Last Update : 08-August-2012, Wednesday

 

ચૂંટણી જંગ પહેલાં જુસ્સો તોડતા અડવાણી પર ઠાકરેની ફિટકાર

ભાજપ માંદગીમાં પટકાયો છે કે પછી આંતરિક સાઠમારીથી ગ્રસ્ત છે ?

(પી.ટી.આઇ.) મુંબઇ તા.૭
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઇ વડા પ્રધાનપદ મેળવી નહીં શકે એવી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ કરેલી આગાહી બદલ શિવસેના સુપ્રીમોએ તેમનો આકરી ટીકા કરી હતી. આ તો જંગ છેડાય એ પહેલાં જ સેનાપતિ કહે કે યુધ્ધનું શું પરિણામ આવશે એ કહેવાય નહીં અને સમગ્ર સેનાને હતોત્સાહ કરી નામે જુસ્સો તોડી નાખે એવી વાત થઇ.
શિવસેનાના મુખપત્રના તંત્રીલેખમાં સેનાના સાથીપક્ષના નેતા પર પ્રહાર કરતા ઠાકરેએ લખ્યું હતું કે યુતિપક્ષ ભાજપને આ શું થયું છે ? પક્ષ માંદગીમાં પટકાયો છે કે પછી આંતરિક સાંઠમારીથી ગ્રસ્ત છે ? કંઇ સમજાતું જ નથી.
એલ.કે. અડવાણીએ ઇન્ટરનેટ બ્લોગ પર કરેલી નૈતિક જુસ્સો તોડી નાખે એવી આગાહીથી જરા પણ હતોત્સાહ ન થવાનું ઠાકરેએ એનડીએને જણાવ્યું હતું.
બાળ ઠાકરેએ જણાવ્યું હતું કે અડવાણીના મનમાં જો કોઇ પણ જાતની શંકા હોય તો મારી પાસે આવી જાય, હું એમને નૈતિક જુસ્સાનો અને શક્તિનો ડોઝ આપીશ.
રણભૂમિમાં જંગ ખેલાય એ પહેલાં જ સેનાપતિ પોતાના જવાનોને અને યોધ્ધાઓને કહે કે યુધ્ધનું શું પરિણામ આવશે અથવા જીત થશે કે નહીં એની ખાતરી નથી, ત્યારે એ જવાનોનો જુસ્સો કેવો ઓસરી જાય ? અડવાણીએ આવી જ આગાહી ઊચ્ચારી છે. પણ હું એનડીએને આહવાન કરૃં છું કે પૂરી તાકાત અને વિશ્વાસથી ૨૦૧૪ની ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે સજ્જ થઇ જાય.
વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામ સામે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે દર્શાવેલા વિરોધ સંબંધે બાળ ઠાકરેએ કહ્યું હતું કે આ મુદ્દો ચૂંટણી પછી ઉકેલી શકાય પણ આગામી વડા પ્રધાન એનડીએમાંથી જ તખ્તનશીન થવા જોઇએ અને એ વિશે ચૂંટણી પૂરી થવા પછી નિર્ણય લેવો જોઇએ. બાકી બોક્સિંગની રિંગમાં પગ મૂક્યા પહેલા હાર સ્વીકારી લેવાનો કોઇ અર્થ નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ખુદ અડવાણી વડા પ્રધાન પદ મેળવવા ઇચ્છુક રહ્યો છે. જો સર્વસંપતી સધાશે તો અડવાણીની ઇચ્છા પૂરી થશે.
ઇન્ટરનેટ બ્લોગ પરના લખાણને કારણે નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીની વડા પ્રધાન બનવાની મહેચ્છાને ઓર બળ મળશે બાકી શિવસેના તો કોંગ્રેસને સત્તાસ્થાનેથી પછડાટ ખવડાવવા ફ્રી-સ્ટાઇલ કુસ્તી ખેલશે. ૨૦૧૪ની ચૂંટણી પછી દિલ્હીના લાલ કિલ્લા ઉપર ભગવો ધ્વજ ફરકશે એવો વિશ્વાસ ઠાકરેએ વ્યક્ત કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved