Last Update : 08-August-2012, Wednesday

 
મઝા તોજ આવે જ્યારે માઈન્ડ રીલેક્ષ હોય
ચેતના

બે ચાર મિત્રો ચાલતાં ચાલતાં વાતો કરતાં હતાં. વાતવાતમાં જ એકે બીજાને કહ્યું, ‘‘મઝા તોજ આવે જ્યારે માઈન્ડ રીલેક્ષ (મન શાંત) હોય.’’ વાક્ય ખુબ જ સીઘું સાદું છે. આપણે દરરોજ લગભગ આ વાક્યનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. જેમકે ‘‘મનમાં શાંતિ નથી’’ ‘‘ટેન્શન રહ્યા કરે છે’’ ‘‘મગજ જો શાંત હોય તો આ કામ કરી શકત.’’ ક્યાંય મનની શાંતિ મળતી નથી. આ કચકચથી કંટાળી ગઈ છું. આના કરતાં જ્યાં મનની શાંતિ મળતી હોય ત્યાં જતી રહું.
મનની શાંતિ-શરીર માટે ખૂબ જ અગત્યની તેમજ ગંભીર બાબત છે. સવારે ઉઠતાંની સાથે જ મન શાંત હોવું જરૂરી છે. ઘણા લોકો ફરિયાદ કરતાં હોય છે કે ઉઠવાની ઇચ્છા જ થતી નથી. ‘‘આખો દિવસ સુવાની ઇચ્છા થયા કરે છે.’’ ‘‘આ સવાર ક્યાં પડી,’’ જેમ તેમ ચા-પાણી નાસ્તો અને સવારની ક્રિયાઓ પતી જાય, ત્યારબાદ બપોરે જમવાંમાં પણ એવું જ થાય કે, ‘‘ભુખ નથી’’ ‘‘ખાવાની ઇચ્છા થતી નથી’’ ‘‘આ તો કાંઈ ખાવાનું છે- કાંઈ ટેસ્ટ જ આવતો નથી.’’ સાંજ પડે ત્યારે આખું શરીર થાકીને લોથપોથ થઈ ગયું હોય. જાણે કેટલુંય કામ કરીને આવ્યા હોય અને કેટલીય મજુરી કરી હોય તેમ આવતાંની સાથે જ લંબાવી દેવામાં આવે છે. બાકી હોય તેમ ઘરની વ્યક્તિઓ ઉપર અકારણ ગુસ્સો આવી જાય છે. બહાર કોઈ અવાજ કે ઘોંઘાટ કરતું હોય તો ના ગમે - દરેક વાતમાં કંટાળો આવે. રાત્રે જમવામાં પણ એવું જ ‘‘ભૂખ નથી આનાં કરતાં ના જમવું સારૂં.’’ બહાર જવાની વાત આવે તો ‘‘આજે મુડ નથી’’ ‘‘કાલે જઈશું.’’ વિ.વિ. કહીને બહાર જવાનું ટાળવામાં આવે છે. રાત્રે ઊંઘમાં પણ એજ વાત ‘‘બરાબર ઉંઘ આવતી નથી’’ ‘‘વિચારો ચાલુ ને ચાલુ જ છે.’’ ભયાનક સ્વપ્ના આવે છે.
આમ આખો દિવસ-સવારથી રાત સુધી મનમાં અશાંતિ રહ્યા કરે છે. ક્યાંય ચેન પડતું નથી. ક્યાંય શાંતિ મળતી નથી. બધાને જોઈને ઇર્ષ્યા થયા કરે છે. હસવાની ઇચ્છા થાય પણ હસાતું નથી. રડવાની ઇચ્છા થાય તો રડાતું નથી. સતત મનમાં અજંપો, બેચેની, ઉદાસીનતા, ડર, ભય, નકારાત્મક વિચારો રહ્યા કરે છે.
શરૂઆતમાં જેમ કહ્યું, ‘‘મઝા તોજ આવે જ્યારે મન શાંત હોય.’’ વ્યક્તિની તમામ ખુશાલી, આનંદની લાગણી, મનની પ્રફુલ્લિતા, તોજ આવે છે જ્યારે તેનું મન રીલેક્ષ હોય. દુનિયાની તમામ પ્રકારની સગવડતા, સાધનો, હોય પરંતુ મનની શાંતિ ના હોય તો સગવડોને ભોગવી શકાતી નથી. એમ આપણે બધા જ સમજીએ છીએ.
મનની અશાંતિના ઘણા બધા કારણો હોય છે. પરંતુ બે મુખ્ય પ્રકાર છે. એક તો વ્યક્તિ જાતે જ અશાંતિ ઉભી કરે છે. વ્યક્તિના અમુક ચોક્કસ પ્રકારના સ્વભાવને કારણે મનની શાંતિ હણાઈ જાય છે. પરંતુ તેનો સ્વીકાર કરવાને બદલે અશાંતિનાં કારણનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. જ્યારે બીજા પ્રકારની અશાંતિ-અમુક ચોક્કસ પ્રકારની માનસીક બીમારીના કારણે થતી હોય છે. બંને પ્રકારની અશાંતિ દૂર થઈ શકે છે. મનોઉપચાર દ્વારા મનની શાંતિ લાવી શકાય છે. મનોચિકિત્સામાં અશાંત વ્યક્તિને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેનું મનોવિશ્વ્લેષણ કરવામાં આવે છે. જરૂર જણાય તો શરૂઆતના ગાળામાં દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ધીરજપૂર્વક કરવામાં આવતી સારવાર દ્વારા ચોક્કસપણે મનની શાંતિ મળી શકે છે અને જીંદગીની મઝા માણી શકાય છે.
- હિતેન્દ્ર ગાંધી

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved