Last Update : 08-August-2012, Wednesday

 

ઓલિમ્પિક્સ ન સહી, તો ચાલો, ઓલ્ટરનેટિવ વર્લ્ડ ગેમ્સમાં

- અજિત પોપટ

- ટીવી પર વિવિધ ગેમ્સ અને એથ્લેટિક્સ જોઇને ક્યારેક એમ થાય કે ચાલોને આપણે પણ કોઇ ગેમ્સમાં ભાગ લઇએ. તો ચાલો, વેલ્સમાં જ્યાં ઓલ્ટરનેટિવ સ્પર્ધાઓ યોજાય છે

દિવસ-રાત ટેલિવિઝન પર ઓલિમ્પિક્સ રમતોત્સવ જોઇને ક્યારેક મારા-તમારા જેવાને પણ એમ થાય કે સાલું આપણે આવું કંઇ કરી શકતા હોત તો...! રબરની જેમ પોતાની નાજુક કાયાને વાળતી એથ્લીટ-કન્યાઓનાં કરતબ જોઇને હૈરત અનુભવાય. ઉત્તમ ખેલાડી હોય તો પણ બધાના નસીબમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ હોતો નથી. તો શું બેઠાં બેઠાં જીવ બાળવેા ? ના. તૂ નહીં ઔર સહીની જેમ ઓલિમ્પિક્સમાં ન જઇ શકે એવા પરંતુ રમતગમતના શૉખીનો માટે દુનિયા બહુ મોટી છે. ઇંગ્લેંડમાંજ વેલ્સ નામનો પ્રદેશ છે. એની પૂર્વમાં ઇંગ્લંેડ છે અને પશ્ચિમમાં એટલાંટિક મહાસાગર અને આઇરિશ સી છે. આ વેલ્સમાં દર વરસે એક રમૂજી રમતોત્સવ યોજાય છે. આ વખતે લંડનમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ હોવાથી વેલ્સના આયોજકોએ ઓલ્ટરનેટિવ (વૈકલ્પિક) ગેમ્સ યોજી છે. ઓલિમ્પિક્સ પૂરું થાય એ પછી તરત વેલ્સમાં આ ઓલ્ટરનેટિવ ગેમ્સ શરૂ થશે.
દર વરસે અહીં ભેજાંગેપ લાગે એવો રમતોત્સવ યોજાય છે. આ વખતે એનું આકર્ષણ વધુ રહેવાનું કારણ કે ઓલિમ્પિક્સ પૂરો થયાના બીજા-ત્રીજા દિવસે આ રમતોત્સવ શરૂ થશે. ચોક્ક્સ તારીખ જોઇતી હોય તો નોંધી લો ૧૭ ઑગસ્ટથી બીજી સપ્ટેંબર સુધી આ રમતોત્સવ ચાલશે. એમાં દર્શકોને સતત ખડખડાટ હસાવવાની ગૅંરંટી મળે એવી કેટલીક રમતો યોજવામાં આવશે. જેમ કે વાઇફ કેરંિગ. આમાં તમારે તમારી પત્નીને ઊંચકીને નિશ્ચિત અંતર સુધી ચોક્કસ સમયમર્યાદામાં દોડી જવાનું.
એવી જ બીજી રમત છે પાણી ભરેલી નહેરમાં ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપીને પાછા મૂળ સ્થાને આવવાનું. રખે એમ માની લેતા કે આ તો સહેલું છે. આ સાદું-સીઘું સ્વીમીંગ નથી. આ રમત બૉગ સ્નોર્કેલંિગ તરીકે ઓળખાય છે. એમાં તમારે એક એવું નાનકડું સાધન પહેરવાનું જેના દ્વારા તમે અંડર વોટર રહીને શ્વાસ લઇ શકો. બાકીનું મસ્તક પાણીની અંદર રહે. એ રીતે ૬૫થી ૭૦ મીટર જવાનું અને મૂળ સ્થાને પાછા ફરવાનું. ઔર એક ગેમ છે સ્પેશ હોપર. એમાં આશરે દોઢથી બે ફૂટ વ્યાસનો હવા ભરેલો એક દડો હોય. એના પર બેસવાનું. પડી ન જવાય એટલા માટે ગાય-ભેંસનાં શીંગડાં જેવાં બે હેન્ડલ પણ હોય. એ બોલ પર બેસીને નિશ્ચિત સમયમર્યાદામાં તમારે ચોક્કસ અંતર કાપવાનું.
હજુ થાક્યા ન હો તો વાંચો. એક રમત છે વર્મ ચાર્મંિગ. ખેતરાઉ જમીનમાં દોઢ-બે ફૂટ ઊંડે આપણે જેને અળસિયાં કહીએ છીએ એવાં સરકતાં જીવો હોય. તમારે એવી કોઇ કરામત કરવાની જેનાથી એ અળસિયાં પોતાનું દર છોડીને જમીન પર આવી જાય. એને વર્મ ચાર્મંિગ કહે છે. એવીજ એક સ્પર્ધા છે ટટ્ટુ જેવા ઘોડાની સાથે દોડવાની. મેન વર્સિસ હોર્સ. ટટ્ટુ તમને હરાવે છે કે તમે ટટ્ટુને હરાવો છો એ જોવાનું છે. આમ આ નિર્દોષ અને રમૂજી રમતોત્સવ સત્તર દિવસનો છે. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે કોથળામાં પગ બાંધીને કે લીંબુ-ચમચી મોંમાં રાખીને દોડવાની સ્પર્ધામાં ભાગ લેતાં એ તમને યાદ હશે. આ રમતોત્સવનો હેતુ તમને તમારું બાળપણ યાદ કરાવવાનો છે. તમારામાં રહેલું બાળક હજુ જીવે છે કે એ તમને આ રમતોત્સવ દ્વારા સમજાય. આમ તો ઘરડાં ગાંડાં કાઢે જેવું લાગશે પરંતુ આ રમતોત્સવમાં દર વરસે સેંકડો લોકો હસતાં રમતાં સામેલ થાય છે. એમ તો કુસ્તી જેવી અને ફેમિલિ સાઇક્લીંગ જેવી સ્પર્ધા પણ છે. કુસ્તી તો તમે સમજી ગયાહશો. ફેમિલિ સાઇક્લીંગમાં એક સાઇકલ પાછળ બીજી, બીજીની પાછળ ત્રીજી એમ સાઇકલો જોડેલી હોય. પુરુષ મુખ્ય સાઇકલ પર, પછીની સાઇકલ પર એની પત્ની. ત્યારબાદ એકાદ-બે બાળકો. આવી મલ્ટિપલ સાઇકલની સ્પર્ધા હોય. પાછી એમાંય બે પ્રકાર હોય. સીધી -સાદી સ્પર્ધા અને અવરોધવાળી સ્પર્ધા. અવરોધવાળી સ્પર્ધામાં કાદવ-કીચડમાં થઇને અથવા સરકણી રેતી પર થઇને સાઇક્લીંગ કરવાનું હોય. એમાં કેટલાક લોકો ગબડી પણ પડે. હાસ્યનો ધોધ વછૂટે. જો કે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને તબીબી વ્યવસ્થા હોય એટલે ડરવાનું કારણ નથી હોતું. ભાગ્યેજ કોઇને ગંભીર ઇજા થતી હોય છે. આવો આ રમતોત્સવ સત્તર દિવસ ચાલવાનો. બ્રિટિશ મિડિયા તો એને પણ સારું એવું કવરેજ આપે છે. મૂળ આ બધાંનો હેતુ નિર્દોષ આનંદ લૂંટવાનો હોય છે. પડતાં આખડતાંય હસો અને બીજાને હસાવો. કદાચ ઇનામ પણ જીતી જાઓ ખરા.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved