Last Update : 08-August-2012, Wednesday

 

ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન

બાયડ અને ધનસુરામાં દોઢ ઇંચ, પ્રાંતિજમાં ૧૨ મી.મી. અને ખેડબ્રહ્મામાં ૧૦ મી.મી. વરસાદથી ખેડૂતોમાં ખુશાલી
મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છુટોછવાયો વરસાદ

મહેસાણા, તા.૭
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લામાં આજે દિવસ દરમ્યાન આકાશ અવારનવાર વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. ક્યારેક કાળા ડિબાંગ વાદળોથી ઘટાટોપ બની જતાં જોરદાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ સર્જાયું હતું. છેલ્લાં કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા આ વર્ષનું ચોમાસું નિષ્ફળ જશે અને દુકાળની દુષ્કર પરિસ્થિતિ ઊભી થશે તેવી ચિંતા સેવી રહેલો ખેડૂત વર્ગ હતાશામાં ગરકાવ થઈ ગયો હતો પરંતુ આજે અચાનક એકાએક પલટાયેલ વાતાવરણને નિહાળીને ખેડૂતોએ મ્ડે મોડેય ભગવાન કૃપા વરસાવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આજે આ ત્રણય જિલ્લામાં ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ થયો હતો. તો ક્યાંક માત્ર ફરફર છાંટા વરસીદ ગયા હતા. આમ છતાં મેઘરાજા મોડેમોડે પણ મહેર વરસાવશે તેવી આશા સાથે ખેડૂતોએ મનમાં ને મનમાં હરખ અનુભવ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં ક્યાંક માત્ર નામ પૂરતા વરસાદનાં છાંટા પડી ગયા હતા. જો કે વાદળોથી ઘેરાયેલા રહેલા હવામાનના કારણે અસહ્ય ઉકળાટ તથા બાફ અનુભવાયો હતો.
સાબરકાંઠા જીલ્લામાં સૌથી ઓછો વરસાદ બાયડ તાલુકામાં નોંધાયો હતો. જેના કારણે નદી, નાળા, તળાવો ખાલી ખમ મધ ચોમાસે જોવા મળ્યા હતા. સુજલામ સુફલામ કેનાલ દ્વારા નદી તેમજ લાંક ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. જેના કારણે જે વિસ્તારમાં નદીઓ પસાર થતી હતી. તે વિસ્તારમાં મુંગા પશુઓ માટે પીવાની પાણીની સમસ્યા થોડાક અંશે હલ થઈ હતી. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન પડતા આ તમામ નદી નાળામાં પાણી સુકાવા લાગ્યા હતા. જેના કારણે પ્રજાજનોમાં ફરીથી ચિતાનું આવરણ જોવા મળ્યુ હતુ. પરંતુ આજ રોજ એકાએક મેઘરાજા આવી પહોંચતા મુરજાતો મોલ થોડા સમય માટે બચી જવા પામ્યો છે. આગામી દિવસોમા હજુ પણ વધુ વરસાદની જરૃરીયાત પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં તા. ૭મી ઓગસ્ટે એકાએક મેઘરાજાની સવારી ચાલુ થતાં લોકોએ તથા પશુ પંખીઓએ રાહતનો દમ ખેંચ્યો હતો.
શરૃઆતમાં હળવા અને પછી સાંબેલાધાર વરસતા મેઘરાજાએ કડાકા ભડાકા સાથે આગમન કરતાં લોકો આનંદ સાથે ય કડાકાના અવાજથી ભયભીત બન્યા હતા. એક કલાકમાં ૧૨ મી.મી. વરસાદથી લોકોએ રાહત અનુભવી હતી.
પ્રાંતિજ તેમજ પંથકમાં લાંબા સમય બાદ લાંબી રાહ જોવરાયા બાદ મેઘરાજાના આજના તોફાની આગમને ધરાને થોડીક તૃપ્ત કરી છે ને કપાસ, શાકભાજી તથા ચોમાસુ ખેતીને થોડુંક જીવતદાન મળ્યું છે. પાણી પડતાં જ સીધું જમીનમાં ઉતરી જતાં ધરા કેટલી પાણીથી અતૃપ્ત છે તેનો અંદાજ લોકો લગાડતા હતા.
પ્રાંતિજના બજારોમાં પાણી જ પાણી થઇ ગયું હતું. તો ખરીદી કરવા આવેલા લોકો વરસાદથી સામાન સાથે ભીંજાયા હતા. આજે છઠ્ઠ ને તેમાંય રાંધણ છઠ્ઠની ખરીદી કરવા આવેલા લોકો વરસતા વરસાદમાં પલડતા હતા, તો પણ વરસાદ આગમનથી ખુશીના માહોલમાં જણાવતા હતા કે 'ભગવાન તારી લીલા ન્યારી છે' ને મેઘમહેરને વધાવતા હતા. ખેડબ્રહ્મા પંથકમાં ઘણાં સમયથી વરસાદની રાહ જોવાતી હતી. વરસાદ આવે તે માટે યજ્ઞાો પણ યોજાયા હતા. પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદ ચાલું થયો હતો. ધીમે ધીમે વરસાદ ૧૦ મી.મી. જેટલો પડયો હતો. વરસાદના આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ હતી. સમયસરના વરસાદથી ખેતીને હવે જીવનદાન મળશે તેમ નગરપાલિકાના આકારણી સદસ્ય તેમજ ખેડૂત બ્રિજેશભાઈ પટેલે જણાવ્યું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved