Last Update : 08-August-2012, Wednesday

 
પોલીસ બેડાના ૨૬ પી.એસ.આઇ.ની બદલી ઃ ૧૮ જેટલા નવા મુકાયા

સિહોર, સોનગઢ, અલંગ, ઉમરાળા, ઘોઘા, ગઢડા, જેસર, પાલિતાણા બોટાદ સહિતના પોલીસ મથકનાં પી.એસ.આઇ.ની બદલી

ભાવનગર, મંગળવાર
ગુજરાત વિધાનસભાની ચુંટણી આગામી દિવસોમાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રનાં ૬૬૪ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોલીસ બેડાના ૨૬ પી.એસ.આઇ.નો સમાવેશ થવા જાય છે. જ્યારે અન્ય જિલ્લામાંથી ૧૮ જેટલા પી.એસ.આઇ.ને ભાવનગર પોલીસ બેડામાં મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ભાવનગર પોલીસ બેડાના ૨૬ પોલીસ ઇન્સ્પેક્ટર પૈકી શાબુદિનભાઇ સુભાનખાનની સી.આઇ.ડી. ક્રાઇમમાં, બોટાદ ખાતે ફરજ બજાવતા ચંદ્રપ્રકાશ ઉદયરામ પરેવાની આદવા-ડાંગ, બી.ડીવીઝનના રામજીભાઇ જીવાજી ચૌધરીની જુનાગઢ, વરતેજના જોરાવરસિંહ રણજીતસિંહ ઝાલાની સાબરકાંઠા, સિહોરના નરેશભાઇ લીલાભાઇ દેસાઇની પોરબંદર, પાળીયાદના રાધેશ્યામભાઇ નાગરભાઇ વિરાણીની અમરેલી, જેસરના દિપકભાઇ મોહનલાલ મીશ્રાની વલસાડ, ઘોઘાના હેમેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણની જુનાગઢ, એ.ડીવીઝન પોલીસ મથકના નિલેષભાઇ હરીકૃષ્ણભાઇ બ્રહ્મભટ્ટની સુરત ગ્રામ્ય મરીન પોલીસ મથકના દાદુભાઇ એમ. કછોડની અમદાવાદ શહેર, સોનગઢનાં બાબુભા વેલુભા ઝાલાની સુરેન્દ્રનગર, સી.ડીવીઝન પોલીસ મથકનાં વલ્લભભાઇ મોહનભાઇ ભોરાણીયાની જુનાગઢ, જયેન્દ્રસિંહ રામસિંહ રાણાની અમદાવાદ શહેરમાં, ગઢડાના હસમુખભાઇ મોહનદાસ રામાવતની અમદાવાદ શહેર, ઉમરાળાના વિજયસિંહ ફુલુભા ઝાલાની અમદાવાદ ગ્રામ્ય, મહુવાના ખેતાભાઇ જીવાભાઇ ચાવડા, બોટાદના જગદીશભાઇ રતીલાલ રાવલની અમદાવાદ શહેર, બી.ડીવીઝનના નરેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઇની અમદાવાદ શહેર, દાઠાના રમેશભાઇ દેવજીભાઇ મકવાણાની અમદાવાદ શહેર, તળાજાનાં અર્જુનસિંહભાઇ ભીમાભાઇ ગોહિલની અમદાવાદ શહેર, ટ્રાફિક શાખાના મહેશકુમાર દયારામભાઇ પટેલની અમદાવાદ શહેર, એ.ડીવીઝન પોલીસ મથકનાં આર.એસ. નાયકની પાટણ, અલંગના સુરેશભાઇ વ્રજલાલ આચાર્યની જામનગર, પાલિતાણા રૃરલનાં ભરતભાઇ બાબુભાઇ ગોયલની રાજકોટ ગ્રામ્યમાં તેમજ પાલિતાણા ટાઉનના વિઠ્ઠલભાઇ જોધાભાઇ ભરવાડની સુરત શહેરમાં બદલી થવા પામી છે.
જ્યારે અન્ય જુનાગઢ પોલીસ બેડાના જીતેન્દ્રભાઇ શાંતીલાલ પંડયા, કાળાભાઇ લાખાભાઇ વિઝુડા, અમરેલીના સુલેમાનભાઇ મામદભાઇ મોતીયાર, કાશમભાઇ હબીબભાઇ સાંધ સહિત અન્ય ૧૪ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભાવનગર પોલીસ બેડામાં બદલી થવા પામી હોવાનું જાણવા મળ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved