Last Update : 08-August-2012, Wednesday

 
બીલીમોરામાં ગેસ કંપનીના કર્મચારીએ તરૃણીના કપડા ખેંચી અડપલા કર્યા

ગેસ કનેકશન ચેક કરવા આવેલો કૈલાશરામ ઉર્ફે મોહનલાલ ચૌધરી તરૃણીની એકલતાનો લાભ લેવા જતા ભેરવાયોઃ મેથીપાક

બીલીમોરા, મંગળવાર
બીલીમોરા સ્થિત ગાયકવાડ મીલ ચાલમાં એક રહીશના ઘરમાં ગેસ કનેકશનનું ચેકિંગ કરવા માટે આવેલા બીલીમોરાની ભારત ગેસ કંપનીના નોકરિયાત યુવાને ઘરના બારણા બંધ કરી દઇ ટી.વી. જોતી તરૃણીના કપડા ખેંચી અડપલા કરી લાજ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. તરૃણીએ બૂમાબૂમ કરતાં તેની માતા દોડી આવતાં લોકોએ યુવાનને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે મોડી સાંજે ૬ વાગ્યે બીલીમોરામાં આવેલી ગાયકવાડ મીલ ચાલ વિસ્તારમાં રહેતા રહીશોને ઘરે ફરીને ભારત ગેસ કંપનીના ગેસ કનેકશનોનું ચેકિંગ કરતો યુવાન કૈલાશરામ ઉર્ફે મોહનલાલ નૈનારામ (જાટ) ચૌધરી (ઉ.વ.૧૯, હાલ રહે. હનુમાન મહોલ્લો, બીલીમોરા) મૂળ રહે. રાજસ્થાન) માયાબેન માલવીયાના ઘરમાં ગેસ કનેકસન ચેક કરવા માટે આવ્યો હતો. તે સમયે માયાબેનની તરૃણ વયની દિકરી મીતા (નામ બદલ્યું છે.) ઘરમાં આગળના રૃમમાં ટીવી જોઇ રહી હતી અને માયાબેનને પગમાં વાની બીમારી હોવાથી માયાબેન તેમના રૃમમાં હતા. તે વખતે ઘરમાં કોઇ ન હોવાનું જાણી ગેસ ચેકીંગ કરવા આવેલા મોહનલાલે માયાબેનના ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને ઘરમાં ટવી જોતી મીતાની પાસે ધસી જઇ બળજબરીપૂર્વક કપડા ખેંચી શારીરિક અડપલા કરતા, ગભરાયેલી મીતાએ ચીસા-ચીસ કરી બૂમો પાડતાં તેની માતા માયાબેન ત્યાં દોડી આવ્યા હતા અને પોતાની પુત્રી મીતાને બચાવી લીધી હતી.
બાદમાં માયાબેને તેમના પતિ રાજેન્દ્રભાઇને ફોન કરી ઘટના અંગે જાણ કરતાં તેઓ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા અને પોતાની પુત્રી મીતા સાથે બળજબરીથી કપડા ખેંચી શારીરિક અડપલા કરતા ભારત ગેસ કંપનીના નોકરિયાત યુવાનને પકડી પાડી મેથીપાક ચખાડી પોલીસને સોંપી દીધો હતો.
આ બનાવ અંગે બીલીમોરા પોલીસમાં માયાબેન આર. માલવીયાએ ભારત ગેસ કંપનીના નોકરીયાત મૂળ રાજસ્થાની યુવાન મોહનલાલ ઉર્ફે કૈલાશરામ નૈનારામ ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા એએસઆઇ નરેન્દ્રભાઇ મોરેશ્વર તપાસ કરી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved