Last Update : 08-August-2012, Wednesday

 

કૈસા થા વો જમાના !

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

અમારો ગાઈડ રંગીલા રાજસ્થાનનો રંગીલો યુવક હતો. તેની પાસે કેળવાયેલી અભિવ્યકિત હતી. ઇતિહાસ અને કંિવદન્તીઓના મિશ્રણમાંથી તે ક્યારેક આખાય સ્થળને થોડાક વિખરાયેલા અવશેષોમાંથી બેઠું કરી દેતો હતો, તાદ્રશ કરી મૂકતો હતો. રાણી પદ્મિનીના મહેલને અને જૌહરના સ્થાનને જોતાં જોતાં અમે તેની રસાળ અભિવ્યકિતને માણી તો પદ્મિનીના- એક સાચી રાજપૂતાણીના વ્યક્તિત્વને - પણ આંખ સામે હૂબહૂ ખડું કરી આપ્યું.
આ, પેલી પદ્મિની. રતનસંિહ રાવળની રાણી. ચિત્તોડનું આભૂષણ. રજપૂતાણીઓના અસલ મિજાજને પ્રતિઘ્વનિત કરતું પાત્ર. કહેવાય છે કે એ પાણી પીતી તે પણ તેના ગળાના ભાગે દેખાતું તેટલી તે રૂપાળી-નમણી. વિશાલાક્ષી, તન્વી, રૂપ રૂપનો અંબાર, નારી સૌંદર્યની ટોચ. ઈશ્વરે એક નારને જેટલી ને જેવી રૂપવતી કરવાનું ઈચ્છેલું, તે બઘું પદ્મિનીમાં ભરપૂર રીતે મૂકી આપ્યું હતું. પેલો પોતાની જાતને સિકન્દર સાની તરીકે ઓળખાવતો ઘમંડી, દિલ્હીનો શાસક અલ્લાઉદ્દીન ખિલજી, આવી પદ્મિનીના સૌંદર્ય વિશેની અનેક કથાઓ સાંભળી તેને પામવા માટે વિહવળ બની ગયો હતો. અનેક યુક્તિપ્રયુક્તિઓનો તેણે આશરે લેવા માંડેલો. નછૂટકે બધી યુકિતઓમાં નિષ્ફળ જતાં તેણે ચિત્તોડ પર હુમલો કર્યો. હુમલામાં ન ફાવતા રાવળ રતનસંિહને સંદેશો પાઠવતાં કહ્યું કે જો એ કોઇ પણ રીતે પદ્મિનીના મુખારવંિદનું દર્શન કરાવી રહે તો શાંતિથી પોતે દિલ્હી પરત ફરી જશે. રાવળ રતનસંિહને રાજ્યમાં જો શાંતિ જળવાતી હોય તો તેમ કરવામાં કશું ખોટું નથી તેવું લાગ્યું. રાજાએ એવી યુક્તિ કરી કે સુલતાન સીધી રીતે નહિ, પણ અરીસાઓ મારફતે રાણીના મુખને ચોક્કસ ખૂણેથી પ્રતિબંિબ રૂપે નિહાળી શકે. કદાપિ સુલતાન પાછું વળીને રાણી ક્યાં ઊભેલી છે તે જોવા પ્રયત્ન કરે તો પણ પેલો, રાણી જ્યાં ઊભી છે એ ખંડ, જોઈ શકે નહિ. સાથે રાવળ રતનસંિહે અલાઉદ્દીન ખિલજીને ખાસ ચેતવણી પણ આપી કે જો તે પ્રતિબંિબ જોતાં પાછું વળીને જોવાનો પ્રયત્ન કરશે તો તે તેની ડોક કાપી નાખશે. અલાઉદ્દીન ખિલજી પોતાના થોડાક વિશ્વાસુ સાથીદારો સાથે કિલ્લામાં આવ્યો અને પદ્મિનીના મુખનું દર્શન કરીને પરત ચાલી નીકળ્યો. પણ આ ઘમંડી ખિલજી પદ્મિનીના સૌંદર્યથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે કોઇપણ ભોગે તેને પદ્મિનીને તો પામવી જ હતી. પરિણામે રાજા રાવળ અલાઉદ્દીન ખિલજીને કિલ્લાની નીચે સુધી જાતે મુકવા ગયા ત્યારે ચાલાક સુલતાને પોતાના માણસોને ઇશારો કરી રાજાને બંદી બનાવી દીધા. કિલ્લામાં આ સમાચારથી સન્નાટો છવાઈ ગયો. હવે પદ્મિની સુલતાન સાથે જવા માટે તૈયારી બતાવે તો જ રાજા રાવળને સુલતાન છોડશે - એવો સંદેશો સર્વત્ર વહેતો થઇ ગયો. પદ્મિની એ પદ્મિની હતી. અસલ રાજપૂતાણી હતી. બુદ્ધિ-ચાપલ્ય અને વીરત્વની તે સાક્ષાત્‌ મૂર્તિ હતી. તેણીએ ક્ષણનાય વિલંબ વિના કોઈપણ ભોગે પતિ રાજા રતનસંિહ રાવળને મુકત કરવાની યુકિત ઘડી કાઢી. સાથે પોતાના સ્ત્રીત્વને ઊની આંચ ન આવે તે અંગેનો માર્ગ પણ વિચારી રાખ્યો.
આવી પરમ બુદ્ધિવાળી તેજસ્વી- સૌંદર્યવતી પદ્મિનીએ સુલતાનને તરત જ વળતો સંદેશો પાઠવ્યો - ‘સુલતાન હું તમારી સાથે રાજીથી ચાલી આવું છું પણ તમે મારી સાથે આવનાર દાસીઓ માટે સાતસો પાલખીઓ મોકલી આપો.’ કામી સુલતાન તો આ સંદેશો સાંભળીને રાજીના રેડ થઇ ગયો. તેણે સાતસો પાલખીઓ ઊભા ઊભ મોકલી આપી. ચતુર પદ્મિનીએ દરેક પાલખીમાં એક એક સશસ્ત્ર સૈનિકને બેસાડ્યો અને પાલખી ઊંચકનારા છ છ જણને કહારોના વેશમાં સશસ્ત્ર-સજ્જ રાખ્યા. પદ્મિનીના કાકાએ નક્કી કર્યા પ્રમાણે પાલખીઓની આગેવાની લીધી. પાલખીઓ સુલતાનના તંબુઓ પાસે પહોંચી ત્યાં પદ્મિનીના કાકા ગોરાએ સુલતાનને ખબર આપી અને સંદેશામાં કહ્યું ઃ ‘પદ્મિની, તમારી સાથે આવતાં પૂર્વે છેલ્લી વાર પતિને મળવા ઇચ્છે છે.’ સુલતાને પાલખીઓને રતનસંિહના તંબુમાં પહોંચવા સંમતિ આપી. પાલખીના એકે એક છૂપા સૈનિકો અને સુલતાનના સૈનિકો વચ્ચે ખુનખાર જંગ ખેલાયો. રતનસંિહને મુકત કરવામાં આવ્યો. શેષ સૈનિકોએ લડવાનું ચાલુ રાખ્યું. સુલતાન પરિસ્થિતિ પામી જતાં પદ્મિની વિના ખાલી હાથે, દિલ્હી તરફ રવાના થયો પણ મનમાં ભારે ડંખ રાખ્યો ને પદ્મિનીને પામું ત્યારે ખરો’નો મનોમન દ્રઢ નિર્ધાર કર્યો.
ડંખીલા વિષયાસક્ત સુલતાને ફરી પોતાની વિશાળ સેના સાથે ઇ.સ. ૧૩૦૩માં ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું. પદ્મિની પરિણામ જાણી ચૂકેલી. આ વેળા સુલતાનનું સૈન્ય જીત્યું. ક્ષત્રિયો છેક સુધી ઝજૂમ્યા પણ તેઓની શહીદી એળે ગઈ. રાવલ રતનસંિહજી પણ યુદ્ધમાં માર્યા ગયા. બહાદુર સૈનિકોએ રાજપૂતી પરંપરા પ્રમાણે વિકલ્પ ન જણાતાં કેસરિયાં કર્યાં. રાણી પદ્મિનીએ પોતાની દાસીઓ- સખીઓ વીરાંગનાઓ સાથે વિશાળ અગ્નિ જ્વાળાઓ વચ્ચે પ્રવેશી જૌહર કર્યું. એમ રાણી પદ્મિની અને પતિ રતનસંિહ વિનાનો ખંડિયેર કિલ્લો સુલતાને સર કર્યો, સેંકડો નારીઓ, હજારો સૈનિકો અને ત્રીસ હજારથી વઘુ અન્ય નગરજનોના બલિદાનથી કિલ્લો સ્મશાનમાં બદલાઈ ગયો. સુલતાન જીતીને પણ હારી ગયો હતો ! જીત્યું તો હતું રાજપૂતી ખમીર, પદ્મિનીની અનન્ય નિષ્ઠા- સતીત્વ- અને પ્રજાજનો- લડવૈયાઓનો રાષ્ટ્રપ્રેમ. ચિત્તોડ ઉપરનું વિધર્મીઓનું આ પહેલું આક્રમણ હતું. સિસોદાના સરદાર રાણા લક્ષ્મણસંિહ પણ આ યુદ્ધમાં જ લડતાં લડતાં પોતાના સાત પુત્રોને ગુમાવી ચૂકયા હતા -
અમારો જુવાન ગાઈડ ચિત્તોડગઢની આવી હૃદયદ્રાવક દાસ્તાન સંભળાવી રહ્યો હતો ત્યારે અમે રાણી પદ્મિનીના મહેલ સામે અનિમેષ નજરે નિહાળી રહ્યા હતા. અમે એ મહેલમાં પ્રવેશ કર્યો, પેલો દર્પણોવાળો ખંડ પણ નિહાળેલો બહારના પરિસરમા ંપણ એક લટાર મારી. મનોમન અમે કલ્પતા રહ્યા - ત્યાં સુલતાન અલાઉદ્દીનની કામી આંખો એકાગ્ર થઇ હશે, પણ પદ્મિની ભારે રોષથી પોતાનું સ્વત્વ લગીરે પણ હણાય નહિ એ રીતે મુખદર્શન કરાવવા ઊભી હશે. અને કોઈક ખૂણામાં શસ્ત્રસજ્જ રતનસંિહ અને તેના બળવાન યોઘ્ધાઓ ઊભા હશે - લગીરે પેલો સુલતાન ચાલાકી કરે તો પળમાં તેને રહેંશી નાખવા ! પદ્મિનીનો આ મહેલ કદાચ ગ્રીષ્મના દિવસોમાં તેને રહેવા માટેનો હશે. એક નાનું તળાવ પણ ત્યાં છે. પદ્મિનીનું બીજું રહેઠાણ કુમ્ભા મહેલ હતું. ત્યાં જ તેણીએ જૌહર કર્યાનું કહેવાય છે. આ મહેલમાં સંભવ છે કે પાછળથી સુધારાવધારા થયા હોય.
અમે, ગઢ, ઇતિહાસ અને લોકવાયકા બઘું - અહીં એકસૂત્રે ગૂંથાતું જતું હતું ! કૈસા થા વો જમાના ! ખુસરોજી. કુછ કહેંગે આપ ?
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved