Last Update : 08-August-2012, Wednesday

 

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ

મ.પ્ર.માં ૫૦,૦૦૦ લોકો પ્રભાવિત ઃ ઉ.પ્ર.માં નદીઓ ભયજનક સપાટીએ ઉત્તરાખંડમાં પીડિતોને સહાય કરવા સોનિયાની મુખ્યમંત્રીને તાકીદ

(પીટીઆઇ) ભોપાલ, તા.૭
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે આ સિઝનમાં અત્યાર સુધી ૨૦ લોકોનાં મોત થયા છે અને ૫૦ ગામો પૂરથી પ્રભાવિત થયા છે. મધ્ય પ્રદેશનાં મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ ૫૦ પૈકી ૨૦ ગામોની સ્થિતિ ભયજનક છે. ભારે વરસાદથી પ્રભાવિત થયેલા જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યા પછી મુખ્યપ્રધાન ચૌહાણે પત્રકારોને જણાવ્યું હતું કે મોતને ભેટેલા ૨૦ લોકો પૈકી ૧૧નાં મોત ગયા સપ્તાહમાં અને બાકીનાં લોકોનાં મોત છેલ્લા બે દિવસમાં થયા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ભોપાલમાં ચાર, છિંદવાડામાં બે, હોશંગાબાદમાં બે અને સાગર જિલ્લામાં એક વ્યકિતનું મોત થયુ છે. તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ૫૦,૦૦૦ લોેકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે તમામ જિલ્લાઓેનાં કલેક્ટરોને એલર્ટ રહેવાનાં આદેશ આપી દેવામાં આવ્યા છે.
કેરળ જિલ્લાનાં કોઝીકોડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વધુ બે લોકોનાં મૃતદેહો મળી આવતા કુલ મૃત્યુ આંક પાંચ થઇ ગયો છે. રાહત અને બચાવ કામગીરી માટે કેરળ સરકારે નેવી અને નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ની મદદ માંગી છે. સુત્રોએ જણાવ્યું હતું કે લાપતા થયેલા અન્ય ત્રણ લોેકોની શોધખોળ ચાલી રહી છે. ભારે વરસાદને પગલે ૩૦ મકાનો પાણીમાં ગરકાવ ગયા હતાં.
ઉત્તરાખંડમાં પણ લોકોને ભારે વરસાદથી રાહત મળી નથી. સુત્રોનાં જણાવ્યા અનુસાર વરસાદનાં કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૩૪ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોેને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પૂર પ્રભાવિત ઉત્તરાખંડને કેન્દ્ર તરફથી જરૃરી સહાય આપવા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે વાત કરી હતી. કોંગ્રેસ શાસિત ઉત્તરાખંડમાં પૂરનો ભોગ બનેલા પીડિતોને સહાય આપવા માટે પણ સોનિયા ગાંધીએ વડાપ્રધાનને જણાવ્યુ હતું. આ ઉપરાંત સોનિયા ગાંધીએ ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાન વિજય બહુગુણાને પણ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યુ છે કે હું આપત્તિમાં પોતાના પરિવારજનો અને મિલકત ગુમાવનારા લોકોની સ્થિતિ અંગે ચિંતિત છું. તેમણે મુખ્યપ્રધાનને રાહત અને બચાવ કામગીરીની વિગતો આપવા જણાવ્યુ હતું. ઉત્તર પ્રદેશના મોટા ભાગનાં વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ યથાવત રહેતા રાજ્યની મોટા ભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. સેન્ટ્રલ વોટર કમિશનનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર પાલિયા કાલન પાસે શારદા, એલગીન બ્રિજ પાસે ઘાઘરા, બલરામપુર પાસે રાપ્તી અને કાકરાહી ખાતે બુરરહી રાપતીએ ભયજનક સપાટી વટાવી દીધી છે.
મધ્ય પ્રદેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટા ભાગની નદીઓ ઓવર ફલો થઇ જતા ઘણા ગામોનાં સંપર્ક તૂટી ગયા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે નર્મદા, બેટવા અને તાવા નદીઓમાં ઓંચિતુ પૂર આવ્યુ છે. ભારે વરસાદન પગલે મધ્ય પ્રદેશનાં વિદિશા, અશોકનગર, ભોપાલ અને સાગરમાં ટેલિફોન લાઇન્સ કપાઇ ગઇ છે. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી પ્રવેશી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું જ્યારે આજે અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ભારે વરસાદથી લોકોને રાહત મળશે નહીં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved