Last Update : 08-August-2012, Wednesday

 

પાડોશી સાથે પ્રીત બાંધી બેઠેલી પરિણીત પુત્રવતી યૌવનાનો આતમરામ પાંત્રીસ વરસે જાગી ગયો છે ઃ ‘હું શું કરું?’

અસમંજસ - જોબન પંડિત
- આ પ્રેમ નથી, બે રોગીષ્ટ દિમાગવાળાં પાત્રોના મનનો કબજો લઇ બેઠેલી વાસના છે! આવા ‘ગંધાતા’ સંબંધો બાંધવાની શી જરૂર હતી?

પંડિતજી, મારું નામ મોક્ષદા છે. પાંત્રીસ વરસે પણ હું રૂપાળી કહી શકાઉં એવી છું. મેં મારા યૌવનને જાળવ્યું છે. હું અહીંની એક ઓફિસમાં નોકરી કરું છું. મારે એક પુત્ર છે ને અહીં હું પતિ તથા સાસુ-સસરા સાથે રહું છું. તમને લાગશે કે આમાં સમસ્યા ક્યાં આવી? પણ સર, સમસ્યાની વાત જ હું કરવા માગું છું.
સર, મારાથી એક મોટી ભૂલ થઇ ગઇ છે ને ભૂલને કારણે આજે પણ હું મોટી મૂંઝવણ અનુભવું છું. મારી નજીકની સોસાયટીમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે મારે ‘અંગત સંબંધ’ થઇ ગયો છે. અને અમારો આ ‘છાનો સંબંધ’ છેલ્લા પાંચ વરસથી ચાલે છે. વળી અમારા બંનેના કુટુંબો એકમેકને ઓળખે છે ને બંને પરિવારો વચ્ચે સારા સંબંધો છે. વળી તે (શ્રીકાન્ત) અને હું એક જ ઓફિસમાં નોકરી કરીએ છીએ. મેં તેમની બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે.
મારા પતિ હેમલ બહુ જ સારા સ્વભાવના છે. હું શ્રીકાન્ત સાથેના સંબંધમાંથી નીકળી જવા માટે છેલ્લા છ માસથી પ્રયાસો કરી રહી છું, પણ તેઓ મને છોડવા માગતા નથી ને મને કહે છે કે ઃ ‘તેં મારી જંિદગી બગાડી છે.’ તેમનાં પત્ની અને મમ્મીને આ વાતની ખબર છે, પણ કદાચ બઘું નહિ જાણતાં હોય. શ્રીકાન્તે મને ઘણીવાર કહ્યું છે કે ઃ ‘હું ધારું તો આ દુનિયામાં તને બદનામ કરી નાખું, પણ હું સારી વ્યક્તિ છું.’ શ્રીકાન્તના મત પ્રમાણે હું એમની જંિદગી સાથે રમત રમી ગઇ છું કારણ? છેલ્લા કેટલાક સમયથી હું એમની ઈચ્છા પૂરી કરી શકતી નથી. મારા મનમાં કશ્મકશ ચાલે છે. મને મારી ભૂલ સમજાઇ ગઇ છે. મારે પણ સમાજમાં જીવવું છે પણ કેમ જાણે હું આમાંથી બહાર નથી નીકળી શકતી!
મેં ઘણીવાર એમને સમજાવ્યા પણ તેઓ સમજવા તૈયાર જ નથી. એમના કહેવા મુજબ તેઓ તેમની ફેમિલીને રાખે ને મારે પણ તેમની સાથે રહેવું. પણ શું હું રમકડું છું? મને ક્યારેક એમ પણ થાય છે કે મારા પતિને બધી જ વાત કહી દઉં, પણ મારી જીભ નથી ઉપડતી. મારા પતિનું સમાજમાં બહુ જ ઊંચું સ્થાન છે. શ્રીકાન્ત મને ઊઘાડી પાડીને બદનામ કરવાની વાત કરે છે, ને જો તેઓ એમ કરશે તો મારું, મારા પતિનું અને મારા સંતાનનું શું થશે?
જો હું મારા પતિને બઘું જ કહી દઉં તો તેઓ મને કાઢી મૂકે. તો મારા પુત્ર અને મારા મા-બાપનું શું થાય? તેમને તો જીવતે જીવ મરવાનો વારો આવે. આપનું શું કહેવું છે, પંડિતજી?
હા, પંડિતજી, શ્રીકાન્ત ઘણીવાર કહે છે કે, ‘હું તારું ઘર બરબાદ કરવા નથી માગતો!’ પણ તેઓ જીદ છોડવા માગતા નથી. પંડિતજી, મારી કોઇ ફ્રેન્ડને કહી શકું બઘું, તમે શું કહો છો? ફ્રેન્ડ મને મદદ કરશે ખરી? પંડિતજી, મને જલદીથી રસ્તો બતાવજો.
- મોક્ષદા (નડિયાદ)
મોક્ષદા, તારી જંિદગીની સ્લેટમાં તેં એકડો જ ખોટો ધૂંટ્યો છે, પછી પસ્તાવાનો જ વારો આવે, એમાં નવાઇ જેવું નથી. તું લખે છે તેમ તારે પુત્ર છે, ને તારા પતિ પણ સારા સ્વભાવના છે, તમારું દાંપત્યજીવન પણ પ્રસન્નતાના પમરાટવાળું હતું, તો પછી પરપુરુષ સાથે પ્રીત કરવાની જરૂર જ ક્યાં હતી? શું શ્રીકાન્તે તારા પર બળજબરી કરી હતી અથવા પટાવી હતી? નોંધી લે મોક્ષદા કે, સ્ત્રીની ઈચ્છા ન હોય તો પરપુરુષ કશું જ ન કરી શકે! તારા પર બળાત્કાર તો થયો જ નથી, તેં માત્ર રાજીખુશીનાં ગણિત જ માંડ્યાં છે.
શ્રીકાન્ત એક તો તારો પડોશી, બેય પરિવારો સાથે મીઠા સંબંધો અને પરિવારના સભ્યો સાથે ગાઢ ઓળખાણ- તો પછી તારે પ્રેમની, ના પ્રેમની જ નહિ, વાસનાની પગદંડી પર પગલાં માંડવાની ક્યાં જરૂર હતી? તેં પતિનો વિચાર ના કર્યો, અરે, તારા પુત્રનો પણ વિચાર ન કર્યો ને પરપુરુષને તાબે થઇ ગઇ? આમાં હું માત્ર શ્રીકાન્તનો જ દોષ જોતો નથી, તું પણ એટલી જ આરોપીના પાંજરામાં ખડી છે! સાથે નોકરી કરતાં હોઇએ એટલે શું આવા કામસંબંધો બાંધી દેવાના? યૂ આર ઈન ધ રોન્ગ બૉક્સ, મોક્ષદા!
હવે મૂંઝાય છે તું.. હવે તારામાં સમજણ ઊગી છે. તે તને બદનામ કરવાની ગર્ભિત અને સૂચક ધમકી પણ આપે છે, ને તું ચંિતામાં પડી ગઇ છે, રાઈટ? શું કામ ચંિતા કરે છે, મોક્ષદા? શ્રીકાન્ત તો માત્ર પોલો ધોકો પછાડી રહ્યો છે. એ તને છોડવા માગતો નથી. એના મલિન આશયને તે બરકરાર રાખવા માગે છે. બાકી માત્ર તારી જ બદનામી થાય? એની બદનામી ન થાય? જો બેટી, ‘હું એવું નહિ કરું, હું સારો માણસ છું’ એમ કહીને તે વાતને ભલે વાળી દેતો હોય, પણ એને ડર તો છે જ ઃ ‘મારી બદનામી થશે તો? સમાજ ધિક્કારશે તો? નોકરીમાં જોખમ ખડું થશે તો?’ તું નચંિત રહે. શ્રીકાન્ત એવું કશું જ નહિ કરે, કરી પણ નહીં શકે. કારણ કે તે એટલો જ કુકર્મનો ભાગીદાર છે... પણ એક વાત કહું, બેટી? મોડે મોડે ય તને તારી ‘ભૂલ’ સમજાણી, એ બદલ હું તને ધન્યવાદ આપું છું... કોઇને કહેવાની જરૂર નથી. ખોટી કલ્પનાઓ કરવાની જરૂર નથી. તારા પતિને વાત ન કરીશ, નહિતર તારી જંિદગી બગડી જશે ને નાજુક હૃદયવાળાં તારા મા-બાપ આ બાબત સહન નહીં કરી શકે! ને તારો પુત્ર?
મને લાગે છે કે એ પણ હવે મોટો અને સમજણો થઇ ગયો હશે! તારા બદકૃત્યની વાત એ જાણશે તો એના પર ખૂબ ખરાબ અસર પડશે. એવું મૂર્ખામીભર્યું પગલું ન ભરીશ, બેટી! તારા પતિ સુધી સ્વયં તારા દ્વારા કે તારી ફ્રેન્ડ દ્વારા આ ‘ગંધાતી ગોબરી’ વાત પહોંચાડવાની જરૂર નથી. આત્મા તારો જાગી ગયો છે.. તો આગળ વધ.. શ્રીકાન્ત તને બદનામ નહિ કરી શકે. કારણ કે પાપનાં બે ભાગીદારો કદી એકમેકની ‘બદનામી થાય તેવી કામકેલીયુક્ત વાત’ કદી ન કરે! ઉલટું સમાજ અને કાયદો એને જ વધારે દોષી માનશે. લોકોની સરેરાશ વિચારધારા સ્ત્રીતરફી જ રહેતી હોય છે, પુરુષનો જ ગુનો પહાડ જેવડો સૌને દેખાતો હોય છે! દીકરી! તેં નિશ્ચય કરી જ લીધો છે તો ભયમુક્ત બની જા. શ્રીકાન્તનો ડર તારા મનમાંથી કાઢી નાખ. એટલી સસ્તી ન બની જા કે શ્રીકાન્ત આજીવન તારા પર અધિકાર જમાવે, સમજી? ચોક્ખી ના પાડી દે. શ્રીકાન્ત જો બદનામ કરવાની (પોકળ) વાત કરે તો રણચંડી બનીને કહી દે જે ઃ ‘હવે મારી નજીક પણ ન આવતા. તમારાથી થાય તે કરી લો.’
કશું જ નહિ થાય.
કશું જ નહિ કરે, શ્રીકાન્ત!
એ કાયર છે.. કારણ કે મર્દ થઇ, ભરપૂર ભોગવ્યા પછી એક સ્ત્રીને પરોક્ષ ધમકી આપવી એ માત્ર ને માત્ર કાયરનું કામ છે. પણ તું ન ઝુકતી.. ખોટા માર્ગે ભલે પગલાં પડી ગયાં, સમજણ આવી છે તો પાછી વળી જા, બેટી! તારા સંસારમાં ગોઠવાઇ જા. તારા પુત્રમાં ખોવાઇ જા. એક ‘બૂરું સ્વપ્ન’ માનીને વચ્ચેના ‘બદહવાસ સમયટુકડા’ને ભૂલી જા, બેટી! સંપૂર્ણપણે તારા પતિની-પુત્રની અને પરિવારની બની જા!

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved