60 લાખ BPL પરિવારોને 7000 કરોડનાં ખર્ચે UPA સરકાર મફત મોબાઇલ આપશે?

 

- હર હાથ મેં ફોન- નામની યોજના

 

-15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી આ યોજનાની જાહેરાત કરી શકે છે

 

નવી દિલ્હી, તા.8 ઓગસ્ટ, 2012

 

કોંગ્રેસે જાણે વર્ષ-2014ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દઇ હોય તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગરીબી રેખા નીચે જીવતા (BPL) 60 લાખ પરિવારોને 7000 કરોડ રૂપિયાનાં ખર્ચે ફોન આપવામાં આવે તેવી સંભાવના છે.

 

આ યોજનાનું નામ પણ હર હાથ મેં ફોન - એવું રાખવામાં આવ્યું હોવાની શક્યતા છે. જેમાં મોબાઇલની સાથે 200 મિનિટનો ટોક ટાઇમ પણ મફત આપવામાં આવશે.

 

વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ તા.15 ઓગસ્ટનાં રોજ આ યોજના જાહેર કરે તેવી શક્યતા છે.

 

બીજી તરફ આ યોજનાની જાહેરાત શક્યતા જોતાં અનેક લોકોએ આનો વિરોધ પણ વ્યક્ત કર્યો છે કે જે સરકાર ગરીબોને પૂરતું ભોજન નથી આપી શકતા તે મોબાઇલ આપીને બીપીએલ પરિવારોને ખુશ કરી શકશે?