એશા ગુપ્તા હિરોઇન ઇમરાનના વખાણ કરતાં થાકતી નથી

 

- ઇમરાન હાશમી મારો ગૉડફાધર છે

 

 

-જન્નત ટુથી અમારી જોડી બની હતી

 

મુંબઇ તા ૮,ઓગસ્ટ ૨૦૧૨

 

વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘રાઝ થ્રી’માં ઇમરાન હાશમી સાથે ચમકતી મોડેલ કમ અભિનેત્રી એશા ગુપ્તા કહે છે કે ઇમરાન મારા ગૉડફાધર જેવો છે. યોગાનુયોગે ઇમરાન સાથે એ બીજીવાર ચમકી રહી છે.

 

આ અગાઉ ‘જન્નત ટુ’ એશા ઇમરાન સાથે ચમકી હતી. ઇમરાનના વખાણ કરતાં એ થાકતી નથી.‘જન્નત વખતે હું એનાથી ડરતી હતી. એ સ્વભાવે ખૂબ શાંત છે. એ જે રીતે પોતાનાં દ્રશ્યો આપતો હતો એ હું તો જોયા જ કરતી હતી. એની સાથેનાં મારાં દ્રશ્યોમાં હું એના અભિનયને જોવામાં ઘણીવાર મારા સંવાદો ભૂલી જતી હતી. પરંતુ એ બહુ કો-ઓપરેટિવ છે. એ મારી સાથે બહુ સલૂકાઇથી વર્તતો હતો.

 

‘એ મને સમજાવતો કે સ્વસ્થ થઇને કામ કરો. ટેન્શનમાં ન આવી જાઓ. રિલેક્સ રહો. મેં મારી શરૂની ફિલ્મોમાં તમારા કરતાં પણ ઊતરતું કામ કર્યું હતું. ધીમે ધીમે ઘડાઇ જવાય.’