આ ફિલ્મમાં વિદ્યા બાલન સાડીમાં નહી સલવાર કમીઝ ચમકશે

 


- ઘનચક્કર માટે ગેટપ બદલાયો

 

- ખાસ સલવાર-કમીઝમાં સજ્જ

 

મુંબઇ તા ૮,ઓગસ્ટ ૨૦૧૨

 

છેલ્લા કેટલાક સમયથી વિદ્યા બાલન એની સાડીઓથી જાણીતી હતી. ફિલ્મો હોય કે જાહેરખબર, કોઇ સામાજિક સમારંભ હોય યા પ્રોમોેનો પ્રોગ્રામ વિદ્યા કાયમ સાડીમાં દેખાતી એટલે એને અચાનક સાડી વિના બદલાયેલા પોષાકમાં જોઇને કોઇ પણને નવાઇ લાગે.

 

વિદ્યાની ડિઝાઇનર સુબર્ણા રે ચૌધરીએ ડિઝાઇન કરેલા ખાસ સલવાર કમીઝ અને રબરના સ્લીપરમાં વિદ્યા એકદમ પંજાબી ગૃહિણી લાગતી હતી. યસ, રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ઘનચક્કરમાં એ પંજાબી ગૃહિણીની ભૂમિકામાં છે.

 

તાજેતરમાં ઘનચક્કરના સેટ પર એ મિડિયાને મળી ત્યારે ખુશમિજાજમાં હતી. એણે ક્હ્યંુ મને આમ તો બધા ડ્રેસ ફાવે છે. ફિલ્મની વાત કરો તો મને મળેલાં પાત્રો અત્યાર સુધી સાડીવાળાં હતાં. હવે મને એમાંથી મુક્તિ મળી.