કિંગફિશર એરલાઇન્સની 31 ફ્લાઇટ રદ્દ કરવી પડી ઃ કર્મચારીઓની હડતાળ

 

-પગાર ન મળવાથી નારાજ કર્મચારીઓ

 

-એરલાઇન્સની ફાઇવસ્ટાર હોટેલમાં મિટીંગ

 

મુંબઇ, તા.8 ઓગસ્ટ, 2012

 

પાઇલોટ અને એન્જિનીયરોની હડતાળને પગલે કિંગફિશર એરલાઇન્સની 31ની ફ્લાઇટ્સ બુધવારે રદ્દ કરવી પડી હતી. જેને કારણએ મોટી સંખ્યામાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી ખાતેની આ એરલાઇન્સની 22 ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી હતી. જ્યારે મુંબઇ ખાતેથી 9 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.

 

આ ફ્લાઇટ્સ રદ્દ થવાની પાછળ એરલાઇન્સનાં પાઇલોટ અને એન્જીનીયરોને પગાર ન મળ્યો હોવાથી તેઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

 

બીજી તરફ નાદાર બની ગયેલી એરલાઇન્સે નવી દિલ્હી ખાતે બોર્ડ મિટીંગ રાખી હતી અને તે પણ ફાઇવ સ્ટાર હોટેલમાં રાખી હતી. આ મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો.