રાજ્યસભામાં સચિન છવાયો ઃ જયાએ હાથ મિલાવ્યો, રેખાથી દૂર રહી

 

-સાંસદોએ સચિનને શુભકામના પાઠવી

 

-રેખા પીળા રંગની સિલ્ક સાડી પહેરીને આવી

 

નવી દિલ્હી, તા.8 ઓગસ્ટ, 2012

 

રાજ્યસભામાં આજે સંસદસભ્ય તરીકે પ્રથમવાર માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાએ સદનની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. જેમાં સચિન છવાઇ ગયો હતો. સચિનને મળવા સાંસદો પહોંચી ગયા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

 

જ્યારે જયા બચ્ચને પણ સચિન સાથે હાથ મિલાવ્યા હતા પરંતુ રેખાથી તેઓ દૂર રહ્યાં હતાં.

 

રેખા અને સચિન બંને આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં પરંતુ સચિન વિજય માલ્યાની બાજુની સીટમાં બેઠા હતા ત્યાં તેમને મળવા સાંસદો પહોંચી ગયા હતા.

 

સચિનને વિજય માલ્યા સાંસદો સાથે પરિચય કરાવતા જોવા મળ્યા હતા અને તેમણે સદનની કાર્યવાહી અંગે પણ વાકેફ કર્યા હતા.