Last Update : 08-August-2012, Wednesday

 

ઉમરેઠની ઓડ ચોકડી પાસે
અખાદ્ય ગોળના ૨૨૫ કટ્ટા લઈ જતી પિકઅપ વાન પકડાઈ

રૃ. ૬૭,૫૦૦નો જથ્થો સાવલીથી પણસોરા લઈ જવાતો હતો ઃ ચાલકની પૂછપરછ

આણંદ,તા.૭
ઉમરેઠ તાલુકાની ઓડ ચોકડી પાસે ગઈકાલ સમીસાંજના સુમારે ઉમરેઠ પોલીસે વાહનચેકિંગ ઝુંબેશ અંતર્ગત અખાદ્ય ગોળના કટ્ટા ભરેલી એક પીકઅપ વાનને ઝડપી પાડી હતી. પોલીસે પીકઅપ વાનમાંથી અખાદ્ય ગોળના ૨૨૫ કટ્ટા કિંમત રૃા.૬૭,૫૦૦/- તથા રૃા.૨ લાખની પીકઅપ વાન મળી કુલ્લે રૃા.૨,૬૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરીને પીકઅપ વાનના ચાલકની પ્રાથમિક પુછપરછ હાથ ધરતા અખાદ્ય ગોળનો આ જથ્થો સાવલીથી પણસોરા લઈ જવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ઉમરેઠ પોલીસ મથકના પીએસઆઈ આર.કે.મોડીયા સહિતનો સ્ટાફ ગઈકાલ સમીસાંજના લગભગ ૭ઃ૩૦ કલાકના આસપાસના સુમારે ઉમરેઠ તાલુકાની ઓડ ચોકડી પાસે વાહનચેકિંગમાં હતો. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલ મહેન્દ્રા પીકઅપ વાન નં.-જીજે-૨૩વી-૬૦૮૩ને પોલીસે શંકાના આધારે અટકાવી હતી અને પીકઅપ વાનની તલાશી લેતાં અંદરથી અખાદ્ય ગોળના ૨૨૫ નંગ કટ્ટા (૨૨૫૦ કિલો)નો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૃા.૬૭,૫૦૦/- જેટલી થવા જાય છે. પોલીસે ચાલકના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે કમલેશભાઈ ભવાનીશંકર મહેશ્વરી (રહે.પણસોરા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ઉક્ત અખાદ્ય ગોળનો જથ્થો તથા રૃા.૨ લાખની કિંમતની પીકઅપ વાન મળી કુલ્લે રૃા.૨,૬૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અખાદ્ય ગોળ સંદર્ભે પુછપરછ કરતા આ ગોળનો જથ્થો તેણે સાવલીથી ભર્યો હતો અને પણસોરા ખાતે લઈ જતો હતો. પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરીને એફએસએલ મારફતે તેની ચકાસણી હાથ ધરી છે. ઉમરેઠ તાલુકાની પણસોરા ચોકડી ઉપર છેલ્લા ઘણાં વખતથી કેટલાક અનાજ-કરિયાણાના દુકાનદારો દ્વારા અખાદ્ય ગોળનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જો પોલીસ તંત્ર દ્વારા પણસોરા ગામની ચોકડી ઉપર આવેલ અનાજ-કરિયાણાની દુકાનો અને દુકાનોના ગોડાઉનમાં ઓચિંતો છાપો મારવામાં આવે તો અખાદ્ય ગોળનો મસમોટો જથ્થો ઝડપાય તેવી સંભાવના છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved