Last Update : 08-August-2012, Wednesday

 

છળ

ડાર્ક સિક્રેટ્‌સ - રાજ ભાસ્કર

- ‘બસ, એક વાર આશુતોષને જન્મટીપ લાગી જાય પછી જ આપણે લગ્ન કરી શકીએ. એ પહેલાં આ રીતે મળવું પણ ખતરનાર છે...’

ભાગ-૨
વહી ગયેલી વાત...
(નગીનદાસ અને અનુસયા બહેનના દિકરા મલ્હારનું હાઈવે પર ખૂન થઈ જાય છે. મલ્હારને ત્રણ મિત્રો હોય છે. મિહિર, નયન અને આશુતોષ. તપાસમાં ખબર પડે છે કે એ દિવસે મલ્હાર સાથે આશુતોષની પત્ની નિર્મલા ત્યાં હાજર હતી. કેસ સરળ સમજી ઘેલાણી અને નાથુ નિર્મલાની ધરપકડ કરવા એના ઘેર જાય છે. પણ ત્યાં તો નિર્મલાની જુડવા બહેન મિનાક્ષી પણ હોય છે. ઘેલાણી અને નાથુ મૂંઝાઈ જાય છે કે આખરે એ દિવસે મલ્હાર સાથે આ બેમાંથી કોણ હતું ? એ લોકો ત્યાંથી પાછા વળી જાય છે. હવે આગળ.)

ઈન્સપેક્ટર ઘેલાણી રિવોલ્વીંગ ચેરમાં બેઠા હતા. ચેર જેમ જ એમનું મન પણ ગોળ ગોળ ધુમી રહ્યું હતું. ફેર ફક્ત એટલો જ હતો કે ચેર કિચુડાટ કરી રહી હતી અને મન કચવાટ.
‘સાહેબ, ચા પી લો નહીંતર ઠંડી થઈ જશે.’ નાથુએ દસ મિનિટથી પડેલી ચા તરફ ઈશારો કરતા કહ્યું. ઘેલાણીએ ચાનો કપ હાથમાં લીધો, ‘નાથુ, ચા તો ઠંડી પડતા પડશે. પણ અત્યારે તો લાગી રહ્યું છે કે મગજ ઠંડું પડી ગયું છે. કંઈ ક્લુ જ દિમાગમાં નથી આવતો. આ જુડવા બહેનોએ તો ગુનેગારના ગળા સુધી આવેલો આપણો હાથ જ જાણે કાપી નાંખ્યો. કંઈ સમજ જ નથી પડતી કે શું થયું હશે.’
‘ફિકર નોટ, સાહેબ! મૈં હૂં ના. હું તમને ક્લુ આપું. જુડવા બહેનની વાત અત્યારે સાઈડમાં મુકી દો. મેં થોડી તપાસ કરાવી છે. તમે એ તો જાણો જ છો કે મલ્હારની હત્યા પંદર ફૂટ દૂરથી ગોળી મારીને કરવામાં આવી છે. પણ તમે એ નથી જાણતા કે મલ્હારનો મિત્ર નયન સારો નિશાને બાજ છે.’
‘હા, યાર તારી વાત તો સાચી છે. બોલાવ નયનને !’
બે કલાક બાદ નયન ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુ સામે અકોલી પોલીસ સ્ટેશનમાં બેઠો બેઠો થથરી રહ્યો હતો. ઘેલાણીએ દસમી વાર એને પૂછ્‌યું, ‘બોય, સાચું બોલ ! તે જ મલ્હારને ગોળી મારી છે ને ?’ પણ નયને કબૂલ્યું નહી. એ એક જ રટ લઈને બેઠો હતો કે મલ્હાર તો એના નાના ભાઈ જેવો હતો. એને ખતમ કરવાનું કોઈ કારણ જ નથી. ઈન્સપેક્ટર ઘેલાણીએ એને થોડો ડારો આપીને જવા દીધો. એના ગયા પછી એમણે નિરાશ થઈને કહ્યું, ‘નાથુ, મને લાગે છે કે નયને હત્યા નથી કરી. બાકી આપણે જે રીતે પૂછપરછ કરી છે તે રીતે બીજા કોઈની કરી હોય તો ભલભલો ભડવીર ભાંગી જાય અને ગુનો કબુલી લે. છતાં વધારે તપાસ કરીએ પછી ખબર !’
***
અઠવાડિયું પસાર થઈ ગયું હતું. ઈન્સપેક્ટર ઘેલાણી હજુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નહોતા આવ્યા. એમની હંમેશની આદત મુજબ એ આ વખતે પણ આખા કેસની ફાઈલ લઈને એમાંથી તારણો કાઢવા બેસી ગયા હતા. એક પછી એક કાગળો એ ઉથલાવી રહ્યાં હતા. ત્યાં જ એમનું ઘ્યાન ફોરેન્સિક લેબના રીપોર્ટ પર ગયું. એમાં લખેલી એક લાઈને આખા કેસનો ભેદ ઉકેલી નાંખ્યો. એમણે તરત જ નાથુને કોલ કરી એક ચોક્કસ જગ્યાએ અમુક તપાસ માટે મોકલી દીધો. બે કલાક બાદ નાથુ આવ્યો ત્યારે એમના શકને સાચો પાડતો પુરાવો હાથમાં લઈને આવ્યો હતો.
પંદર જ મિનિટ બાદ તેઓ આશુતોષના ઘેર હતા. ‘આવો, ઈન્સપેક્ટર સાહેબ આવો. બેસો !’ આશુતોષે ઘેલાણી અને નાથુને આવકાર આપ્યો.
‘અમે બેસવા નથી આવ્યા,’ ઘેલાણીએ તરત જ શાબ્દિક ડંડો વીંઝી દીધો, ‘અમે તો તમને જેલમાં બેસાડવા આવ્યા છીએ.’ બોલતા બોલતા ઘેલાણી આશુતોષની સાળી મીનાક્ષી પાસે ગયા અને ધડાકો કર્યો. ‘મીનાક્ષી સાચું બોલ ! તેં જ મલ્હારની હત્યા કરી છે ને ? સાચું બોલ !’
‘ના, ના !’ મીનાક્ષી ચીખી ઉઠી. ‘મેં કોઈની હત્યા નથી કરી. અને હું શું કરવા એની હત્યા કરું ?’
‘તુ એને પ્રેમ કરતી હતી મીનાક્ષી. એ દિવસે તું એને મળવા ગઈ હતી. તમારા બંને વચ્ચે કંઈક ઝઘડો થયો અને તેં એને મારી નાંખ્યો.’
‘ના, ના તમે આવી ઉપજાવી કાઢેલી વાત કેવી રીતે કરી શકો ?’ મીનાક્ષી થથરી રહી હતી.
‘તો પછી મને જવાબ આપ કે તારી રીવોલ્વરની ગોળીથી મલ્હારનું ખૂન કેવી રીતે થયુ ?’
‘મારી રીવોલ્વર ? વોટ રબીશ...!’
‘મીનાક્ષી નાટક રહેવા દે. અમને બધી ખબર પડી ગઈ છે. ખૂન તારી રીવોલ્વરથી જ થયું છે. ફોરેન્સિક લેબનો રિપોર્ટ કહે છે કે ખૂન સ્વીસ બનાવટની રિવોલ્વરથી થયું છે. અમે કસ્ટમમાં પણ તપાસ કરી છે. તું સ્વિઝરલેન્ડથી આવી ત્યારે તારી સાથેના સામાનમાં લાયસન્સવાળી સ્વીસ બનાવટની રિવોલ્વર પણ હતી. બોલ સાચી વાત કે નહીં ?’ ઘેલાણી ધુરકાટ કરતા બોલ્યા. એમના ડોળા લાલ થઈ ગયા હતા.
એમનું રૌદ્રરૂપ જોઈ મીનાક્ષી ભાંગી પડતા બોલી, ‘સાહેબ, હું કબૂલું છું કે હું અને મલ્હાર પ્રેમમાં હતા. એ દિવસે મલ્હાર સાથે હાઈવે પર હું જ હતી. પણ મેં ખૂન નથી કર્યુ. અમે બંને વાતોમાં મશગુલ હતા અને કોઈકે દૂરથી ગોળી મારી. મલ્હાર ત્યાંજ ઢળી પડ્યો અને હું ભાગી નીકળી. મને પોલીસનો બહુ ડર લાગતો હતો એટલે આ વાત છુપાવી. પણ આખરે તમને ખબર પડી જ ગઈ. પણ સાહેબ... તમને સમ ખાઈને કહું છું કે આ ખૂન મારી રિવોલ્વરથી થયું છે એ તો મને ખબર જ નથી. ચાલો હું તમને મારી રિવોલ્વર બતાવું. અહીં કબાટમાં જ છે.’
મીનાક્ષી બધાને પોતાના રૂમમાં લઈ ગઈ. કબાટના ખાનામાંથી રિવોલ્વર કાઢીને ઘેલાણીને આપી. ઘેલાણીએ રીવોલ્વર જોઈ. એમાંથી એક ગોળી ઓછી હતી.
‘ઓહ... માય ગોડ... સર... મને ખબર નથી કે આમાંથી એક ગોળી કેવી રીતે ઓછી થઈ’
‘ઈનફ ઈઝ ઈનફ...’ જવાબમાં આશુતોષ તાડુક્યો, ‘મીનાક્ષી, તેં મારા ભાઈ જેવા ભાઈબંધનું ખૂન કર્યુ ? હું તને ક્યારેય માફ નહીં કરું. ઈન્સપેક્ટરસાહેબ આ નાટક કરી રહી લાગે છે. પકડીને લઈ જાવ એને. સાલી, અમારી જ થાળીમાં ખાદ્યું અને અમારી જ થાળીમાં છેદ કરે છે.’
આશુતોષ ભયંકર ગુસ્સે થઈ ગયો હતો. નિર્મળાએ પણ કહ્યું, ‘મીનાક્ષી, મને તો તને બહેન કહેતાં પણ શરમ લાગે છે. તેં અમારી સાથે આવું કર્યું ? હું તને ક્યારેય માફ નહીં કરું.’
‘દીદી...જીજુ... પ્લીઝ બિલીવ મી... મે મલ્હારને નથી માર્યો. પ્લીઝ...’
જવાબમાં આશુતોષ અને નિર્મળા બંને અવળું ફરી ગયા. આશુતોષે કહ્યું, ‘ઈન્સપેક્ટરસાહેબ ! મેં કહ્યુંને કે લઈ જાવ આને બે ડંડા મારશો એટલે બંઘુ સત્ય ઓકી નાંખશે.’
‘અને તમે કેટલા ડંડે ઓકશો ?’ ઘેલાણીએ બીજી વાર ઘડાકો કર્યો. આશુતોષ વિસ્ફારિત નજરે એમની સામે જોઈ રહ્યો. ઘેલાણી મર્માળુ હસ્યા અને બોલ્યા, ‘આશુતોષ મીનાક્ષી સાચું બોલી રહી છે. એ અને મલ્હાર પ્રેમમાં હતા એ વાત સાચી પણ ખૂન એણે નથી કર્યું. ખૂન તો તે કર્યુ છે. અને એ વાત તારી પત્ની પણ જાણે છે. જે દિવસે ખૂન થયું એ દિવસે તમે બંને પિક્ચર જોવા ગયેલા એવું તે કહ્યું હતું. પણ તપાસ કરાવતા મને ખબર પડી કે તે જે નંબરની ટિકિટ મને આપી હતી એ નંબરના સોફા તો ખાલી જ રહ્યાં હતા. એ દિવસે મીનાક્ષી મલ્હારની લગોલગ બેઠી હતી જ્યારે મલ્હારને પંદર ફૂટ દૂરથી ગોળી વાગી છે. એટલે એણે મારી જ ન હોય.’
આખરે આશુતોષે ગુનો કબૂલ કરવો પડ્યો. એ રડી પડ્યો, ‘હા, સાહેબ ! આ ખૂન મેં જ કર્યું છે. પણ સાહેબ ! મારાથી અજાણતામાં આ ખૂન થઈ ગયું છે. મલ્હાર થોડો રોમેન્ટીક સ્વભાવને હતો. મારી પત્ની સાથે એ બહુ છૂટથી વાતો કરતો હતો એ જોઈને મને એના પર શક ગયો. મને થોડા સમયથી એવું લાગતું હતું કે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે અને મને છેતરી રહ્યાં છે. એવામાં એક દિવસ હું હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં એક ઝાડ નીચે નિર્મલા અને મલ્હારને બાંહોમાં બાંહો નાંખીને બેઠેલા જોયા. ખરેખર એ મીનાક્ષી હતી પણ બંને બહેનો ચહેરે મહોરે સરખી જ હોવાથી મને લાગ્યું કે એ નિર્મલા છે. મારું ઘર ત્યાંથી માંડ દસેક મિનિટના રસ્તે છે. હું ફટાફટ ઘેર આવ્યો. ઘેર આવી જોયું તો નિર્મલા ઘરે નહોતી. મને ખબર હતી કે મીનાક્ષી સ્વિત્ઝરલેન્ડથી એક રિવોલ્વર લાવી છે અને એના કબાટમાં મૂકી છે. એનો કબાટ ખુલ્લો જ રહેતો હતો. મેં ફટાફટ રિવોલ્વર લીધી અને મલ્હાર બેઠો હતો ત્યાં જઈ પહોંચ્યો. દૂરથી જ એને ગોળીએ વીધીને ફટાફટ ઘરે આવી ગયો. પણ ઘેર એક અચંબો મારી રાહ જોઈને બેઠો હતો. હું ઘરમાં દાખલ થયો ત્યાંજ હેબતાઈ ગયો. નિર્મલા તો ઘેર જ હતી. મારી આંખે બાંધેલા શકના પાટાએ મારી પાસે અનર્થ કરાવી દીધો હતો. હવે મને સમજાઈ રહ્યું હતું કે મલ્હાર સાથે હતી એ મારી પત્ની નહોતી પણ મારી સાળી મીનાક્ષી હતી. હું ગભરાયેલો તો હતો જ. પછી વધારે ગભરાઈ ગયો. નિર્મલાએ મને ગભરાહટનું કારણ પૂછ્‌યું. થોડી વાર તો મેં આનાકાની કરી પણ પછી મેં આખી ઘટના બયાન કરી દીધી. વાત જાણીને નિર્મલા પણ ગભરાઈ ગઈ. શું કરવું એના વિચારમાં અમે બંને બેઠા હતા ત્યાં જ મીનાક્ષી પણ હાંફળી ઘરે આવીને એના રૂમમાં ભરાઈ ગઈ. એને કશી જ ખબર નહોતી.
આખરે નિર્મલાએ જ મને રસ્તો બતાવ્યો. નસીબજોગે એણે મને સરપ્રાઈઝ ફિલ્મ બતાવવા એ જ દિવસની બે ટિકિટો લાવી જ રાખી હતી. અમે એનો ઉપયોગ કર્યો. મારાથી અજાણતા થયેલી ભૂલને છાવરવા માટે નિર્મલાએ મને ખૂબ જ સાથ આપ્યો. જોકે મીનાક્ષીને આમાંની એકે વાતની ખબર નહોતી.’
ઈન્સપેક્ટર ઘેલાણીએ આશુતોષ, નિર્મલા અને મીનાક્ષી ત્રણેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશને લઈ ગયા. આખોયે કેસ કોર્ટમાં ગયો. મીનાક્ષી નિર્દોષ હતી એ છુટી ગઈ. એક હત્યારાને છાવરવા બદલ નિર્મલા પર પણ કેસ થયો. પણ એને જામીન મળી ગયા હતા. જ્યારે આશુતોષના જામીન નામંજૂર થયા હતા.
ઘેલાણી અને નાથુ એક દિવસ અકોલી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. ચા પીતા પીતા આ કેસની વાત નીકળી. નાથુએ કહ્યું, ‘સાહેબ, આ કેસ બહુ સરળતાથી સુલઝી ગયો કેમ ? જાણે બઘું જ તમે પહેલેથી જ જાણતા હતા એવું લાગે છે. તમે કહ્યું અને આશુતોષે માની પણ લીઘું. મને તો આ બઘું નાટક જેવું લાગે છે. કોઈ ચીલાચાલુ લેખકે લખેલી વાર્તા જેમ બઘું એક પછી એક ફિટ બેસી ગયું. અને એ ફીટ બેસી ગયું એટલે જ લાગે છે કે માહોલ કંઈક અનફિટ છે. મને દાળમાં કંઈક કાળુ લાગે છે...’
‘વેઈટ... માઈ ડિયર નાથુ, વેઈટ...’ ઘેલાણી મર્માળુ હસતા બોલ્યા અને બહાર નીકળી ગયા.
***
છ મહિનાની પછીની એક રાત. રવિવારનો દિવસ હતો. એક સ્ત્રી અને એક પુરુષ શહેરની એક આલિશાન હોટેલના કોર્નરના ટેબલ પર બેઠા હતા. ત્યાં જ એક આંધળો માણસ ત્યાંથી ચાલતો ચાલતા પસાર થયો. અચાનક એને ઠેબુ આવી જતા એ નીચે પટકાયો. યુવકે એને ઊભો કર્યો. અને એના ટેબલ સુધી પહોંચાડ્યો.
યુવક પાછો આવીને એના ટેબલ પર બેઠો. સ્ત્રીએ કહ્યું, ‘જલ્દી, બોલ, શું કામ છે ? થોડા દિવસ નથી જાળવી શકતો તું ?’
‘છ મહિના થયા ડાર્લંિગ ! હવે ક્યાં સુધી આમને આમ કોર્ટના ફેંસલાની રાહ જોયા કરીશું ?’
‘બસ, એક વાર આશુતોષને જન્મટીપ લાગી જાય પછી જ આપણે લગ્ન કરી શકીએ. એ પહેલા આ રીતે મળવું પણ ખતરનાક છે. ક્યાંક કોઈકને ખબર પડી જશે તો આવી બનશે. તને ખબર છે ને કે મલ્હારનું ખૂન મેં કર્યું છે.? મહા મુસીબતથી આખો આરોપ આશુતોષ પર નાંખ્યો છે.’
‘હા, ડાર્લંિગ એ તો હું જાણું છું. પણ હવે તારા વગર રહેવું અશક્ય છે...’
‘લવેરિયા વેડા છોડ. હમણા મને મળવાની કોશિશ ના કરતો.’
સ્ત્રી ઊભી થઈ ગઈ અને એનું પર્સ ખભે લટકાવતા ચાલવા લાગી. આગળ એ હતી અને પાછળ યુવક. સ્ત્રી બે ટેબલ આગળ ચાલી ત્યાંજ એ પછડાઈ. પેલા આંધળા માણસે પગ લાંબો કરીને એને પાડી દીધી હતી. સ્ત્રીનું મગજ છટકી ગયું, ‘આંધળા, દેખાતું નથી ? વચ્ચે પગ નાંખે છે, યુ બાસ્ટર્ડ.’
આંધળા માણસે આંખેથી ચશ્મા અને નકલી દાઢી હટાવતા જવાબ આપ્યો. ‘નિર્મલા મેડમ, દુનિયા જે નથી જોઈ શકતી એ જોવા જ આંધળો બનીને નીકળ્યો છું. યુ આર અંડર એરેસ્ટ. તમારા અને મિહિરના કાવતરા ખુલ્લા પડી ગયા છે.’ નિર્મલા અને મિહિર અચંબામાં પડી ગયા. સામે મીસ્ટર ઘેલાણી ઊભા હતા. અને નાથુ પણ દોડીને આવી ગયો હતો. ઘેલાણી અને નાથુ બંનેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા.
રાતના સાડાબાર થયા હતા. પેલી સ્ત્રી અને પુરુષ નજરો ઝુકાવીને પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. આશુતોષ પણ ત્યાં જ હતો. હોટેલમાં આંધળા હોવાનો ઢોંગ કરી ઘેલાણી નિર્મલા અને મિહિર બેઠા હતા એ ટેબલે પડ્યા હતા એ વખતે એમણે એક નાનું રેકોર્ડર ટેબલ નીચે મુકી દીઘું હતું. નિર્મલાએ ખૂન કર્યું હોવાની કબૂલાત એમાં રેકોર્ડ થઈ ગઈ હતી. હવે એમની પાસે ઈન્કાર કરવાનો કોઈ રસ્તો જ નહોતો. આખરે નિર્મલાએ ગુનો કબુલી લીધો કે એ અને મિહિર પ્રેમમાં હતા અને આશુતોષનો કાંટો કાઢવા જ આ બધા નાટકો થયા હતા.
આશુતોષ ભાંગી પડ્યો હતો. પત્નીએ પીઠમાં મારેલા ખંજરથી હતપ્રભ થયેલો એ ચૂપ થઈ ગયો હતો.
બહેનની ધરપકડ થઈ હોવાની માહિતી મળતા જ સવારે નિર્મલાની બહેન મીનાક્ષી પોલીસ સ્ટેશને દોડી આવી. ઘેલાણીએ એને બધી હકીકત કહી ત્યારે એ પણ સ્તબ્ધ થઈ ગઈ. મલ્હારના માતાપિતા પણ પોલીસ સ્ટેશને આવ્યા હતા. બધા જાણવા માંગતા હતા કે આખરે ઘેલાણીએ આ કેસનો ઉકેલ મેળવ્યો કેવી રીતે ? સવાલ મલ્હારના પિતાએ જ પૂછ્‌યો, ‘ઘેલાણીસાહેબ, તમે જ આશુતોષ ખૂની છે એમ કહીને એની ધરપકડ કરી હતી. તો પછી તમને નિર્મલા પર શક કેવી રીતે ગયો ? અમને તો એમ હતું કે આશુતોષની ધરપકડ પછી આ કેસ ફાઈલ થઈ ગયો છે.’
ઘેલાણીએ ગર્વભર્યું હસીને કહ્યું, ‘પહેલા મને પણ આશુતોષ પર જ શક હતો. મેં આરોપ લગાવ્યો અને એણે કબુલી લીધો. પણ મારું મન નહોતું માનતું. મલ્હારના અને એના ચાર મિત્રોમાં મલ્હાર અને મિહિર બંને કુંવારા હતા. ઘટના સ્થળે નિર્મલા હોવાનો શક જતા અમે એના અને મલ્હારના સંબંધો જાણવા માટે નિર્મલાના મોબાઈલની કોલ ડિટેઈલ્સ કઢાવી. અમારા આશ્ચર્ય વચ્ચે મલ્હાર અને નિર્મલા વચ્ચે ભાગ્યે જ વાત થઈ હતી. પણ એ ડિટેઈલ્સમાં અમને એક નંબર મળ્યો. એ નંબર મિહિરનો હતો. નિર્મલા મિહિર વચ્ચે લગભગ રોજ કલાકો સુધી વાત થતી હતી. મને તરત જ મિહિર પર શક ગયો. તપાસ કરતા ખબર પડી કે નિર્મલા અને મિહિર એકબીજાના પ્રેમમાં છે. પણ એ વાત મેં બધાથી છુપાવી. કારણ કે આશુતોષે ગુનો કબુલ કરી લીધો હતો. જોકે એની ધરપકડ પછી પણ મને તો યકીન જ હતું કે આશુતોષની કબુલાત પાછળ કંઈક રહસ્ય જરૂર છે. આશુતોષની ધરપકડ બાદ પણ મેં તપાસ ચાલું રાખી. આશુતોષની ધરપકડ પછી નિર્મલા અને મિહિર બે ત્રણ વખત મળ્યા. મેં આશુતોષને વાત કરી પણ પત્ની પ્રેમમાં પાગલ એણે વાત ના માની. આખરે મારે નિર્મલા અને મિહિરની કઢંગી તસવીરો બતાવડાવી એને મનાવવો પડ્યો. એ પછી પત્નીની બેવફાઈથી દુઃખી થઈ ગયેલા આશુતોષે બધી જ સાચી વિગતો મને જણાવી દીધી. આશુતોષે કહ્યું કે, એને તો નિર્મલા અને મલ્હાર પર ક્યારેય શક હતો જ નહીં. પણ હત્યાના થોડા દિવસ પહેલા જ નિર્મલાએ એની કાન ભંભેરણી કરતા કહ્યું કે એ ઘરે નહોતો ત્યારે મલ્હાર ઘરે આવ્યો હતો અને એના પર બળાત્કાર કર્યો છે. અને એ હવે એની બહેન મીનાક્ષીને પણ ફસાવી રહ્યો છે. નિર્મળાની વાત સાંભળી આશુતોષનું મગજ ફાટી ગયું. એ ત્યારે જ મલ્હારને ઘરે જવા ઉપડ્યો. પણ નિર્મળાએ એને રોક્યો. એ પછી નિર્મળાએ એને વિશ્વાસમાં લીધો કે એ મલ્હારને પતાવી દે તો એ એનો સાથ આપશે. આખરે એક દિવસ મલ્હાર જ્યારે મીનાક્ષીને લઈને ફરવા ગયો ત્યારે નિર્મલાએ જ એને પતાવી દીધો. અને ઘરે આવી આશુતોષને જાણ કરી. પત્નીના પ્રેમમાં પાગલ આશુતોષે કહી દીઘું કે જો પોલીસ આવશે તો એ ગુનો કબુલ કરી લેશે એનો વાળ પણ વાંકો નહીં થવા દે. અને બન્યું પણ એવું જ. અમને જ્યારે શક ગયો ત્યારે આશુતોષે ગુનો કબુલી લીધો.’
‘પણ... આખરે મારા સાહેબે, નિર્મલાને રંગે હાથો પકડી લીધી.’ નાથુએ ગર્વ લેતા ઉત્સાહથી કહ્યું,
‘એટલે કે આશુતોષનો કાંટો કાઢવા નિર્મલાએ અમારા દિકરાનો ભોગ લીધો... હે.. ભગવાન લોકો કેટલા નીચે પડી ગયા છે...’ મલ્હારની રડતાં રડતાં કહ્યું.
‘ના, સાવ એવું નથી... વાત એમ હતી કે નિર્મલા અને મિહિરના લફરા વિશે મલ્હારને ખબર પડી ગઈ હતી. એણે એક-બે વાર નિર્મલા અને મિહિરને સમજાવી જોયા પણ કોઈ સુધર્યા નહીં. આમ મલ્હાર ભવિષ્યમાં એમના માટે જોખમ બની શકે એમ હતો એટલે એમણે એનો અને આશુતોષનો કાંટો એક સાથે કાઢવા માટે આખું કાવતરુ કર્યુ હતું.’ ઘેલાણીએ કહ્યું.
આખીયે ઘટના રજુ કરી ઘેલાણી ત્યાં ઉપસ્થિત સૌના ચહેરા સામે જોઈ રહ્યાં હતા. દાટી દીધેલા મડદાની વાસ જેવા ગંધાતા સંબંધોની દુર્ગંધથી સૌને ઉબકા આવી રહ્યાં હતા. સૌ એક પછી એક છુટા પડ્યા. છેલ્લે ઘેલાણી અને નાથુ એમના હાથની લકીરોમાં જશની રેખા શોધવા ત્યાંજ બેઠા હતા. આટલી મહેનત પછી કેસ ઉકેલ્યો હોવા છતાં એક પણ વ્યક્તિએ એમનો આભાર નહોતો માન્યો. આશુતોષ બેવફાઈથી ડઘાયેલો હતો, મલ્હારના માતા પિતા દીકરાના મોતથી, નિર્મલા અને મિહિર પકડાઈ જવાથી અને મીનાક્ષી એકની એક બહેનને સજા થવાથી. સૌ પોતાના દુઃખે દુઃખી હતા. એમાં ઘેલાણીને જશ આપવાનો ટાઈમ કોને હોય ? અને આપેય શું કામ ? કેસ સોલ્વ કરીને આખરે તો એક કરતા વધારે ઘર જ ઉજડ્યા હતા કે બીજું કાંઈ ? (સમાપ્ત)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved