Last Update : 08-August-2012, Wednesday

 

ગુજરાત અછતગ્રસ્ત :૨૨ જિલ્લામાં અછત

-પાણીની યોજનાઓ યુદ્ધના ધોરણે

 


- ૫ કરોડ કિ.ગ્રા. ઘાસની ખરીદી માટે ટેન્ડર

ગાંધીનગર, તા.૭
ગુજરાતમાં અપૂરતા વરસાદ અને ચોમાસાની અનિશ્ચિતતાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી પગલા લેવા માટે રચાયેલી ઉચ્ચ સત્તાધિકાર સમિતિની આજે બેઠક મળી હતી. જેમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ગુજરાત સરકારે રાજ્યના ૨૨ જિલ્લાના ૧૫૨ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનુ પાણી અને ઘાસચારા માટે ઝડપી પગલા લેવાની સરકારે જાહેરાત કરી છે. ૫ કરોડ કિલો ઘાસચારો એકત્ર કરવા ખરીદીના ટેન્ડરો બહાર પાડયા છે. ૧૫ હજાર ખેડૂતોને આઉટ ઓફ ટર્ન વીજ જોડાણ આપવામાં આવશે. કચ્છ જિલ્લો રાજયમાં સહુથી વધુ તીવ્ર અછતગ્રસ્ત જાહેર થયો છે. ઉચ્ચસ્તરીય સમિતી સપ્તાહમાં બે દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરશે.
વજુભાઇ વાળાની અધ્યક્ષતામાં મળેલી સમિતિએ આજે ગુજરાતના તમામ જિલ્લાઓની આજની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જેમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ ૧૫૦ મી.મી.થી ઓછો વરસાદ થયો છે. એવા ૧૪ જિલ્લાઓ અને જે જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૫૦ મી.મી.થી વધુ છે પરંતુ તે જિલ્લાના કોઇ તાલુકામાં ૧૨૫ મિ.મી.થી ઓછો વરસાદ થયો છે એવા ૧૮ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
આ વર્ષની અછતની પરિસ્થિતિ અગાઉના ૧૦ વર્ષ પહેલાની અછત કરતં અલગ હોવાથી તેમજ પશુધનની સંખ્યામાં વધારો થયો હોવાથી સુકો ઘાસચારો એકત્ર કરવા અને લીલા ઘાસચારાના વાવેતર માટે પ્રોત્સાહક ઝુંબેશ ઉપાડવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે ખેડૂતો પિયતની સગવડ ધરાવતા હોય તેવા ખેડૂતોને લીલા ઘાસચારા માટે વાવેતરનું બિયારણ મફત પુરૃ પાડવામાં આવશે. રૃા. પાંચ હજાર પ્રતિ હેકટર સબસીડી આપવામાં આવશે. કેટલીક ગ્રામ પંચાયતોની રજૂઆતો હતી કે ગૌચરની જમીનમાં ગાંડો બાવળ ઉગ્યો હોવાથી પશુધન ત્યાં ચરી શકતું નથી. સરકારે આવા ગૌચરની જમીનો પરના ગાંડા બાવળ દૂર કરવા પાંચ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૃા. ૨૦ હજારની ગ્રાન્ટ ગ્રામપંચાયતોને આપવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યા નિવારવા જળ સંસાધનોના મહત્તમ ઉપયોગ માટેના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવા લેવાયેલા પગલાની સમીક્ષા કરી હતી જેમાં પીવાના પાણીની મુશ્કેલીની સંભાવના છે ત્યાં વહેલી તકે નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇનોના ખૂટતી કડીના ત્રણ કામો (૧) ધ્રાંગધ્રા કેનાલના ટેઇલ એન્ડથી પાઇપલાઇન દ્વારા મોરબી પાઇપલાઇનના કામો યુદ્ધના ધોરણે પુરા કરીને રાજકોટ, જામનગર અને કચ્છને ૩૫૦ MLD (મીલીયન લીટર પર ડે)નો વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાશે. (૨) ધોળીધજા ડેમથી રતનપુર સુધીની પીવાના પાણીના પાઇપલાઇનના કામો તાકીદના ધોરણે હાથ ધરીને ૨૧૦ MLD વધારાનો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાશે. (૩) નર્મદા કેનાલના નાવડા નજીક ખાસ પંપીંગ સ્ટેશન બનાવીને ભાવનગર, અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓને પીવાનું પાણી અપાશે. (૪) કચ્છ જિલ્લામાં તાત્કાલિક પીવાના પાણીના ૫૦૦ જેટલા બોર-કૂવા રીચાર્જિંગનું કામ હાથ ધરી ૧૨૦ MLD વધારાનું પાણી મેળવાશે.

ઓગસ્ટ-સપ્ટે.માં ભારે વરસાદની આગાહી
અપૂરતા વરસાદના કારણે ગુજરાતને અછતગ્રસ્ત રાજ્ય જાહેર કરાયું છે. ત્યારે જ્યોતિષોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરતાં પ્રજાને આશાનું કિરણ નજરે પડયું છે.
ઉલ્લેખનીય છે કે વરસાદની 'ગેરહાજરી'થી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે ત્યારે જ્યોતિષોની આગાહી સાચી પડે તેવું પ્રજા ઈચ્છી રહી છે.

ગુજરાતના ૧૪ જિલ્લાઓને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરાયા
(૧) કચ્છ
(૨) સુરેન્દ્રનગર
(૩) રાજકોટ
(૪) જામનગર
(૫) પોરબંદર
(૬) જૂનાગઢ
(૭) અમરેલી
(૮) ભાવનગર
(૯) અમદાવાદ
(૧૦) ગાંધીનગર
(૧૧) પાટણ
(૧૨) બનાસકાંઠા
(૧૩) મહેસાણા
(૧૪) ભરૃચ
૧૮ તાલુકા પણ અછતગ્રસ્ત
૧૨૫ મિ.મી.થી ઓછો વરસાદ થયો છે તેવા ૧૮ તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેમાં
(૧) બાયડ
(૨) પ્રાંતિજ
(૩) ખેડા
(૪) મહેમદાવાદ
(૫) મહુધા
(૬) માતર
(૭) નડિયાદ
(૮) પેટલાદ
(૯) તારાપુર
(૧૦) ઉમરેઠ
(૧૧) ડભોઇ
(૧૨) નસવાડી
(૧૩) કવાંટ
(૧૪) વાઘોડિયા
(૧૫) ગોધરા
(૧૬) ખાનપુર
(૧૭) શહેરા
(૧૮) તિલકવાડા

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved