Last Update : 08-August-2012, Wednesday

 

ચાર-ચાર અનશન પછી લાધે તેને ડહાપણ કહેવાય કે ભોટપણ?
ટીમ અણ્ણાઃ ભુખ્યા ભજન ન હોય ગોપાલા!

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી
- ‘સુબહ કા ભુલા’ બઘુ ફનાફાતિયા થઈ ગયા પછી નાછૂટકે પાછા ફરે તો ‘ઉસે વાપસ આયા ભી નહિ કહેતે’

‘સત્યનો આગ્રહ એટલે જ સત્યાગ્રહ. મરતાં ય સત્ય ન છોડવું. સત્યનો આ આગ્રહ ઘણો પૂરાણો છે, એમાં કંઈ નવું નથી. સત્યાગ્રહીના આત્મબળ સામે સત્તાએ નમવું પડે.’
આજે તો ગોધરા શબ્દ જ કલંક અને લાંછનનો પર્યાય ગણાય છે પરંતુ નવેમ્બર, ૧૯૧૭માં ગુજરાત રાજકીય પરિષદમાં મહાત્મા ગાંધીએ ‘સત્યાગ્રહ અને દુરાગ્રહ’ વિશે પ્રથમ વખત પોતાના વિચારો રજૂ કર્યા ત્યારે એ સ્થળ ગોધરા જ હતું. આજે ૯૫ વર્ષે એ શબ્દો યાદ કરવાનું કારણ અણ્ણા હઝારે અને અણ્ણા વિશે એક વરસ પહેલાં ચિલ્લાઈ-ચિલ્લાઈને બોલાયેલા સૂત્રો છે, ‘અણ્ણા નહિ યહ આંધી હૈ, દેશ કા દુસરા ગાંધી હૈ’!
અણ્ણા આંધી હોઈ શકે કદાચ પણ દુસરા કે તિસરા કે ચોથા-પાંચમા-છઠ્ઠા ગાંધી થવાની તેમની લાયકાત નથી એ ગત અઠવાડિયે તેમણે જાતે જ સાબિત કરી આપ્યું. ‘રાજનીતિ મેં આયે બિના બદલાવ સંભવ નહિ હૈ તો અનશન મેં વક્ત ક્યોં બરબાદ કરે?’ આવું કહીને અણ્ણાએ તેમના અગાઉના ત્રણેય ઉપવાસની બેરહેમ મજાક ઊડાવી દીધી. છેક હવે તેમને સમજાયું કે ભુખ્યા ભજન ન હોય ગોપાલા! નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૦માં તેમણે પહેલી વાર આંદોલન છેડ્યું ત્યારથી ટીમ અણ્ણાના બે મુખ્ય મુદ્દા હતા. એક, કાનૂન વડે મજબૂત રીતે ગઠિત થયેલ લોકપાલ અને સર્વક્ષેત્રે ભ્રષ્ટાચારની નાબુદી. આ બે માગણીઓ માટે તેમણે સત્યાગ્રહ અને અનશન જેવા ગાંધીપ્રેરિત શસ્ત્રો ઊઠાવ્યા. માથા પર ગાંધીટોપી, ખાદીના ધોતી-ઝભ્ભો, ચહેરા પર ગ્રામિણ ભોળપણ, સત્યાગ્રહ અને અનશન...બસ, ‘બિસલેરી કી બોતલ પી કે બન ગયે ઈંગ્લિસમેન’ની માફક ‘બન ગયે દુસરે ગાંધી’!
પોણા બે વરસથી ચાલતું આ આંદોલન અચાનક જ કંઈક અલગ દિશામાં ફંટાઈ ગયું અને હવે ભ્રષ્ટાચાર, લોકપાલ બઘુ બાજુ પર હડસેલીને અણ્ણા પોતે જ હવે રાજકીય વિકલ્પ બનવા ઘોડે ચડી રહ્યા છે એ સ્થિતિ જેટલી હાસ્યાસ્પદ છે એટલી જ દારૂણ પણ છે. સત્યાગ્રહનો અર્થ જ એ છે કે, એ તમને પોતાને લાધેલું સત્ય છે અને તમારા એ સત્યને જનસમર્થન ન મળે તો પણ તમે એ સત્યને વળગી રહો છે. કેજરીવાલ અપૂરતા જનસમર્થનને ભારતીયોની ઉદાસિનતા ગણાવીને હતાશાવાદી વાતો કરે છે. શાંતિભૂષણ વળી મીડિયાને જવાબદાર ઠેરવતા રામલીલા મેદાનના એ પ્રચંડ દિવસોની યાદમાં સરી જાય છે. આ દરેક ચેષ્ટાઓનો સીધો અર્થ એક જ થયો કે, જેને તમે સત્યનો આગ્રહ ગણતા હતા એ તમારા પોતાને મન જ નિરપેક્ષ સત્ય (એબસોલ્યૂટ ટ્રુથ) ન હતું. જો હોત તો તમે જનસમર્થનની પરવા ન કરી હોત. જો હોત તો મીડિયા તમારી વકિલાત કરે એવી અપેક્ષા તમે ન રાખી હોત. જો હોત તો તમે જયજયકાર કરતી મેદનીની ગેરહાજરીમાં એકલપંડે પણ તમારા સત્યને વળગી રહ્યા હોત.
ટીમ અણ્ણા હવે કહે છે કે, ‘ભૌગોલિક વિશાળતા અને લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય પક્ષ તરીકે જનમત મેળવ્યા વગર બદલાવ લાવવો શક્ય નથી...’ આ વિધાન માટે થોડીક મિનિટો સુધી તો પ્રતિભાવ સુદ્ધાં જડે એમ નથી. હકારાત્મક આશાવદ કહે છે કે, સુબહ કા ભુલા શામ કો ઘર આયે તો ઉસે ભુલા નહિ કહેતે પણ ભલા આદમી, સુબહ કા ભુલા બઘુ ફનાફાતિયા થઈ ગયા પછી નાછૂટકે વિલા મોંઢે પાછા ફરે તો ઉસે વાપસ આયા ભી નહિ કહેતે.
ચચ્ચાર વખત આટલો તાયફો કર્યો ત્યારે અણ્ણા ટીમને આ સમજ આવી? અને જો આટલા ટૂંકા ગાળામાં તેમની સમજ, નાસમજ, અણસમજના કાટલા બદલાતા રહેતા હોય તો એ રાજનૈતિક દળ તરીકે પણ કેટલાં વિશ્વસનીય બની શકે?
ક્રાંતિ એમ ઠાલો ટકોરો મારવાથી નથી આવી જતી. અણ્ણા અને લિનન-કોટનના કપડા પહેરીને ફરતી તેમની ટીમની જનઆંદોલન અંગેની સમજ ઘણી અધકચરી જણાય છે. ગાંધીજી સાથેની સરખામણી ક્યારેક વધારે પડતી લાગે ત્યારે અણ્ણાને જેમની સાથે બેહિચક સરખાવી દેવાય છે એ લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘નેશન બિલ્ડંિગ ઈન ઈન્ડિયા’ પુસ્તકમાં લોકક્રાંતિનો ક્રમ આલેખ્યો છે. ગાંધીજીથી માંડીને માઓ અને વોશંિગ્ટનથી લઈને ચે ગ્વેરા સુધીના જનઆંદોલનના આધારે જેપીએ લખ્યું છે કે, ‘જનઆંદોલન તસુ-તસુ આગળ વધે ત્યારે જ તેની સફળતા સર્વોત્તોમુખી અને લાંબા ગાળાની રહે. જો જનઆંદોલન પ્રત્યેક ક્ષણે મીટર-મીટરના કુદકાં મારતું આગળ વધવા માંડે તો એ જનજુવાળ છે.’ અણ્ણાના આંદોલનના પાયામાં જે વિચાર હતો એ સર્વમાન્ય હતો પરંતુ આંદોલન પાયામાં જે નિષ્ઠા હતી એ સર્વવ્યાપી ન હોવાનું હવે સ્વયં ટીમ અણ્ણા જ સાબિત કરી રહી છે.
વાસ્તવમાં, અણ્ણા સામેના આંદોલન સામે પ્રારંભથી જ અનેક પ્રશ્નાર્થ ખડા થતા રહ્યા છે. સ્વયં અણ્ણા હઝારે કદાચ ચહેરેમોહરે દેખાય છે એવા જ ભોળા વ્યક્તિગત રીતે પણ હશે પરંતુ તેમના સાથીઓ માટે બહુ મોટુ મન રાખીએ તો પણ કહી શકાય તેમ નથી. કારણ કે, આંદોલનના પાયાની ઢીલાશ ભણી આંગળી ચીંધતા સવાલો જ્યારે જ્યારે થયા છે ત્યારે તેને વિવિધ સ્તરે, વિવિધ ટીમ મેમ્બર દ્વારા ‘કોંગ્રેસી સવાલ’ કે ‘સત્તાધારી સાઝિશ’ ગણાવીને ઉતારી પડાયા છે. ગત ઓગસ્ટમાં એક અંગ્રેજી સામયિક દ્વારા આંદોલન ભાજપ પ્રેરિત છે એવો સવાલ થયો ત્યારે તેનો સંતોષકારક જવાબ ન મળ્યો. શા માટે ફક્ત રાજકીય ભ્રષ્ટાચાર સામે જ આંદોલન? શા માટે કોર્પોરેટ ભ્રષ્ટાચાર સામે નહિ? શા માટે પ્રસાર માઘ્યમો સામે નહિ? શા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સામે નહિ? એવા અણિયાળા સવાલો થયા ત્યારે ટીમ અણ્ણાએ છટકબારી જેવા જવાબો આપ્યા કે, ‘એકવાર રાજકીય ભ્રષ્ટાચાર સામે જનલોકપાલ આવી જવા દો, બીજા ભ્રષ્ટાચાર સામે તો પછી પણ લડી લેવાશે’! આ જવાબ સામે પ્રતિસવાલ થયો કે, ‘તમે માંગો છો એવો સર્વશક્તિમાન લોકપાલ આપવા હાલ સરકાર તત્પર નથી તો ચાલો, કોર્પોરેટ ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવીએ’ તેના જવાબમાં છેવટે ટીમ અણ્ણાએ ‘આપ કે સવાલ મેં કિસીકે ઈશારે કી બૂ આ રહી હૈ.. હમ જવાબ નહિ દેંગે’ જેવી પતલી ગલી શોધી લેવામાં આવી.
રાજકીય પાર્ટી રચીને અણ્ણા હવે વિકલ્પ આપવા ધારે છે. પોતે ચૂંટણી નહિ લડે, હાઈકમાન્ડ જેવી સરમુખત્યારી નીતિ-રીતિને બદલે પક્ષના સંચાલનમાં સંપૂર્ણ લોકશાહી વ્યવસ્થા લાવશે આવી બધી મનગમંત અને મનઘડંત જાહેરાતો અત્યારે થઈ રહી છે. ભારત જેવા દેશમાં રાજકીય પક્ષ રચવો આસાન છે પરંતુ રાજકીય પક્ષમાં સહજ ક્રમમાં આવી જતાં દુર્ગુણોથી બચવું આસાન નથી. અણ્ણાની લડાઈ જ્યારે એ દુર્ગુણો સામે જ હોય ત્યારે તો તેમના માટે આ વિકલ્પ પૂરેપૂરો જોખમી છે જ. જનમત કેળવવા માટે, ચૂંટણી લડવા માટે પૈસા ક્યાંથી આવશે? હાલ લોકો પાસેથી જ ભંડોળ એકઠું કરવાની અને તેના હિસાબો જાહેર વેબસાઈટ પર મૂકવાની વાતો તો થાય છે પરંતુ આવી વાતો તો ભાજપ અને કોંગ્રેસ ત્રણ-ચાર અને પાંચ દાયકાથી કરે જ છે.
સીઘુ બાવડું ન મરોડી શકાય એ રીતે દેખીતી પારદર્શિતા દર્શાવાતી પણ હશે પરંતુ અંદરુની હકિકત શું હોય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. સ્વયં અણ્ણા પણ જાણે છે, માટે જ તો વિરોધ કરવા પ્રેરાયા હોય ને! તો પછી તેમણે કરેલી આ બધી જાહેરાતોના નીવડ્યે જ વખાણ થઈ શકે.
કહેવાય છે કે, ક્રાંતિ સૌથી પહેલાં પોતાના જનકને ભરખી જાય છે. અણ્ણના આંદોલનમાં ‘ખાયા-પિયા કુછ નહિ, ગિલાસ તોડા બારહ આના’ જેવું થયું છે. ક્રાંતિ તો આવી નથી પણ જનક (કે ટીમ જનક) ભરખાઈ ગઈ છે એમાં કોઈ શંકા નથી.
ફરીથી રાહ જોઈએ, નવી આંધીની અને ‘દુસરા ગાંધી’ની.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved