અમદાવાદના આનંદનગરના ધનાઢ્ય ગણાતા એવા પ્રેરણાતીર્થ વિસ્તારમાં સારથી ડુપ્લેક્સ અને આદીત્ય રાજ બંગ્લોઝમાં ઘરફોડીયાઓ ત્રાટક્યા હતા અને છ લાખની મતા લઈને પલાયન થઈ ગયા હતા. ચોરો તમામ પ્રકારની સાધન સામગ્રી લઈને જ આવ્યા હતા, જેથી કરીને આસાનીથી કબાટોના તાળા તોડી શખાય અને લૂંટ ચલાવાય. આનંદનગર પોલીસનો દાવો હતો કે અમારા વિસ્તારમાં ઘરફોડીયાઓ આવવાની પણ હિંમત ન કરે. પરંતુ આજની ઘટનાએ પોલીસના દાવાને પોકળ બનાવી દીધો છે. આખી ઘટનાની તપાસ માટે ફીંગર પ્રીન્ટ નિષ્ણાતો અને ડોગ સ્ક્વોડની મદદ લેવી પડી હતી.(તસ્વીર ઃ ગૌતમ મહેતા)