કેન્દ્રીય મંત્રી વિલાસરાવનું તબિયત નાજુક: મહારાષ્ટ્ર CM, Dy.CM ચેન્નાઇ પહોંચ્યા

 

-કેબિનેટ મિટિંગ બાદ ચેન્નાઇ પહોંચ્યા

 

-67 વર્ષીય મંત્રીના ગામ, લાતુરમાં પ્રાર્થના સભા થઇ

 

મુંબઇ, તા.8 ઓગસ્ટ, 2012

 

કેન્દ્રનાં વિજ્ઞાન-ટેકનોલોજી પ્રધાન વિલાસરાવ દેશમુખની હાલત હજુ પણ નાજુક છે ત્યારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર બુધવારે ચેન્નાઇ પહોંચ્યા છે અને સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર બંને મહાનુભાવો કેબિનેટ મિટિંગ બાદ ચેન્નાઇ જવા રવાના થઇ ગયા હતા.

 

બીજી તરફ ચેન્નાઇ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દેશમુખની હાલત હજુ પણ નાજુક હોવાની હોસ્પિટલ સત્તાધીશોએ જણાવીને કહ્યું છે કે તેઓ અત્યારે ડોકટરોની દેખરેખ હેઠળ છે.

 

 

જ્યારે કેન્દ્રીય મંત્રી દેશમુખનાં વતન, લાતુર ગામ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું અને ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.