Last Update : 08-August-2012, Wednesday

 
તલોદ પંથકના ૧૧ શિખરી જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા

બે દાન પેટીના ભંડારા ઉઠાવી ગયા

તલોદ, તા. ૭
સાબરકાંઠા જિલ્લાના તલોદ-મહિયલ પંથકમાં આવેલા સચેતા ટાઉનશીપ પંથકના ચંપા-કેશવ ૧૧ શિખરી જૈન શ્વેતામ્બર દેરાસરમાં ગત રાત્રીએ કોઇ તસ્કરોએ ઘૂસ મારીને માલમાલ થઇ જવાનો નિંદનીય પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં તેઓ મહદ્અંશે નિષ્ફળ રહ્યા હતા. પરંતુ દેરાસરમાં તસ્કરોએ ફરી એકવાર હાથફેરો કરતાં સહજભાવે ભાવિકોની લાગણી દુભાઇ છે.
મધ્યરાત્રી બાદ આ દેરાસરના પાછળના ભાગેથી ઘૂસેલા મનાતા તસ્કરોએ ગર્ભગૃહ આગળ રાખેલ બે દાન-પેટીના ભંડારા આખેઆખા ઊઠાવી ગયા હતા. ભંડારાના વજનને કારણે તેમાંથી વધુ માલ મળશે તેમ માની આખા ભંડારા જ ઊઠાવી ગયેલા તસ્કરોએ એક ખેતરમાં ભંડારા ઉપર પથ્થરના ઘા ઝીંકી તોડી નાખ્યા હતા. જેમાંથી નીકળેલી મનાતી ''મામૂલી રકમ'' લઇ તસ્કરો ફરાર થઇ ગયા હતા. સોમવાર તા. ૬-૮-૧૨ના રોજ મધ્યરાત્રી બાદ ત્રણેક તસ્કરોની મનાતી ટોળકી આ દેરાસર પરિસરમાં ઘૂસી હતી. યોગાનુયોગ અહીં ફરજ બજાવતા બંને પૂજારી જે-તે સમયે ગેરહાજર હતા. પરિણામે તસ્કરોને દેરાસરમાં ઘૂસવા માટે મોકળું મેદાન મળી ગયું હતું.
દેવમંદિરની મિલકતની ચોરી કરવાના નાપાક ઈરાદા સાથે દેરાસરમાં ઘૂસેલા તસ્કરોએ જાણે કે ભાવિક ભક્તોની લાગણીને વધુ ઠેસ ન પહોંચે તે માટે આ ૧૧ શિખરી દેરાસરની એક પણ પ્રતિમાજીને તેઓએ ખંડિત કરીને કે કોઇ અન્ય રીતે પણ નુકસાન પહોંચાડયું ન હતું...!!
ઉલ્લેખનીય છે કે, આ દેરાસર પંથકના દેવમંદિરમાં અગાઉ પણ ત્રણેક વખત લબરમૂછિયા તસ્કરોએ હાથફેરો કરેલ છે. તલોદ પોલીસ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અહીં નિયમિત તપાસ અર્થે જતી હોવાનું પણ જાણવા મળેલ છે. દેરાસર પછીનો વિસ્તાર ખુલ્લા ખેતરો અને રોડ ટચવાળો માર્ગ હોઇ તસ્કરો અહીંથી આસાનીથી ભાગી છૂટવામાં પાવરધા પૂરવાર થયા છે. આજે ઘટનાસ્થળે તલોદ પો.સ.ઈન્સ. વી.વી. ઓડેદરાએ પહોંચી જઇને તપાસ હાથ ધરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved