Last Update : 08-August-2012, Wednesday

 

સતત બીજી મુદ્દત માટે
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદે ભારે બહુમતીથી ચૂંટાયા

અન્સારીને ૪૯૦ જ્યારે જશવંતને ૨૩૮ મત વિલાસરાવ સહિત ૪૭ સાંસદોએ મત ન આપ્યો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૭
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. યુ.પી.એ.ના ઉમેદવાર હમીદ અન્સારી વિજેતા થયા છે. સળંગ બીજી ટર્મમાં આ પદે ચૂંટાઇ આવનારા અન્સારી બીજા ઉમેદવાર છે. તેમણે એન.ડી.એ.ના ઉમેદવાર જશવંત સિંહ સામે ૨૫૨ જેટલી જંગી સરસાઇ મેળવી હતી.
વિજેતા નિવડેલા ૭૫ વર્ષીય અન્સારી પૂર્વ ઈન્ડીયન ફોરેન સર્વિસ (આઇ.એફ.એસ.) અધિકારી છે. તેમને ૪૯૦ મત પ્રાપ્ત થયા હતા જ્યારે જશવંત સિંહને ૨૩૮ મત પ્રાપ્ત થયા હતા. ૭૩૬ સાંસદોએ મતદાન કર્યું હતું.
જોકે લોકસભાના અને રાજ્યસભાના કુલ ૭૮૭ સાંસદોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકાર હોવા છતાં ૪૭ સાંસદોએ મતદાન કર્યું ન હતું. જેમાં બિમાર સાંસદ વિલાસરાવ દેશમુખનો પણ સમાવેશ થાય છે. તેઓની તબીયત નાદુરસ્ત હોવાના અનુસંધાને તેમને ચેન્નાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે.
લોકસભાના સેક્રેટરી જનરલ ટી.કે. વિશ્વનાથનને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રીટર્નીંગ ઓફીસર નિમવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે આઠ મત અમાન્ય ઠર્યા હતા. વર્ષ ૧૯૫૨થી ૧૯૬૨ના દાયકામાં સર્વોપલ્લી રાધાકૃષ્મન્ સળંગ બે મુદત માટે ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા તે પછી બીજી ટર્મ માટે ચૂંટાનારા અન્સારી બીજા ઉપરાષ્ટ્રપતિ છે.
વિદ્વાન, વાંચનના શોખીન અને મિલનસાર સ્વભાવ ધરાવતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અન્સારીને મૂળ તો સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પદ પર બીજા વિકલ્પ તરીકે પસંદ કર્યા હતા. પણ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી તેમજ સપાના મુલાયમસિંહ યાદવે તેમના નામનો વિરોધ કરતા પ્રણવ મુખર્જીના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનું નામ વર્ષ ૨૦૦૭માં અચાનક આ પદ માટે સુચવાયું હતું. યુ.પી.એ.ના પ્રથમ શાસનકાળમાં તેમને બહારથી ટેકો આપતા ડાબેરી પક્ષોએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો કોંગ્રેસના યુ.પી.એ. ગઠબંધને સ્વિકાર કર્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને ટેકો આપવા મુદ્દે વિસંવાદિતા ધરાવતા ડાબેરીઓએ આ ચૂંટણીમાં અન્સારીને સહિયારો ટેકો આપ્યો હતો. મતદાન સંદર્ભે માહિતી આપતા સંસદીય બાબતોના પ્રધાન પવન કુમાર બંસલે જણાવ્યું હતું કે બી.જે.ડી.ના ૨૧ સાંસદો, ટી.ડી.પી.ના ૧૧ સાંસદો અને ૬ કોંગ્રેસના તેમજ સાથી પક્ષોના અને પદમાનીત સાંસદોએ મતદાન કર્યું ન હતું.
તે ઉપરાંત જેમણે મતદાન નથી કર્યું તેમાં ભાજપ અને એ.જી.પી.ના તેમજ આર.એસ.પી., ટી.આર.એસ.ના બે બે જ્યારે વાય.આર.એસ. કોંગ્રેસના એક સાંસદનો સમાવેશ થાય છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved