Last Update : 08-August-2012, Wednesday

 
ડેપ્યુટી કલેક્ટર સહિત જવાબદારો સામે ચિંધાતી આંગળી
રાજકોટમાં મધ્યાન્હ ભોજનને વેચી મારવાનું પકડાતું કૌભાંડ

બે રિક્ષા છટકી, એક ઝબ્બે પણ પકડાયેલાને બારોબાર છોડી મુકાતા વોર્ડ-૨૨ના કોર્પોરેટરોની મહેનત એળે, કમિ.કરશે કલેક્ટરને રિપોર્ટ

રાજકોટ,મંગળવાર
રાજકોટ મહાપાલિકા સંચાલિત સ્કૂલોના બાળકોને આપવા માટેના મધ્યાન્હ ભોજનની સામગ્રી બાળકોના મોં સુધી પહોંચે તે પહેલા બારોબાર ચાંઉ કરી જવાનું કૌભાંડ રાજકોટમાં પકડાયું હતું પણ અધિકારીઓની શંકાસ્પદ ભુમિકા ખુલ્લી પડવા સાથે આ પ્રકરણમાં જવાબદારોને જવા દેવાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
આ અંગે મ્યુનિ.કમિશનર, નાયબ કમિશનર, વિજીલન્સ પી.આઈ., કોર્પોરેટરો, સ્થાયી સમિતિ ચેરમેન વગેરેએ જણાવ્યા મૂજબ વોર્ડ નં.૨૨ના બે કોર્પોરેટરો વિનુભાઈ ડી.ધવા અને જયંતિલાલ સોરઠીયાને મધ્યાન્હ ભોજન બાળકોને પેટમાં જવાને બદલે કૌભાંડિયાના ઘરે જાય છે તેવી માહિતી મળતા સ્થાયી સમિતિ હાલના અને પૂર્વ ચેરમેનના વોર્ડ નં.૧૯માં દેવપરા ખાતે આવેલ શાળા નં.૬૩એ કાર્યકરો મારફત વોચ રખાવી હતી. જેમાં આજે નીલાબેન ત્રિવેદી દ્વારા ચલાવાતા મધ્યાન્હ ભોજનના રસોડામાંથી ત્રણ રિક્ષામાં માલ સગેવગે થઈ રહ્યાનું નજરે પડતા બન્ને કોર્પોરેટરોએ તેનો પીછો કર્યો તેમાં બે રિક્ષા તો છટકી ગઈ હતી પણ એક રિક્ષા જંગલેશ્વરમાં મળી આવતા તેને ચાલક અને માલ સાથે ઢેબરરોડ પર મહાપાલિકા કચેરીએ લઈ અવાઈ હતી.
મ્યુનિ.સૂત્રો અનુસાર આ રિક્ષામાં પાંચ બાંચકા ઘંઉ, બેએક લિટર જેટલું તેલ, રાંધેલું શાક વગેરે પગ કરી રહ્યું હતું જે જથ્થો મહાપાલિકા કચેરીએ લાવીને આ અંગે કમિશનરને જાણ કરાતા નાયબ કમિશનર ચેતન નંદાણી તથા વિજલન્સ પી.આઈ.આર.બી.ઝાલાએ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી ત્યાં મધ્યાન્હ ભોજનના નાયબ કલેક્ટર ગામિત અને ઝીંઝુવાડીયા વગેરે આવી જતા તેમને પોલીસ કેસ સહિતની કામગીરી કરવા માલ વગેરે સોંપી અપાયાનું પી.આઈ.એ જણાવ્યુંહતું.
પરંતુ, કોર્પોરેટરોએ રોષભેર જણાવ્યા મૂજબ આ રિક્ષાને અધવચ્ચે જ વહીવટ કરીને છોડી દેવાઈ છે. એટલું જ નહીં, ખુદ ડેપ્યુટી કલેક્ટર ફોજદારી કેસ કરવાને બદલે 'જવા દેવા' સૂચવતા ભારે હંગામો મચ્યો હતો. જો કે નાયબ કમિશનર વગેરેએ વચ્ચે પડીને મહાપાલિકા કચેરીએ મામલો થાળે પાડયો હતો.
એવું પણ જાણવા મળ્યું છે કે આ માલ લાંબા સમયથી સગે વગે થતો હતો અને જો પકડાય તો દળાવવા જઈએ છીએ તેમ કહેવાનું પણ નક્કી કરાયું હતું. ઉપરોક્ત રિક્ષાના ચાલક, એક મહિલા વગેરેએ પણ ગુંદાવાડીમાં દળાવવા જવાનું બહાનુ આપ્યું પણ રિક્ષા જ જંગલેશ્વરમાં પકડાઈ હતી. બે રિક્ષામાં માલ તો બારોબાર પગ પણ કરી ચૂક્યો છે. આ ગંભીર ઘટના છતાં કોઈ પગલા લેવાયા નથી.
મ્યુનિ.કમિશનર અજય ભાદુએ આ અંગે જણાવ્યુ ંકે મધ્યાન્હ ભોજનના અધિકારી કલેક્ટર કચેરી હેઠળ આવતા હોય આ અંગે કલેક્ટરને રિપોર્ટ કરવા નાયબ કમિશનરને સૂચના અપાઈ છે.

અછતની ઉપાધિ ભુલીને પાંચ દિ' રાજકોટ મેળે મ્હાલશે
કાલથી લોકમેળોઃ રમકડાં, ખાનપાન અને ફજરફાળકાની સૈર પણ મોંઘી
રાજકોટ, સોમવાર
ચોમાસું નબળું છે ત્યારે લોકમેળો યોજાશે કે નહીં એ ગડમથલના અંતે બુધવાર તા. ૮થી રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. પાંચ દિવસ દરમિયાન દૂકાળની ચિંતા ભુલાવીને રોજ હજારો-લાખો લોકો મેળામાં મ્હાલશે, પણ મોંઘવારી ભાવવધારાના કારણે ફનરાઈડસની મજાથી માંડીને બાળકો માટે રમકડાંની ખરીદીમાં મધ્યમ વર્ગનું આર્થિક ભારણ બેવડું થઈ જશે.
રાઈડસના ધંધાર્થીઓએ હવે જૂની છપાવેલી ટિકીટ ચલાવવા મુકેલી માગણીઃ મનોરંજન કર-ચોરી પર વોચ રાખવા નવા ના. મામલતદારો તહેનાત
આ વખતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ લોકમેળા નામકરણ કરાયું હોવાથી એ મહાન વિભૂતિની જીવન ઝરમર ઝળકતી જોવા મળે તે માટે મેળા સમિતિએ સામટા ૧૦ સ્ટોલ રામકૃષ્ણ આશ્રમને ફાળવ્યા છે. રેસકોર્સના મેધામાં આ વખતે ફન રાઈડસ વધુ સંખ્યામાં જોવા મળશે. પહેલી જ વખત રાઈડસના ટિકીટદર મહત્તમ રૃા. ૨૦ રાખવા છૂટ અપાઈ હોવાથી મોટી રાઈડસમાં બેસવાનું પણ આર્થિક રીતે મોંઘુ પડશે. રાઈડસના ધંધાર્થીઓએ આજે વળી એવી રજૂઆત કરી કે રૃા. ૨૦ ભાવ છાપેલી ત્રણ ફોઈલવાળી ટિકીટ છપાવવી હવે તેમના માટે અશક્ય હોવાથી જૂની ટિકીટ ચલાવી છપાવવી લેવી. જો એમ થાય તો તેમણે કેટલી ટિકીટ વેંચી, તેના પર કેટલો વધુ ટેક્સ વસુલવો તે ગણતરી અશક્ય બને! હાલ આ ધંધાર્થીઓને નાયબ મામલતદારોને આ રાઈડસમાં ટિકીટ કેટલી વસુલાય છે તે જોવાની ડયૂટી સોંપાઈ છે. કુલ ૧૭૧ કર્મચારીઓ વચ્ચે રાઉન્ડ ધ ક્લોક ડયૂટી માટેના ઓર્ડર કરાયા છે. દરમિયાન, યાંત્રિક આઈટમોના ફિટનેસ સર્ટીફિકેટ, ફિઝિકલ વેરીફીકેશનની કામગીરી હજુ ચાલી રહી છે, તો આઈસક્રીમ ચોકઠાં, સ્ટોલ્સમાં તૈયારીઓ ચાલુ છે. અનાજ-તેલ સહિતની કાચી સામગ્રીના ભાવવધારાના નામે મેળામાં ખાણીપીણી મોંગી પડશે, તો રમકડાંના વેપારીઓ પણ ૧૫થી ૪૦ ટકા ભાવવધારો થયાનું જણાવી રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવારો માટે આ વખતે મેળાની મોજ મોંઘી બનશે!

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved