Last Update : 08-August-2012, Wednesday

 

વલસાડમાં પ્રેમસંબંધના મામલે કોમી છમકલું ઃ ૫ વ્યક્તિને ઇજા

મુસ્લિમ યુવકના હિન્દુ યુવતિ અને હિન્દુ યુવકના મુસ્લિમ યુવતિ સાથેના પ્રેમસંબંધના મામલે બંને કોમ વચ્ચે ભડકો થયો

વલસાડ, મંગળવાર
વલસાડ ધોબીતળાવ વિસ્તારમાં ગઇરાત્રીએ હિન્દુ અને મુસ્લિમ જૂથો સામસામે આવી જતાં કોમી છમકલું થયું હતું. આ છમકલા પાછળ હિન્દુ અને મુસ્લિમના બે પરસ્પરના પ્રેમસંબંધો કારણભૂત હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ છમકલામાં પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી. બાદમાં નોંધાયેલી સામસામી ફરિયાદમાં પોલીસે ૬ વ્યક્તિની ધરપકડ કરી છે. ઘટનાસ્થળ ધોબીતળાવ ખાતે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત પોલીસ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વલસાડના ધોબીતળાવ ખાતે રહેતા સાકીર નામના મુસ્લિમ યુવકને આજ ફળિયામાં રહેતા અંબાલાલ પટેલની બહેન સોનુ સાથે પ્રેમસંબંધો હતા, તો બીજી તરફ અંબાલાલ પટેલના ભત્રીજા સંતોષ ઉર્ફે સત્યાને આ જ વિસ્તારમાં રહેતા હુસેનઅલી શેખની ભાભી હસીના સાથે પ્રેમસંબંધો હતા. પરસ્પરના આ પ્રેમસંબંધોથી બંને કોમના યુવાનોમાં નારાજગી પ્રવર્તતી હતી.
આ બાબતે ત્રણ દિવસ પહેલાં હુસેન અને સંતોષ વચ્ચે ઝઘડો થયો હતો. ગઇકાલે રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ સંતો, તેના અન્ય મિત્રો હેમંત, આનંદ વિગેરે ધોબીતળાવ ખાતે હેમંતના ઘર પાસે બેઠેલા હતાં. આ સમયે હુસેન અકબર, ઇકબાલ, ઇમરાન, ઝાકીર, સાકીર, મોબીન, ઇમ્તિયાઝ વિગેરે ૧૦૦થી ૧૫૦ જેટલા મુસ્લિમ યુવાનોએ આવી હેમંત તથા આનંદની લાકડી તથા સળીયા વડે ધોલાઇ કરી હતી. આ મારામારીમાં વચ્ચે પડતાં હેમંતના પિતા અશોકભઆઇ તથા માતા મંગળાબેનને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી.
જયારે આ ઘટનામાં નોંધાયેલી અન્ય પોલીસ ફરિયાદમાં સાજીદ પઠાણે એવી ફરિયાદ નોંધાવી છે કે, અંબાલાલ પટેલ તેના ભત્રીજા સંતોષ (ઉર્ફે સત્યા), હેમંત ખેરનાર, રમાશંકર, અશોક, રવિ, મુન્નો, વલ્લી, દિનુ સહિતના ૨૦થી ૨૫ જેટલા હિન્દુઓએ જુની અદાવતમાં તેમના પર લાકડા અને સળિયા વડે હુમલો કર્યો હતો તથા હુસેન તથા સાજીદ નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ છમકલામાં કુલ પાંચ જેટલી વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી અજય ગખ્ખર, બે પો.સ.ઇ. સહિતના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતને ઝડપથી નિયંત્રણમાં લીધી હતી. આજરોજ પણ ધોબીતળાવ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તથા સતત પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આજરોજ બંને પક્ષે નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે મોડી સાંજે ઇકબાલ અહમદ સૈયદ, હુસેનઅલી શેખ, અકબર અસગર શેખ, સાકીર અહમદ પઠાણ, મહમ્મદ સમસુદ્દીન અને મોબીન અબ્દુલ લતીફ નામની ૬ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ધોબીતળાવ વિસ્તારમાં કોમ્બીંગ કરી હથિયાર વિગેરે સંબંધી તપાસ પણ આદરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved