Last Update : 08-August-2012, Wednesday

 

મિંયાણીથી લઈને માધવપુર સુધી
બરડા પંથકમાં ગેરકાયદે ધમધમતી અનેક ખાણો, તંત્રવાહકોની ચુપકીદી

બરડા ડુંગરમાં પણ ઔષધીઓને સ્થાને દારૃની ભઠ્ઠીઓની બોલબાલા, પર્યાવરણનું નિકંદન ચાલુ રહેશે તો હાઈકોર્ટમાં ધા નાખવાની ચીમકી

પોરબંદર, તા.૭
પોરબંદરના મિંયાણીથી લઈને માધવપુર સુધીના બરડા પંથકમાં અનેક ગેરકાયદે ખાણો ધમધમી રહી છે અને બરડા ડુંગરમાં ઔષધીઓને સ્થાને હવે દેશી દારૃની ભઠ્ઠીઓની બોલબાલા થઈ ગઈ છે. આમ છતાં તંત્રવાહકો ભેદી મૌન સેવીને બેઠા છે. જો આમ જ પર્યાવરણનું નિકંદન ચાલુ રહેશે તો હાઈકોર્ટમાં ધા નાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
પોરબંદર જિલ્લાના દરિયાઈ પટ્ટી ઉપર (સીઆર ઝેડ)માં મિંયાણીથી લઈ માધવપુર સુધીમાં થતાં ગેરકાયદેસર ખોદકામ થતું અટકાવવા તથા જવાબદાર વન અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લામાં દરિયાઈ પટ્ટી (સીઆરઝેડ) દેશમાં અતિસંવેદનશીલ વિસ્તારની જવાબદારી વનવિભાગના અધિકારીઓની છે તેવા (સીઆરઝેડ)માં દરિયાથી ૫૦૦ મીટરની અંદર મીંયાણી, રાતડી, કુછડી, ઓડદર, બળેજ, માધવપુર તથા મુળ માધવપુરમાં ગેરકાયદેસર બિલ્ડીંગ સ્ટોનની ખાણો ચાલે છે. આ ખાણો અટકાવવાની જવાબદારી સ્થાનિક પોરબંદરના વનતંત્રની હોવા છતાં પણ તેમણે અત્યાર સુધીમાં કોઈ ગેરકાનુની ખાણો અટકાવેલ નથી.
આ બાબતે હપ્તા લેવાતા હોવાનો ગંભીર આક્ષેપ કરીને વધુમાં ઉમેર્યું છે કે, બરડા અભ્યારણ્યની અંદર પણ ગેરકાયદેસર બિલ્ડીંગ સ્ટોન તથા લાઈમ સ્ટોનનું ખોદકામ કરવામાં આવે છે. આ બરડા અભ્યારણ્ય જામનગર તથા પોરબંદર જિલ્લામાં ૧૮૨ કી.મી. એરીયામાં ફેલાયેલ જંગલમાં કિંમતી ઔષધીઓ આવેલી છે, તેમાં પણ અંદાજે દેશી દારૃની ૧૫૦ જેટલી ભઠ્ઠીઓ આવેલી હોવાથી દરરોજના કીંમતી વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે અને આ લાકડું દારૃ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતા પણ યોગ્ય પગલા ભરવામાં આવતા નથી. જો હજુ પણ પર્યાવરણનું નિકંદન ચાલુ રહેશે તો નાછુટકે ન્યાય માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી પોરબંદરના વનવિભાગના અધિકારી વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

 

 

રાજકોટમાં ATM તોડવાનો પ્રયાસ કરનાર પાંચ સભ્યોની ગેંગ ઝબ્બે
ATM તોડનાર ટોળકીનો સુત્રધાર SRPનો જવાન

ગોંડલમાં નોકરીના સ્થળની બાજુમાં એટીએમમાં નોટોની થોકડીઓ ગોઠવતા જોઇ ગુનાની દુષ્પ્રેરણા મળી હતી

રાજકોટ, સોમવાર
કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ટોળકીનો માસ્ટર માઇન્ડ ગોંડલ સ્થિત એસઆરપી ગુ્રપ-૮નો કોન્સ્ટેબલ કોળી ભીખુ ઉર્ફે ઘોઘો લીંબાભાઇ મકવાણા (૨૭) નીકળ્યો છે. બી ડિવિઝન પોલીસે તેની અને બીજા આરોપી કિશોર ગોરધન કોળી (ઉ.વ.૧૯ રહે. યુવરાજનગર મ.પરા, રાજકોટ)ની વિધિવત ધરપકડ કરી છે જયારે ગેંગમા સામેલ અન્ય ત્રણ આરોપીઓમાં મુળ ચોટીલાના ભોજપરી ગામના અને હાલ રાજકોટના નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતાં શૈલેષ ઉર્ફે શૈલો રાણાભાઇ કોળી, તેના કાકા વલ્લભ કરમશી કોળી અને મુળ ચોટીલાના ખેરાણાના અને હાલ રાજકોટમાં રહેતા અજય પાંચાભાઇ કોળીને પણ સકંજામાં લઇ ઘનિષ્ઠ તપાસ આદરી છે.
આઇસીઆઇસીઆઇ બેંકનું એટીએમ તોડતી વખતે સ્થાનિક લોકો ભેગા થઇ જતાં ટોળકીના સભ્યો સ્પલેન્ડર બાઇક મુકી ભાગી ગયા હતાં તેના આધારે બી ડિવિઝનના પી.આઇ. અજમેરી, ડી સ્ટાફના લખધીરસિંહ જાડેજા, વિનુભાઇ વગેરેએ તપાસ કરી જે બાઇક ફેરવતો હતો તે કિશોરને ઝડપી લઇ પૂછપરછ કરતાં આખી ટોળકીનો પર્દાફાશ થઇ ગયો હતો અને પોલીસે માસ્ટર માઇન્ડ એસઆરપી કોન્સ્ટેબલ ઘુઘા ઉર્ફે ભીખુને આ પછી ટોળકીમાં સામેલ બાકીના ત્રણેય આરોપીઓને પણ ઝડપી લીધા હતાં.
પોલીસને તપાસ કરતા એવું જાણવા મળ્યું કે મુળ જસદણના ગુંદાળાજશ ગામના ઘુઘો ઉર્ફે ભીખુએ તેના સાથી કર્મચારી પાસેથી રૃા. ૫૦ હજાર વ્યાજે લીધા હતાં. આ રકમ ચુકવવા તેને નાણાંની જરૃર હતી, એક દિવસ તે ગોંડલ એસઆરપી કેમ્પની બાજુમાં આવેલા એટીએમમાં પગાર ઉપાડવા ગયો ત્યારે તેમાં નાણાં જમા કરાવવા ગાડી આવી હતી જેના માણસોને નોટોના બંડલ એટીએમમાં મુકતા જોઇ જતાં તેની દાનત બગડી હતી. અને તેણે આ એટીએમ તોડવાનો નિર્ણય લઇ તેના સંપર્કમાં રહેલા તેની ગેંગના બીજા સભ્યોને ગોંડલ બોલાવી લીધા હતાં.
પરંતુ મધરાત્રે ઉઠી નહીં શકતા યોજના મુલત્વી રાખી હતી, બાદમાં ઘુઘાએ તપાસ કરી કુવાડવા રોડ પરના એટીએમમાં કેમેરા અને રાત્રે ચોકીદાર રહેતો ન હોવાથી તેને તોડવાની યોજના બનાવી તેને બાકીના સાથીઓ સાથે અંજામ આપવા આવ્યો હતો.
બનાવ વખતે ઘુઘો અને બીજો આરોપી અજય બહાર ઉભા હતા જયારે શૈલેષ અને વલ્લભ એટીએમની અંદર જઇ તેને તોડવા લાગ્યા હતાં પરંતુ સ્થાનિક માણસો ભેગા થઇ જતાં ભાગી ગયા હતાં.
આ ગુના માટે કિશોરના બાઇકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે એવી માહિતી મળી છે કે ઘુઘાની પત્નીએ આઠ મહિનાના સંસારજીવન પછી ગળાફાંસો ખાઇ લીધો હતો. એસ.આર.પી.માં ભર્તી થયો તે પહેલાં તેની વિરૃદ્ધ બળાત્કારના પણ આક્ષેપ થયા હતાં. જયારે અજય નામનો આરોપી પણ ફાયરીંગ અને ચોરી સહિતના ગુનામાં વિંછીયા પોલીસના ચોપડે ચડી ગયો છે.

 

 

 

હત્યા કેસમાં રાજકોટ નજીકના બેટી રામપરા ગામેથી
મેંદરડા પોલીસ યુવાનને તપાસના કામે ઉપાડી જતાં અપહરણનો ગુનો
પોલીસ પોતાની ભૂલથી રાતભર ધંધે લાગી ગઇ
રાજકોટ, સોમવાર
રાજકોટ નજીકના બેટી રામપરા ગામમાં હાલ રહેતા રમજાન સોઢા (૨૫)નુ ગઇકાલે રાત્રે સફેદ રંગની લેન્સર કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ગઇ મોડી રાત્રે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્ર ધંધે લાગી ગયુ હતું અને તપાસ કરતા એવો ઘટ્ટસ્ફોટ થયો હતો કે રમજાનનું અપહરણ થયું ન હતું પરંતુ તેને મેંદરડા પોલીસ ખૂન કેસમાં તપાસના કામે ઉપાડી ગઇ હતી.
'ભગા' માટે જવાબદાર કોણ તે બાબતે ત્રણે પક્ષો દ્વારા પોત-પોતાનો કરાતો બચાવ
વિગત એવી છે કે જેના અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી તે રમજાન અગાઉ જુદા જુદા વિસ્તારોમાં રહેતો હતો. પખવાડિયાથી જ બેટી રામપરા ગામે રહેવા આવ્યો હતો. તાજેતરમાં દાહોદ પંથકની આશા બીલવાડ નામની યુવતીની મેંદરડાના ખીજડીયા ગામની સીમમાંથી હત્યા કરાયેલી લાશ મળી હતી.
આ કેસમાં રમજાન કેટલીક હકિકતો જાણતો હોવાની માહિતી મેંદરડા પોલીસને મળી હતી. જેથી રમજાનને તેના મકાને શોધતા હતા પરંતુ મકાન બદલાવી નાખ્યુ હોવાથી મળતો ન હતો.
અંતે મેંદરડા પોલીસને તે હાલ બેટી રામપરામાં રહેતો હોવાની માહિતી મળતાં ગઇકાલે પીએસઆઇ શ્રી રાણા સ્ટાફના માણસો સાથે રાજકોટ આવ્યા હતાં. જો સરકારી જીપ લઇને જાય અને રમજાનને ખબર પડે તો ભાગી જાય તેવી શકયતા હોવાથી પીએસઆઇ રાણાએ ત્યારે કુવાડવા રોડ પરથી લેન્સર કાર લઇને ચોટીલા જમવા જતાં અને કાર લે-વેંચનું કામ કરતાં રાજકોટના મોહસીન અને તેના મિત્ર ઇમરાનને અટકાવી તેની કાર માંગી હતી.
બાદમાં આ કારમાં મેંદરડા પોલીસ બેટી રામપરામાં રમજાનના ઘર નજીક પહોંચી હતી ત્યારે રમજાન અને તેનો કૌટુંબીક મામો રહીમ સીરાજ ત્યાં ઉભા હતાં.
મેંદરડા પોલીસે તેમની પાસે જઇ કાર બંધ થઇ ગયાનું કહી બંનેને ધક્કો મારવા બોલાવ્યા બાદ રમજાનને કારમાં નાખી ઉપાડી લીધો હતો. જતાં-જતાં મેંદરડા પોલીસના કહેવા પ્રમાણે તેના દ્વારા પોતે મેંદરડાની પોલીસ હોવાનુ અને રમજાનને તપાસના કામે લઇ જવાતો હોવાનું તેની સાથેના માણસ એટલે કે રહીમભાઇને કહેવાયુ હતું.
આમ છતાં આ હકિકત છુપાવી રહીમભાઇએ રમજાનનું ચાર શખ્સો કારને ધક્કો મારવાના બદલે બોલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ કુવાડવા પોલીસમાં રાત્રે નોંધાવી દીધી હતી જેને કારણે કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે રાતોરાત કાર નંબરના આધારે તપાસ શરૃ કરતાં અંતે સત્ય હકિકતો બહાર આવી હતી.
અપહરણની ફરિયાદ નોંધનાર કુવાડવા પોલીસ ફરિયાદીએ સત્ય હકિકતો છુપાવ્યાનો, તો ફરિયાદીએ રમજાનને ઉપાડી જનારાઓએ મેંદરડા પોલીસ હોવાનું નહીં કહ્યાનો બચાવ કર્યો છે જયારે મેંદરડા પોલીસ પોતે પોલીસ હોવાનું કહી રમજાનને લઇ ગયાનું કહી રહી છે.
આમ આ 'ભગા'માં બધા પક્ષો પોતાનો બચાવ રજૂ કરી રહ્યા છે આમ છતાં મેંદરડા પોલીસે બારોબાર આ રીતે ઓપરેશન કરવાને બદલે જો સ્થાનિક પોલીસની મદદ લીધી હોત તો આ 'ભગો' ન થાત તેવું કુવાડવા પોલીસનું કહેવું છે.

 

સાવરકુંડલાના વિજપડી ગામે પ્રવાહીએ બેનો ભોગ લીધા બાદ
કેફી સીરપથી સર્જાયેલી કરૃણાંતિકામાં સમગ્ર રાજ્યમાંથી સેમ્પલ લેવાશે
અમરેલી, તા.૬
સાવરકુંડલાના વિજપડી ગામે આલ્કોહોલ મિશ્રિત કોસ્મેટીક પ્રવાહીનું સેવન કર્યા બાદ બે યુવાનોના નિપજેલા મોત બાદ જિલ્લાનું ડ્રગ એન્ડ ફુડ વિભાગ તપાસમાં ઉતરી આવ્યું છે. પોલીસે જપ્ત કરેલી તે કોસ્મેટીક સીરપની કંપનીઓના પ્રવાહીની ગુજરાતભરમાંથી સેમ્પલ લઈ વડોદરા લેબ. પરીક્ષણ માટે મોકલાશે. રાજુલાના અનેક વિસ્તારોમાં આવેલા મેડીકલ સ્ટોરમાંથી હજુ પણ પ્રિસ્ક્રીપ્સન વગરની દવાનું ધુમ વેચાણ ચાલુ છે.
પોલીસે જપ્ત કરેલી સીરપની બોટલોનું લેબ. પરીક્ષણ કરાશેઃ હજુ પણ નિયમિત સેવન કરતા પછાત વર્ગના મજૂરો
સાવરકુંડલાના વિજપડી ગામે આલ્કોહોલ મિશ્રીત કોસ્મેટીક પ્રવાહીનું સેવન કર્યા બાદ એક કોળી યુવાન અને એક લોહાણા યુવાનના મોત નિપજતા નાના એવા ગામમાં કરૃણાંતિકા સર્જાઈ છે. આનુ મુળ શોધવા પોલીસ અને ડ્રગ વિભાગ મેદાનમાં આવ્યું છે. આ અંગે અમરેલી જિલ્લા ડ્રગ વિભાગના ઈન્ચાર્જ આસીસ્ટન્ટ કમીશ્નર આઈ.જી. શેખે જણાવ્યું હતું કે, આ પ્રવાહી ભરેલ સીરપ કોસ્મેટીકના વ્યવસાયમાં વપરાય છે.
જેથી તેના પર રોક લગાવવી અશક્ય છે. તેના માટે કોઈપણ ડોકટરના પ્રિસ્ક્રીપ્સનની જરૃર નથી તે આસાનીથી કોઈપણ મેડીકલ સ્ટોરમાંથી મળી શકે છે. તેમ છતા અમોએ તપાસ શરૃ કરી છે. પોલીસે જપ્ત કરેલી એકવા રોઝ, એકવા લાઈમ, બાયોટોનીક, મેડી લોન્ચર, ફેરમ ફોરીમ નામની કંપની ૧૬ ખાલી અને ૧ ખાલી બોટલની તપાસ કરવા માટે ગુજરાતભરમાંથી આ કંપનીના વેચાતા આલ્કોહોલ મીશ્રીત પ્રવાહીના સેમ્પલ લઈ વડોદરા લેબ. પરીક્ષણ માટે મોકલાશે.
કોસ્મેટીક માટે વપરાતા આ આલ્કોહોલ મિશ્રણ પીણાનું સેવન રાજુલા- જાફરાબાદના દરીયા કિનારે વસતા પરપ્રાંતિય શ્રમિકોમાં પ્રસરતુ જાય છે અને હવે તે દુષણ બની ગયું છે. જાણવા મળે છે કે, રાજુલાના ટાવર રોડ અને સવિતાનગર સહીતના અનેક વિસ્તારોમાં આનું ધુમ વેચાણ થાય છે. અહીં હજારો મજુરોનો અહીં વસવાટ છે.
જેમાં મોટાભાગના મજુરોને દરરોજ સાંજ પડેને નશો કરવાની આદત હોય છે. તેઓ વિદેશી દારૃ પીવાને બદલે આસાનીથી મળતા અ પ્રવાહી નજીવી રકમમાં ખરીદી છડેચોક પીવે છે. પછાત વર્ગમાં આનુ સેવન ખુબ જ વધ્યું છે. તેને અટકાવવા માટે સરકાર કોઈ અસરકારક પગલા નહીં ભરે તો આ દુષણ કંઈકની જીંદગી બરબાદ કરી નાખશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved