Last Update : 08-August-2012, Wednesday

 

ગલાલપુરા પાટીયા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

રાજસ્થાનના બે ઈસમો ડીસામાં કામ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ડીસા, તા. ૭
ડીસા તાલુકાના ગલાલપુરાના પાટીયા પાસે ડીસાથી ધાનેરા જતા રોડ પર ગત રાત્રીના નવ વાગ્યાના આસપાસ એક અલ્ટ્રો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં સવાર રાજસ્થાનના સાંચોર નજીકના બે ઈસમોને ગંભીર ઈજાઓ થતાં બંનેનું કરુણ મોત થયું હતું. આ મામલે ડીસા તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.
આ ગમખ્વાર અકસ્માતની વિગતો જોઈએ તો રાજસ્થાનના સાંચોર તાલુકાના પરવાળા ગામે રહેતા પુનમારામ ખેતારામ ચૌધરી, ઉ.વ. ૩૦ તેમજ કરશનભાઈ રામજીભાઈ ચૌધરી, ઉ.વ. ૩૦ વાળાઓ કામકાજ અર્થે અલ્ટ્રો કાર લઈ ડીસા આવ્યા હતા. જેઓ પોતાનું કામકાજ પતાવી પરત રાજસ્થાન જવા રવાના થયા હતા. આ બન્ને ઈસમો તેમની અલ્ટ્રો કાર લઈ ડીસાથી ધાનેરા જતા રોડ પર ગલાલપુરાના પાટીયા નજીક આવતા સામેથી ટ્રેક્ટરમાં સીમેન્ટની ઈંટો ભરી લઈ આવતા ટ્રેક્ટર ચાલકે ગફલતભર્યા ડ્રાઈવિંગે રોંગ સાઈડમાં આવી અલ્ટ્રો કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી અલ્ટ્રો કારનો ખુરદો બોલી ગયો. રાત્રીના નવેક વાગ્યાના સમયે આ અકસ્માત સર્જાતા આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં પુનમારામ ખેતારામ ચૌધરીનો ગંભીર ઈજાઓએ ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે તેમનો સાથીદાર કરશનભાઈ ચૌધરી લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવારઅર્થે લાવવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન તેઓનું પણ કરુણ મોત થયું હતું. આમ થયેલ અકસ્માતમાં પરપ્રાંતીય બે આશાસ્પદ યુવકોના કરુણતાએ મોતના બનાવની જાણ ડીસા તાલુકા પી.આઈ. બી.આઈ. પાટીલને થતા તેઓ તેમજ હેડ કોન્સ્ટેબલ વિહાજી રાઠોડ સહિતના પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેઓએ હાઈવે રોડ ખુલ્લો કરાવી બન્ને મૃતકોના પી.એમ. કરાવ્યા હતા. આ અકસ્માતમાં સેવાભાવી મનુભાઈ આશનાની દ્વારા મતકોના સબ રાજસ્થાન ખાતે તેમના પરિવારજનોને પહોંચાડવાની માનવતાવાદી કામગીરી કરાઈ હતી.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved