Last Update : 08-August-2012, Wednesday

 

જાતીય શક્તિ વધારી પુત્ર ગર્ભની વધામણી આપતા ઔષધો

આરોગ્ય ગીતા

આપણા શાસ્ત્રોમાં જીવૈષણા, ધનૈષણા અને પરલૌકેષણાની જેમ ‘પુત્રૈષણાં’ને પણ એક સહજ ઈચ્છા તરીકે સ્વીકારી છે. જીવવાની ઈચ્છા જેટલી પ્રબળ હોય છે, એટલી જ ક્યારેક સંતતિની ઈચ્છા પણ પ્રબળ બને છે. બે-ત્રણ પુત્રીઓ હોય અને પુત્ર ન થતો હોય એના માટે આયુર્વેદમાં ‘પુંસવન વિધિ’નો પ્રયોગ પણ આપેલો છે.
આયુર્વેદમાં વંઘ્યત્વ, શીઘ્રસ્ખલન, પુત્રપ્રાપ્તિ અને વારંવાર થતા ગર્ભસ્રાવ વગેરે રોગો માટે અનેક સિદ્ધ ઔષધો આપેલા તેમાંથી અહીં એક અલ્પ પ્રચલિત છતાં અતિ સરળ એવો ‘પુત્રદાતા યોગ’ રસ ધરાવતા વાચકો ઈચ્છે તો ઘરે પણ બનાવી શકે એવા હેતુથી નિર્માણ વિધિ સહિત આપું છું.
ઘરે પણ બનાવી શકો છો ઃ
એક પાણીદાર પાકું નાળિયેર લઇ છોતરાં કાઢી આંખ હોય ત્યાં છિદ્ર કરી ગોળાની અંદરથી પાણી કાઢી નાખવું. પછી તેની અંદર ખાખરાના ગુંદરનું ભરી શકાય તેટલું (લગભગ ૧૦૦ ગ્રામ જેટલું) ચૂર્ણ ભરી છિદ્રબંધ કરી કપડમટ્ટી કરવી. તે માટે એકાદ આંગળ જાડો મુલતાની માટીનો લેપ કરવો. ઉપર ભીની કરેલી મુલતાની માટીવાળા ચીંથરાં વીંટવાં. એક થર મુલતાની માટીવાળાં ચીંથરાનો અને બીજો માત્ર તે ભીની ઘટ્ટ માટીનો જાડો લેપ કરવો. આ પ્રમાણે સાત વાર કપડમટ્ટી કરી તડ કે સૂકાઇ ગયા પછી પુટપાક વિધિથી ધીમા તાપ પર છાણાની વચ્ચે મૂકી લાલચોળ થાય ત્યાં સુધી બાળવું. ઠરી ગયા બાદ અંદરનું ચૂર્ણ અને બળી ગયેલ નાળિયેરનો ગર્ભ કાઢી બરાબર ખાંડી ઝીણું ચૂર્ણ બનાવવું... એ પછી તેનું વજન કરી (લગભગ ૫૦ ગ્રામ થશે.) તેટલા જ પ્રમાણમાં દળેલી ખાંડ કે સાકરનું ચૂર્ણ મિક્સ કરી કાચની બાટલીમાં ભરી લેવું.
સવાર સાંજ દૂધ સાથે આ ચૂર્ણ બેથી ચાર ગ્રામ લેવું. એનું નિયમિત રીતે (પરિણામ મળે ત્યાં સુધી) એકધારું સેવન કરવાથી ગર્ભસંબંધિત સમસ્ત વિકાર દૂર થઇ ગર્ભની પુષ્ટી થાય છે અને સ્વસ્થ સુંદર પુત્રની ઉત્પત્તિ થાય છે એવું શાસ્ત્રકારનું આશ્વાસન છે. કોઇપણ નિઃસંતાન સ્ત્રીપુરૂષ આનું સેવન કરી શકે છે. સગર્ભા સ્ત્રી પણ જો આ ઔષધનું સેવન કરે તો સુંદર પરિણામ આવે છે.
એક બીજો ઔષધ પ્રયોગ આ પ્રમાણે છે ઃ
શતાવરી, ગોખરુ, છોતરા કાઢી નાખેલા તલ અને ભોંયકોળુ (વિદારીકંદ) આ ચારે ઔષધો એંસી એંસી ગ્રામ, ગળો એકસો પચાસ ગ્રામ, સાકર પાંત્રીસ ગ્રામ, ત્રિકટુ એટલે કે સૂંઠ, મરી અને પીપર ત્રણે સરખે ભાગે મેળવી ચાલીસ ગ્રામ લેવું, વારાહી કંદ (ડુક્કર કંદ) અને ચિત્રક મૂળ બન્ને સો સો ગ્રામ તથા શુદ્ધ ભિલામો એક સો સાઠ ગ્રામ, આ બઘું બારીક ખાંડી, બરાબર ચાળીને એક બરણીમાં ભરી લેવું. તેમાંથી એકથી બે ગ્રામ ચૂર્ણ, પાંચ ગ્રામ ઘી અને દસ ગ્રામ મધમાં મેળવી સવાર સાંજ ચાટી જવું. ઉપર અઢીસો મિ.લિ. જેટલું દૂધ પી જવું. આ પ્રયોગ ઓછામાં ઓછો એક માસ તો કરવો જ. ત્રણ માસ સુધી પણ ચાલુ રાખી શકાય. શાસ્ત્રીય ગ્રંથોમાં આ ઔષધ દસથી વીસ ગ્રામ સુધી લેવાનું લખ્યું છે. પણ ઘી દૂધના અભાવ વાળા આ યુગમાં એટલી માત્રા કદાચ મુશ્કેલીમાં મૂકે. આથી વર્તમાનકાળને લક્ષમાં રાખીને જ અત્રે પ્રમાણ આપ્યું છે. આ ચૂર્ણમાં (શુદ્ધ) ભિલામો આવતો હોવાથી જાણકાર ચિકિત્સકની સલાહ મુજબ પોતાની વય અને પ્રકૃતિનો વિચાર કરી ઔષધ સેવન કરવું. પિત્તપ્રકૃતિ વાળાએ અને વાતાવરણમાં ગરમી હોય ત્યારે દૂધ ઘીનું પ્રમાણ વધારવું.
આ ઔષધ ઉત્તમ વાજિકરણ હોવાથી વીર્યવર્ધક અને કામશક્તિને પ્રબળ કરનાર છે. ‘રસાયન’ પણ છે. એના નિયમિત સેવનથી જૂની શરદી, પેટના રોગો, અર્શ, ચામડીના દરદો, પ્રમેહ તેમજ પાંડુ રોગમાં પણ ઉત્તમ પરિણામ મળે છે.
સતત બે-ત્રણ માસ સેવન કરવાથી વાળ ખરતા હોય તો અટકે છે અને અકાળે સફેદ થતા હોય તો તેમાં પણ ફાયદો થાય છે. રાંઝણમાં પણ તેનો ઉપયોગ પ્રશસ્ત છે. તેના વિધિવત્ સેવનથી સિંહ જેવા પુત્ર (નર) રત્નની પ્રાપ્તિ થાય છે એવું પણ ગ્રંથકારે સ્પષ્ટ કહ્યું છે.
ઘરે બનાવવા જેવો એક શક્તિ તથા વીર્યવર્ધક પાક ઃ
ગાંધીને ત્યાંથી એક કિલો સારાં સળ્યા વિનાનાં કૌચાંબીજ લાવી ગરમ પાણીમાં (અથવા તો દૂધમાં) બાફી, ફોતરા કાઢી, લૂછી, સૂકવીને ચૂર્ણ બનાવી લેવું. એ ચૂર્ણમાં બસો ગ્રામ ગાયનું ઘી મેળવી ધીમા તાપે શેકી નાખવું. દાણો પડે અને સહેજ રતાશ પકડે ત્યાં સુધી શેકવું. દોઢ કિલો દળેલી સાકરની ચાસણી કરવી. ચાસણી પાકે અને તાર થવા માંડે એટલે કૌચાંનો માવો અને સાડા પાંચ લિટર દૂધ તથા બસો ગ્રામ બીજું ઘી મેળવી મંદાગ્નિ ઉપર પકાવવું. હલાવતાં હલાવતાં કડછીને ચોંટે એવું જાડું થાય એટલે એમાં જાયફળ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલ પત્ર, એલચી, લવિંગ, અક્કલકરો, જાવંત્રી, તાલિમખાનું, કેસર, સારોડી, બળદાણા, નાગબલા (ગંજેરી), કાળી મૂસળી, અફીણ, લોહભસ્મ તથા અભ્રક પ્રત્યેક બબ્બે તોલા (વીસથી પચીસગ્રામ) અને ચંદન, અગર, કસ્તૂરી તથા ભીમસેની કપૂર એ પ્રત્યેક ત્રણ ગ્રામ નાખી પાક સિદ્ધ કરવો.
આમાંથી રોજ સવાર સાંજ વીસેક ગ્રામ (એક ચોસલું) પાકનું સેવન કરવાથી બળ, વીર્ય, તેજ તથા કામશક્તિની વૃઘ્ધિ થાય છે. શરીર પુષ્ટ બને છે અને શીઘ્રસ્ખલન કે નપુંસકતા જેવી તકલીફો પણ દૂર થાય છે. શરીરમાં ફિક્કાશ આવી ગઇ હોય, પાંડુ થયો હોય, તથા ધાતુ ક્ષયમાં પણ આ પાક પરિણામ પ્રદ છે.

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved