Last Update : 08-August-2012, Wednesday

 

વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું
રોપણી કરીને બેઠેલા હજારો ખેડૂતોને રોવાનો વારો આવશે

તબીબી અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વિરૃધ્ધ કાર્યવાહી ન થતાં સગાઓની ઉગ્ર રજૂઆત

આણંદ,તા.૭
જૂલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડયા બાદ મહિનો વીતી ગયો હોવા છતાં વરસાદ ન વરસતા ધરતીપુત્રો તથા આમ જનતા ચિંતિત બની છે. વરસાદ ખેંચાતા ઘાસચારા તથા પાણીની વિકટ સમસ્યા કેટલાક ગામોમાં ઉભી થઈ છે. નહેરની સગવડ છે ત્યાં તો પાણી મળતા ખેડૂતોએ ખેતી શરૃ કરી છે. પરંતુ નહેરની સગવડ નથી ત્યાં ખેડૂતો હેરાન થઈ ગયા છે. વરસાદના પાણીથી ખેતી થાય તે સારી હોય છે. વરસાદ સારો પડશે તે માટે પ્રભુ પ્રાર્થના શરૃ થઈ ગઈ છે. નાત-જાત-ધર્મનો ભેદભાવ ભુલી લોકો ઈશ્વરને એક જ પ્રાર્થના કરે છે કે હવે તો મહેર કર.
કુદરત રૃઠી હોય તેમ વરસાદ આ વર્ષે ખેંચાતા લોકોની પરેશાની વધવા પામી છે. સમયસર રોપણી થવી જોઈએ તે થઈ નથી. હાલમાં આકાશમાં વાદળો ઘેરાય છે. પરંતુ વરસાદના છાંટા પણ પડતા નથી. ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડે છે. આજે વરસે કાલે વરસશે તેવી આશા પણ ઠગારી નીવડે છે. ખરીફ પાકની વાવણી મોટાભાગે જૂન મહિનામાં થઈ જતી હોય છે. આ વર્ષે જૂનમાં વરસાદ વરસ્યો જ નહી. જુલાઈ માસના પ્રથમ અઠવાડિયામાં થોડો ઘણો વરસાદ વરસ્યો પછી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
ચરોતર પંથકમાં તમાકુની રોપણી વધારે થતી હોય છે. ખેડૂતોએ ધરૃવાડીયા નાંખી દીધા છે. કેટલાક જમીનો પણ તૈયાર કરી દીધી છે. પરંતુ યોગ્ય વરસાદ ન થતા રોપણી થઈ શકતી નથી. વરસાદી પાણીથી રોપણી થાય તો પાક પણ સારો થતો હોય છે. સમયસર વાવણી થાય તો જ સમયસર પાક તૈયાર થાય. મોડી રોપણી થાય અને પાછોતર વરસાદ વધુ થાય તો પાકને વ્યાપક નુકસાન થતુ હોય છે. પાકના આ નુકસાનને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે. નહેરમાં પાણી આવતા કેટલાક ખેડૂતોએ ખેતી શરૃ કરી દીધી છે. પરંતુ પાણી લેવામાં ખર્ચો વધી જતો હોય છે. હાલ ડાંગરમાં તથા બીજા પાકની રોપણીમાં પાણી લેવામાં આવી રહ્યું છે. પરંતુ જે વિસ્તારોમાં નહેરોની સગવડ નથી તે વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદ ન વરસતા પાણી તથા ઘાસચારાનો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. પશુપાલકો પણ ઘાસનો ભાવ વધતા તેઓને પશુ કઈ રીતે પાલવવા તે પ્રશ્ન થઈ પડયો છે. વરસાદ પડે તે માટે પ્રાર્થનાઓ શરૃ થઈ ગઈ છે. પ્રાર્થનાની સાથે સાથે હોમ હવન શરૃ થઈ ગયા છે. બધા જ ધર્મના લોકો આ માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલ શ્રાવણ મહિનો તથા રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ધર્મના ભક્તો દ્વારા પણ સવારથી મોડી સાંજ સુધી પ્રભુ પ્રાર્થના થઈ રહી છે. હે ભગવાન માનવી માટે નહીં પરંતુ પશુ-પંખી માટે તો મહેર કર. જો આ જ પરિસ્થિતી રહેશે તો પશુ-પંખીની પરેશાની પણ વધવા પામશે.

બે ભાદરવા એટલે દુકાળમાં અધિક માસ!
આણંદ,તા.૭
ગુજરાતી ભાષામાં કેટલીક કહેવતો આજે પણ સાંભળવા મળે છે. આ વર્ષે અધિક માસ છે. બે ભાદરવા મહિના છે. લોકો કહે છે કે આનુ જ નામ દુકાળમાં અધિક માસ.

વરસાદ ન થતા જીવન જરૃરી ચીજો મોંઘી થઈ
આણંદ,તા.૭
વરસાદ ખેંચાતા જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધવા માંડયા છે. ફળ-ફળાદિ તથા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ઘઉં, ચોખા, દાળ વિવિધ લોટના ભાવ પણ વધવા માંડયા છે. ગરીબ અને મધ્યમવર્ગની તકલીફોની તકલીફો વધવા પામી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved