Last Update : 08-August-2012, Wednesday

 

નિયમિતપણે વજન ઊંચકવાને લીધે ડાયાબિટિસનું જોખમ ૩૪ ટકા ઘટે છે

અઠવાડિયામાં એક વખત વેઇટ લિફ્ટિંગની વિજ્ઞાાનીની સલાહ

મુંબઈ, તા.૭
ભારત ડાયાબિટીઝની રાજધાની છે. અત્યારે ઘરે-ઘરે ડાયાબિટીઝના દરદીઓ છે. જો આપણને ડાયાબિટીઝ ન હોય તો એ સારી વાત છે, પરંતુ એની રાહ જોતા હોય એમ નિષ્ક્રીય બેસી રહેવાને બદલે ડાયાબિટીઝ ન થાય એ માટે આગોતરા પગલાં લેવા પણ એટલા જ આવશ્યક છે. તાજેતરમાં એક નવતર અભ્યાસ અંતર્ગત વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું હતું કે નિયમીતપણે વજન ઊંચકવાની કસરત કરવાથી ડાયાબિટીઝના જોખમમાં ૩૪ ટકાનો ઘટાડો થાય છે.
સંશોધન દરમિયાન માલૂમ પડયું હતું કે 'ઝડપથી ચાલવું, દોડવું વગેરે જેવી એરોબીક કસરત કરવાથી પણ ડાયાબિટીઝનું જોખમ ઘટે છે. અઠવાડિયામાં કમસેકમ ૫૯ મિનિટની કસરતથી પણ સારો એવો ફાયદો થાય છે.' વૈજ્ઞાાનિકોએ ૩૨,૦૦૦ અમેરિકનોની જીવનશૈલી વિશેની માહિતીનું પૃથક્કરણ કર્યું હતું. ૧૯૯૯થી ૨૦૦૮ દરમિયાન આ ૩૨,૦૦૦ લોકોમાંથી કુલ ૨૦૭૮ લોકોને ટાઇપ ટુ ડાયાબિટીઝ થયું હતું. યુનિવર્સિટી ઓફ સદર્ન ડેન્માર્કના મુખ્ય વૈજ્ઞાાનિક એન્ડર્સ ગ્રોન્ટ્વીડ 'અત્યાર સુધીના અભ્યોસોમાં એવું તારણ નીકળ્યું હતું કે ટાઇપ ટુ ડાયાબિટીઝ થતું અટકાવવા માટે એરોબીક એક્સર્સાઇઝ જ શ્રેષ્ઠ છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલો રીસર્ચ કહે છે કે વેઇટ લિફ્ટિંગ પણ ખૂબજ ફાયદાકારક નીવડી શકે છે.'
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 'અઠવાડિયામાં એક વખત ૫૯ મિનિટથી માંડીને ૧૫૦ મિનિટ સુધી વજન ઊંચકવાથી ટાઇપ ટુ ડાયાબિટીઝનો ખતરો ૧૨ ટકાથી માંડીને ૩૪ ટકા સુધી ઓછો થાય છે.'
ઉલ્લેખનીય છે કે ટાઇપ ટુ ડાયાબિટીઝ મેદસ્વીતા તથા લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલું છે. શરીરમાં જ્યારે ઇન્સ્યુલીન હોર્મોન બ્લડમાં રહેલી સ્યુગરને બાળવાનું બંધ કરી દે ત્યારે આ ડાયાબિટીઝ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ અનુસાર સમગ્ર વિશ્વમાં ૩૪.૬ કરોડ લોકો ટાઇપ ટુ ડાયાબિટીઝથી પીડાય છે. ૨૦૩૦ સુધીમાં આ આકડો બમણો થઈ જવાની દહેશત છે. અભ્યાસમાં માલૂમ પડયું હતું કે 'વજન ઊંચકવાને લીધે શરીરમાં સ્નાયુઓનું પ્રમાણ વધે છે. તેના લીધે લોહીમાં રહેલી સાકર બળી જાય છે. આ ઉપરાંત ઇન્સ્યુલીનનો સ્રાવ પણ વધે છે.'
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved