Last Update : 08-August-2012, Wednesday

 

મા-બાપના ઠપકાથી રિસાઈને ઘર છોડી ગયેલી કિશોરીની દાસ્તાન
રાજકોટની નાદાન રાધાએ ઘર છોડવાની ભયંકર ભૂલ કરી ત્યારે છેવટે મુંબઈના નર્કાગારમાં ધકેલાઈ ગઈ

ક્રાઇમવોચ - જયદેવ પટેલ
- હવસખોરોની શયતાની હવસમાં મહિનાઓ સુધી રાધા ચુંથાતી રહી ઃ રાજકોટ પોલીસે કોઠાવાળીની કેદમાંથી છોડાવી
- માવતરના ઘેર શાંત ઝરૂખામાં અંધારી રાત્રે એકલી અટૂલી રાધા કમનશીબીના અંધારા ઉલેચી રહી હતી

સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં આથમી ગયા. રાત્રીના અંધારા અવનિ ઉપર ઉતરી આવ્યા. એક મકાનના શાંત ઝરૂખે એકાકી બેસી રહેલી યુવતી અંધકારની પેલે તાર જોવાની મથામણ કરતાં પોતાના ભૂતકાળની કમનસીબી પ્રત્યે આંસુ રેલાવતા મૂંગુ રૂદન કરી રહી હતી. ઘરના વડીલોનો અભ્યાસ અંગે ઠપકો મળતા રીસાઈને ઘેરથી નાસી છૂટ્યા પછી કેવી ભયાવહ દુર્દશાના નરકમાં હડસેલાઈ જવું પડ્યું હતું તેની વેદનાની વાતો આ યુવતી ભીતરમાં વાગોળી રહી હતી.
ગુજરાતભરમાંથી માસુમ-નાદાન બાળકોથી લઈને કિશોર કિશોરીઓના એક યા બીજા કારણોસર ગૂમ થઈ જવાના હજારો બનાવોની તપાસમાં દિશાહીન દશામાં અટવાઈને નિષ્ક્રિય બની રહેલ રાજ્ય પોલીસ તંત્ર પ્રત્યે આજે તીવ્ર આક્રોશ ભાભૂકી રહ્યો છે. નઘરોળ પોલીસ તંત્રને કુંભકર્ણની નંિદરમાંથી ઢંઢોળીને જગાડવાના આશયથી જુદા જુદા સ્થળોએ વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો લાચાર વાલી સમુદાય દ્વારા યોજાઈ રહ્યા છે. ત્યારે આવી જ રીતે વર્ષો પહેલાં ગુમ થઈ ગયેલી રાજકોટની એક નાદાન કિશોરીને દુર્દશાની ખીણમાં કેવી રીતે ધકેલાઈ જવું પડ્યું હતું તેની દુઃખદ કથા પ્રસ્તુત કરી છે.
રાજકોટ શહેરમાં રહેતા મઘ્યમ વર્ગીય પરિવારની ૧૬ વર્ષીય પુત્રી સંગી-સહેલીઓ સાથે હરવા-ફરવાના રવાડે ચઢીને અલ્લડ બની ગઈ હતી. રાધા નામની આ કિશોરી ત્યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની ધોરણ-૧૦ની પરીક્ષાના પરિણામો જાહેર થયા ત્યારે રાધાને નાપાસ જાહેર કરાઈ હતી. પરીક્ષામાં સાંપડેલી નિષ્ફળતાના ક્ષણિકરંજમાં અટવાઈને તે ઘેર પહોંચી ત્યારે તેના માતા-પિતાને તો પહેલાંથી જ પુત્રીએ પરીક્ષામાં ભોપાળું વાળ્યું હોવાના સમાચાર મળી ગયા હતા. આથી તેઓ સમસમીને રાધાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ઘરના આંગણામાં પગ મૂક્યો તે સાથે જ ઘુંવાપુંવા થઈ ગયેલા બાપે ત્રાડ પાડીને કહ્યું હતું કે- ‘બસ, જોઈ લીઘુંને બહેનપણીઓ સાથે રખડવાનું શું પરિણામ આવ્યું ?’ આ પછી તો નારાજ બનેલા બાપે રાધાના ગાલ ઉપર કચકચાવીને તમાચો ફટકારીને તેને ખૂણામાં ધકેલી દીધી હતી.
માતા-પિતાની નારાજગી જ્યા ગુસ્સો પારખી ગયેલી રાધાએ હાથ જોડીને આંસુ રેલાવતા માફી માંગી હતી. પરંતુ તે મનોમન ઘુંધવાઈ ગઈ હતી. મા-બાપનો ઠપકો તથા અભ્યાસમાં ચિત્ત પરોવવાની શિખામણ રાધાને ગમ્યા ન હતા. ઘરના ઓરડામાં એકલી-અટૂલી બેસી રહેલી રાધાનું ચિત્ત ચકડોળે ચઢી ગયું હતું. સાંજ સુધીમાં તો તેણે ઘેરથી નાસી છૂટવાનો નિર્ણય કરી લીધો હતો. સાંજના વાળુ વેળાએ મહાપરાણે એકાદ-બે કોળિયા ગળા નીચે ઉતારીને ‘મારે ખાવું નથી...!’ તેમ કરીને તે ભાણા ઉપરથી ઊભી થઈ ગઈ હતી. આ પછી પડોશમાં જ રહેતી તેની સહિયર કે જેણે પણ પરીક્ષામાં ધોળકું ધોળ્યું હતું. તેના ઘેર મળીને આવું છું તેમ મા-બાપને જણાવી ઘરની બહાર નીકળી હતી.
એકવાર ઘરનો ઊંબરો ઓળંગવાની ભૂલ કેવું ઘાતક પરિણામ પેદા કરશે તેની રાધાને ત્યારે તો ક્યાં ખબર હતી. બસ મા-બાપના ઠપકાથી રીસાઈને તેણે ઘર છોડી દીઘું હતું. હવે ક્યાં જઈશ ? શું કરીશ ? તેવા મુંઝવનારા પ્રશ્નોના જવાબો શોધવામાં અથડાતી-કૂટાતી રાધા તે રાત્રે રાજકોટના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવી પહોંચી હતી. હવે શું કરવું ? તેવા વિકરાળ પ્રશ્નનો જવાબ મેળવવા રાધા ફાંફા મારી રહી હતી તે જ ઘડીએ વ્હીસલના તીવ્ર અવાજથી વાતાવરણને ચીરી નાંખતી ટ્રેન ધમધમાટ કરતી પ્લેટફોર્મ ઉપર આવી પહોંચી હતી. પ્રવાસીઓની ટ્રેન પકડવાની દોડાદોડીમાં ધક્કા ખાતી રાધા પછી તો એક ડબ્બામાં હડસેલાઈ ગઈ હતી. નિયત વિરામ પછી ટ્રેને આગળ પ્રવાસ શરૂ કર્યું હતું. ડબ્બામાં મુસાફરોની ચિક્કાર ભીડ વચ્ચે રાધા ઓળખીતો કોઈ ચહેરો હોય તો તેને શોધી કાઢવા ચારેબાજુ નજર દોડાવી રહી હતી. પરંતુ બધાં ચહેરા અજાણવા જ હોવાનો ખ્યાલ આવી જતાં તેણે ઘડીભર હાશકારો અનુભવ્યો હતો. આ ટ્રેન છેલ્લે ક્યા સ્ટેશને પહોંચશે તેની રાધાને કાંઈજ ખબર ન હતી. ધસમસતી ટ્રેનનો ધમધમાટ, ક્યારેક વ્હીસલની તીણા અવાજની રફતાર સાથે રાધાના દિલો-દિમાગમાં પણ હવે શું થશે ? તેવા પ્રશ્નનો ઝંઝાવત મચી ગયો હતો. મા-બાપના સાહજીક ઠપકાથી નારાજ બનીને ઘર છોડવાની મહાભૂલ કરી બેસેલ રાધાની આગળની વીતક વ્યથા પૂર્વે રાજકોટમાં શું બની ગયું તેનો ચિતાર ઉલ્લેખનીય છે.
નાદાન દીકરી ઘર છોડીને નાસી છૂટી હોવાની બીજા દિવસની સવારે જાણ થઈ ત્યારે મા-બાપ ઉપર આભ તૂટી પડ્યું હતું. સગાંસબંધીને સાથે રાખીને તેમણે રાજકોટ શહેરમાં ઠેરઠેર શોધ ચલાવી હતી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું. છેવટે દુઃખી થઈ ગયેલા માતા-પિતાએ રાજકોટ પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. સ્થાનિક પોલીસે ‘એક ઔર છોકરી ફરાર થઈ ગઈ...!’ તેમ માનીને ‘મીસીંગ પર્સન’ના રજીસ્ટરમાં નોંધ ટપકાવીને વિલાપ કરી રહેલા માતા-પિતાને ‘તમારી દીકરી ઘેર પાછી આવી જશે...!’ તેવો ચીલાચાલુ જવાબ સંભાળીને રવાના કરી દીધા હતા.
આ પછી તો દિવસ ઉપર દિવસો પસાર થવા લાગ્યા હતા પરંતુ રાધાના ક્યાંયથી કોઈ સમાચાર મળ્યા ન હતા. હવે દીકરીનું ક્યારેય મોં જોવા નહીં મળે તેવું મા-બાપને પણ હળવે-હળવે મનમાં ઠસવા લાગ્યું હતું. આમ છતાં રાધાની ભાળ મળી કે નહીં તે જાણવા માટે પોલીસ મથકના પગથિયાં તેમણે ઘસી નાંખ્યા હતા. આંખોમાંથી હવે તો આંસુ પણ સુકાઈ ગયા હતા અને તેના સ્થાને રાધાના અમંગળની એંઘાણી આપતા બિહામણા દ્રશ્યો તરવરવા લાગ્યા હતા.
આવી હાલત વચ્ચે એક દિવસે ટપાલીએ રાધાના ઘરના આંગણમાં પોસ્ટકાર્ડ ફેંક્યું હતું. પિતાએ પોસ્ટકાર્ડમાંના ગરબડીયા અક્ષરોનો અર્થ પામવાની કોશિશ કરી ત્યારે કાંઈક જાણવા મળ્યું. મહાનગર મુંબઈમાં રહેતી અને ‘વકીલ’ તરીકે પોતાની ઓળખ જાહેર કરનાર આ વ્યક્તિએ રાધાના પિતાને સંક્ષિપ્તમાં લખ્યું હતું કે- ‘‘મુંબઈના ‘રેડ લાઈટ’ એરિયાથી કૂખ્યાત એવા વિસ્તારમાં પુષ્પાબાઈના કોઠા ઉપર હું તમારી દીકરી રાધાને મળ્યો હતો. રાધાએ તેની કરમ કહાણી ચોધાર આંસુ વહાવતા મને કહીને આ નર્કાગારમાંથી છોડાવવા વિનંતી કરી હતી. તેની પાસેથી મળેલા સરનામાના આધારે મેં તમને પોસ્ટકાર્ડ લખ્યું છે. રાજકોટ પોલીસની મદદ લઈને તમને દીકરીને કસાઈવાડામાંથી છોડાવવા મારી નમ્ર અરજ છે...!’’
આ પોસ્ટકાર્ડની હકીકત જાણ્યા પછી રાધાના પિતા તેમના એકાદ-બે પરિચિતને સાથે લઈને મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈના ‘રેડલાઈટ’ એરિયામાં દેશના પ્રાંત-પ્રાંતની સેંકડો બદનસીબ કિશોરીઓ કોઠાવાળીઓની કેદમાં જકડાઈ બની તેમાંથી રાધાની ભાળ મેળવવી તે આસાન ન હતું. પુષ્પાબાઈ ઉર્ફે પુષ્પા માસીના અડ્ડાના સંબંધમાં પૂછપરછ કરી પરંતુ આ વિસ્તારના કેટલાક ‘લુખ્ખા-ભડવા’ તત્વોના ભયથી ગભરાઈને તેઓ ખાલી હાથે રાજકોટ પાછા ફર્યા હતા.
હવે તો રાજકોટ પોલીસની મદદ મેળવ્યા વગર રાધાને પાછી મેળવવી કઠિન વાત બની ગયાનો ખ્યાલ આવી જતાં ગરીબ પિતા ‘વકીલ’ નામધારી વ્યક્તિએ લખેલ પોસ્ટકાર્ડને સાથે રાખીને રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નર પી.એલ. જાનીને મળ્યા હતા. અને પોતાની રાંક દીકરીને નરકમાંથી છોડાવવા હાથ જોડીને વિનંતી કરી હતી. પોલીસ કમિશ્નર શ્રી જાનીએ રાજકોટ શહેર પોલીસની ગૂનાશોધક શાખાના તત્કાલીન પોલીસ ઈન્સપેક્ટર શ્રી બી.કે. પુરોહિતને ત્વરિત બોલાવીને ગમે તે ભોગે રાધાને કુટ્ટણખાનામાંથી બચાવી લેવા જે કાંઈ કાર્યવાહી જરૂરી જણાય તે પૂરી કરવા તાકીદ કરી હતી.
આ પછી પોલીસ ઈન્સપેક્ટર બી.કે. પુરોહિત ગૂનાશોધક શાખાની ટીમ સાથે મુંબઈ પહોંચી ગયા હતા. જ્યાં વેશ પરિવર્તન કરીને રેડ લાઈટ એરિયાની ચહલપહલની માહિતી એકત્રિક કરવાની કવાયત શરૂ કરી હતી. આ વિસ્તારમાં દેહવિક્રયના કારોબારમાં દલાલનું કામકાજ કરતા કેટલાક દલાલોની પણ પૂછપરછ કરી હતી. જેમાં પુષ્પાબાઈના અડ્ડા ઉપર ખિલતી કળી જેવી ખુબસૂરત છોકરીઓ મળી રહેશે તેવી માહિતી બાદ દલાલ સાથે સોદાની પતાવટ કરીને ગ્રાહકનો સ્વાંગ સજીને પુષ્પાબાઈના કોઠા ઉપર પોલીસ પહોંચી ત્યારે જે સમાચાર જાણવા મળ્યા તેનાથી ક્ષણિક આઘાત અનુભવાયો હતો. પુષ્પાબાઈ આ ખોલી ખાલી કરીને તેની સાથેની દશેક છોકરીઓને સાથે લઈને બીજા કોઈ સ્થળે ચાલી ગઈ હોવાની હકીકત જાણવા મળી ત્યારે બી.કે. પુરોહિત હવે પુષ્પાબાઈને ક્યાં શોધવી તે પ્રશ્ને અવઢળમાં મૂકાઈ ગયા હતા.
આમ છતાં તેમણે ત્યાં સ્ટાફે મુંબઈ આવ્યા છીએ તો કામ પૂરુ કરીને જ પાછા ફરીશું તેવી મનમાં મક્કમ ગાંઠ વાળી લીધી હતી. આખરે રંડી બજારમાં દલાલોનો એક પછી એક સંપર્ક સાધતા પોલીસને પુષ્પાબાઈનું નવું સરનામું જાણવા મળ્યું હતું. મુંબઈના બહુમાળી એવા વિશાળ એપાર્ટમેન્ટ પૈકીનો એક ફલેટ રાખીને પુષ્પાબાઈએ ધંધો શરૂ કર્યો હતો. હવે દશ-દશ માળ ધરાવતા એવા અડધો ડઝન વીંગવાળા મહાલયમાંથી પોલીસ ઈન્સપેક્ટર પુરોહિતે છેવટે પુષ્પાબાઈનો ફલેટ શોધી કાઢ્‌યો હતો. તેઓ તેમના સાથીદાર પોલીસ હેડકોન્સ્ટેબલને સાથે લઈને ઘરાક બનીને ફલેટ ઉપર પહોંચ્યા હતા. આગંતુકને સ્મિત રેલાવતા કેવી છોકરી પસંદ છે ? તેવી સાહજીક પૂછપરછ કરી હતી. આ પછી તેણે દશેક છોકરીઓને રજુ કરી હતી. રાજકોટ શહેરમાંથી નીકળતા પહેલા ઈન્સપેક્ટર બી.કે. પુરોહિતે રાધાનો ફોટોગ્રાફ પણ સાથે જ રાખ્યો હતો. આથી આ દશ છોકરીમાંથી રાધાને તેમણે તુરત જ ઓળખી લીધી હતી. પુષ્પાબાઈના હાથમાં રૂપિયા સોના દરની કેટલીક નોટો પકડાવીને તેઓ રાધાને લઈને માંડ-માંડ બે માણસ સમાઈ શકે તેવી અંધારી ઓરડીમાં ગયા હતા. જ્યાં તેઓએ રાજકોટની પોલીસ તરીકે પોતાની ઓળખ આપીને અને તેને નરકમાંથી છોડાવવા આવ્યા છીએ તેવી હૈયાધારણા બંધાવી હતી. છેલ્લાં કેટલાક મહિનાઓથી હવસખોરોની શયતાની હવસમાં ચૂંથાઈ રહેલી પીંખાઈ રહેલી રાધા ત્યારે પોલીસને પોતાના ઉઘ્ધારક સમજીને તેમને બાઝી પડીને મુંગુ રૂદન કરવા લાગી હતી. આ પછી રાધાને ધીરજ ધરવાની ધરપત બંધાવીને બન્ને બહાર નીકળ્યા હતા. હવે મુંબઈ પોલીસની મદદ આવશ્યક હોવાથી પોલીસ ઈન્સપેક્ટર બી.કે. પુરોહિતે દાદર પોલીસ મથકમાં પહોંચીને સવિસ્તૃત વિગતો રજુ કરીને કુટ્ટણખાનાની માલકિન પુષ્પાબાઈના વિરૂઘ્ધમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. દાદર પોલીસે પુષ્પાબાઈની ધરપકડ કર્યા બાદ રાધાને વેચી નાખનાર દલાલને પણ શોધી કાઢ્‌યો હતો. હવે રાધાને નરકમાંથી હેમખેમ છોડાવી લીધી તેવા સંતોષ સાથે પોલીસ ટીમ તેને સાથે લઈને રાજકોટ પાછી ફરી હતી. જ્યાં આટલા દિવસોથી દીકરીની દુર્દશાના ભયાનક વિચારોથી ફફડી રહેલા મા-બાપના હાથમાં રાધાનો હાથ સોંપ્યો હતો.
બીજી બાજુ રાજકોટ શહેરમાં ત્યારે રાધાના રહસ્યમય રીતે ગૂમ થઈ જવાના ચકચારભર્યા કેસ મુંબઈની સેશન્સ અદાલતમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશ રાજકોટ પોલીસના તપાસ અધિકારીએ રજુ કરેલા તમામ પુરાવા જ્યા સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખીને રંડીબજારના એક અડ્ડાની માલકિન પુષ્પાબાઈ ઉર્ફે પુષ્પામાસી તથા રાધાના વેચાણનો સોદા પતાવનાર દલાલને ગૂનેગાર ઠરાવી ૧૪-૧૪ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
રાજકોટમાં પોતાના માવતરના ઘરમાં તે અંધારી રાત્રે શાંત ઝરૂખામાં બેસીને મૂંગુ રૂદન કરી રહેલી રાધા તેની ભૂતકાળની કમનસીબીના અંધકારને ઉલેચવાની કોશિશ કરી હતી. મુંબઈના રંડીબજારમાં જુદા જુદા કોઠામાંથી ગૂંજી રહેલા ફિલ્મી ગીતો પૈકીના એક ગીતની કડીઓ રાધાના મનમાં ધુમરાઈ રહી હતી. જેના શબ્દો હતા-
યહાં તો હર ચીઝ બીકતી હૈ...!
બાબુજી તુમ ક્યા-ક્યા ખરીદોગે... લાલાજી તુમ ક્યા-ક્યા...!!

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved