓ આવી રહી છે. આવતા ૧૦ થી ૨૦ વર્ષોમાં આપણે સ્લીપ ઓપ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકીશું. એવા દિવસો આવી રહ્યા છે જયારે મામસો દિવસના ૨૨ કલાક સક્રિય રહેશે અને માત્ર બે કલાક જ ઉંઘ લેશે. જેમને એમ લાગે કે આવું આવું સંભવિત નથી. તેમણે મોડાફિનિલનો વિચાર કરવો જોઈએ. તેનાથી વ્યકિત ૪૮ કલાક સતત જાગૃત રહી શકે છે. તેની કોઈ આડ અસર થતી નથી. જો થાય તો બહુ ઓછી થાય છે.
આપણે જાણીએ છીએ કે એવા અનેક લોકો છે જેમને ઊંઘ આવતી નથી. એવા લોકોને ઊંઘવા માટે નિયમિત ગોળી લેવી પડે છે. તેની સાથે એવો વર્ગ ઉભો થયો છે કે જેમને સાવ ઓછી ઊંઘ ઓછી કરવી છે અને તરોતાજા રહેવું છે. એવી ગોળીની શોધ ચાલી રહી છે જે સાત સાત સળંગ દિવસો સુધી નિદ્રાને દૂર રાખે અને બીજી બાજુથી નિદ્રાની એવી ગોળી પણ શોધાઈ રહી છે જે આઠ કલાકની નિદ્રાને તેનાથી અડધા સમયમાં સંકોચી દે. ચાર કલાક નિદ્રા કરી હોય તો પણ આઠ કલાકની ઊંઘ ખેંચી હોય તેવું લાગે. એવી દવા શોધવાની બહુ દૂર નથી. જે આપણને નિશ્ચિત ગાળા માટે ઊંઘાડે આમ ચાર કલાક ઊંઘવાની ગોળી, પાંચ કલાક ઊંઘવાની ગોળી, છ કલાક ઊંઘવાની ગોળીઓ મળતી થશે.
નિદ્રાની ગોળીઓની કુદરતી નિદ્રાની નકલ કરે તેવી યંત્રણાની ડીઝાઇન કરવામાં આવી હોય છે. તેમાં ઘમા એવા અણુઓનો સમાવેશ થાય છે જે દિમાગમાં અને શરીરમાં માહિતી પ્રસારિત કરે છે. આવા અણુઓમાં ચેતા પ્રસારકો (યુરો ટ્રાન્સમીટરો) અને અંતઃસ્ત્રાવો હોય છે. ચેતા પ્રસારક ડીમર સ્વિચ જેવું કામ કરે છે. પંખાના ઇલેકટ્રોનિક રેગ્યુલેટરની જેમ ચેતા પ્રસારક પર અશર કરે તેવી દવાથી દિમાગની જાગૃત અવસ્થા મંદ પડતી જાય છે. માણસ ઝોકે ચઢે છે તેને ઘેન ચઢે છેેે. આ ચેતા પ્રસારકનું નામ ગાબા છે. મોટા ભાગના સંમોહન કરનારા (હીપ્નોટીકસી) અર્થાત્‌ સંમોહક ખાસ ચેતા પ્રસારક ગાબાને જ લક્ષ બનાવે છે. કેટલાક સંમોહકો મેલાટોનિ જેવા અંતઃસ્ત્રાવને લક્ષ બનાવતા હોય છે.
મોટાભાગની આ દવાઓ અસરકારક હોય છે. પરંતુ તે બધી નિદ્રાની સંરચના અને અમુક અંશે દિમાગના તરંગોને બદલી નાખે છે. મોટા ભાગની નિદ્રાની દવાની આડઅસર હોય છે તેમાં બીજી સવારે વ્યકિત પીધેલી હોય તેમ લથડિયા ખાય છે. રાત્રે સૂતા પહેલા છે ઘટના બની હોય તેની યાદ દાસ્તાનો લોપ થાય છે.
નિદ્રા-જાગૃતાવસ્થાના ચક્રથી નવી સમજણના આધારે અનિદ્રા માટેની જે નવી દવા શોધાયેલ છે તે માત્ર નિદ્રાના ટાઇમીંગમાં ફેરફાર કરે છે અથવા તો તેવા ગાળામાં ફેરભાર કરે છે. બીજી આડ અસરો થતી નથી. આ દવાઓ આજની નિદ્રાની ગોળીઓ પર અમુલ્ય એડવાન્સ છે.
એવું માનવામાં આવે છે કે અર્ધી સદી પહેલા લોકો રાત્રે આઠ કલાકથી વધારે ઊંઘતા હતા જયારે આજે સરેરાશ સાત કલાક નિદ્રા લે છે. પરંતુ આ ભારણ ગળે ઉતરે એવું નથી કારણ કે ૫૦ પહેલાં વિજ્ઞાનીઓને જ જાણવામાં બહુ રસ ન હતો કે લોકો કેટલી નંિદર લે છે. તેમ છતાં તેમાં શંકા નથી કે આજે આપણામાના કેટલાય અપૂરતી ઊંઘ કરે છે. નિદ્રાની ખોટ ધરાવે છે.
નિદ્રાવિસિતા આપણે માટે ખરાબ છે. પાંચમા ભાગના માર્ગ અકસ્માતો તેની સાથે સંબંધિત હોય છે. અપૂરતી નિદ્રા તંદુરસ્તીને પણ સીધી રીતે અસર કરે છે. છેલ્લા દાયકાઓના કેટલાક તબીબી અભ્યાસો નિદ્રાવિસિતાને ખરાબ તંદુરસ્તી અને ઉંચા મૃત્યુ દર સાથે સાંકળે છે. દાખલા તરીકે નિદ્રાના ઘટાડા અને મેદસ્વીતા તેમજ ડાયાબીટીશ સાથે જોડાણ છે. અપૂરતી નિદ્રા ખાવાની રૂચિની મંત્રાણામાં વિક્ષેપ સર્જે છે. અને ભૂખને ઉત્તેજન કરે છે.
ઇંગ્લેન્ડના ૧૦૦૦૦ સીવીલ સર્વન્ટસ નો ૧૭ વર્ષો અભ્યાસ બતાવે છે કે જેમણે પોતાની નિદ્રાના ગાળો સાત કલાકથી ઘટાડી પાંચ કલાક કરી નાંખ્યો છે તો તેમની જુદા જુદા બધા જ કારણોસર ૧.૭૮ ગણા વધારે મૃત્યુ પામવાની સંભાવના હતી. દાખલા તરીકે હૃદયની રક્તવાહિનીઓના રોગથી મૃત્યનું જોખમ ૨.૨૫ ગણું ઊંચે ગયેલું માલૂમ પડયું તું.
માત્ર અપૂરતી ઊંઘ જ બિન આરોગ્યપ્રદ છે તેવું નથી. વધારે પડતી લાંબી નિદ્રા પણ મૃત્યુનું જોખમ ઇષ્ટતમ ગાળા માટે નિદ્રા કરનારા કરતાં વધારે છે. જો કે તેના કારણો હજુ જાણવામાં આવ્યા નથી. અનિદ્રાના રોગને વધારે સારી રીતે સમજવાની જરૂર છે. કારણ કે તેનાથી એકલા અમેરિકામાં જ વેપારની કામગીરીને ૬૦ અબજ ડોલરની આસપાસ દર વર્ષે નુકસાન થાય છે.
એક અભ્યાસ બતાવે છે કે અપૂરતી નિદ્રા એપીઝાલા નામના દિમાગના વિસ્તારની સક્રિયતા વધારી દે છે. આ વિસ્તાર એવો છે જે વ્યકિતના મૂડ અને ઉત્તેજના સાથે સંકળાયેલ છે.
આપણે ૨૪ ટ ૭ સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ. રાત્રિ દરમ્યાન કાર્યરતતા અને રાત્રિજીવન એ વાસ્તવિકતા છે. આપણે એવા જમાના તરફ આગળ વધી રહ્યા છીએ. જયારે ઉંઘવાનો અધિકાર નહીં રહે પરંતુ ઉંઘવા માટે રજાની માંગણી કરવી પડશે.
નિદ્રા માનવસમાજનો અગત્યનો હિસ્સો છે અને તે પ્રમાણે જ તે રહેશે. કારણ કે તેના લાભ ઘણા છે. તેમ છતાં આપણે કયારે અને કેવી રીતે નિદ્રા લઇએ તે પર વધારે અંકુશ રાખવા ઇચ્છી શકીએ.
કૃત્રિમ પ્રકાશ અને કેફીને અમુક હદ સુધી આપણને તે અંકુશ આપ્યો છે. તેના થકી આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તના બંધનથી મુકત થઇ શકીએ છીએ. બીજુ પગલુ એવી સભ્યતા તરફ આપણને દોરી જશે જેમાં આરામ અને કામની માંગ પ્રમાણે વધારે ક્ષમતાવર્દક નિદ્રા અને જાગરૂકતા માટેની દવાઓનો ઉપયોગ થશે. તેનાથી દિવસના કોઇપણ સમયે અસરકારક જાગરૂકતા અને ગુણવત્તા વાળી નિદ્રા મળશે, આદર્શ ચિત્ર દોરીએ તો તે ખરેખરી ૨૪ ટ ૭ ગ્લોબલ સોસાયટી (દુન્યવી સમાજ) લાવશે. તેમાં જેટ વિમાનની લાંબી મુસાફરી પછી થતો જેટલેગ નહીં હોય અને શીફટમાં કામ કરવાની આરોગ્યને થતી હાનિકારક અસરો નહીં હોય.
હજુ આપણે નિદ્રાની આ આદર્શ સ્થિતિને પહોંચીએ તે પહેલા ઘણું વિચારવાનું છે. એક તો આપણાં નિદ્રા - જાગરૂકતા ચક્રનો નિયમને સમજવું અને તે માટેના ઓષધ શાસ્ત્રીય ઓજારોની બનાવટ અઘૂરી છે.
આપણે સંતોષજનક નિદ્રા અને ઉત્પાદક જાગરૂકતા સ્વપ્ન જોઇ શકીયે છીએ. પરંતુ લાઇટ બલ્બ અને કેફીન તેમાં પણ સમસ્યા સર્જે તેવી સંભાવનાઓ છે. કૃત્રિમ સાંજની લાઇટ અને કોફી નિદ્રાવશતામાં ઘટાડો કરશે. થોડે સુધી આપણને જગાડે છે જયારે બીજો કામકાજનો દિવસનો તેના તેજ સમયે શરૂ થાય છે. તેનાથી નિદ્રા જાગરુકતાનું ચક્ર અપૂરતું થાય છે અને તેથી આપણને વધારે કોફી અને એનર્જી ડ્રીંકસ લેવા પડે છે.
એક વાત તાજેતરમાં નિદ્રાના ગાળો અને તંદુરસ્તીના તબીબી અભ્યાસ સાબિત થયેલ છે કે સારી તંદુરસ્તી પૂરતી નિદ્રા કરવી જરૂરી છે.
વૈજ્ઞાનિકોનો રસ નિદ્રામાં, સિકોડિઝમ ચક્ર પ્રમાણે વ્યવસ્થામાં અને તેની તંદુરસ્તી માટે અગત્યના સ્વીકારવામાં વધી રહેલ છે. તેના થકી ભવિષ્યનો આપણો અભિગમ કેવી રીતે બદલાશે તે નિશ્ચિત કરશે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved