Last Update : 08-August-2012, Wednesday

 

અમુક બદલીઓમાં ૩ લાખ કોણ વસૂલી ગયું?
ગુજરાતમાં ૬૫૧ PSI ની ચૂંટણીલક્ષી બદલી ચર્ચાસ્પદ

અમુક ધારાસભ્યોએ માગ્યા તે અધિકારી ફાળવાયાની ચર્ચાઃ અમદાવાદમાંથી ૧૦૪ પી.એસ.આઈ. બદલાયા

અમદાવાદ, મંગળવાર
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોમવારે રાતે ગુજરાતના ૬૫૧ પી.એસ.આઈ.ની બદલીના હૂકમો કરવામાં આવ્યાં છે. પોલીસ તંત્રની કરોડરજજુ ગણાતાં પી.એસ.આઈ.ની વ્યાપક બદલીઓ પોલીસ ખાતામાં જ ૩ લાખની વસૂલાત અને અમુક ધારાસભ્યોને માનીતા અધિકારીઓ અપાયાના મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બની છે.
સોમવારે મોડીરાતે ગુજરાતના ૬૫૧ પી.એસ.આઈ.ની બદલીઓની આજે દિવસભર પોલીસ તંત્રમાં ચર્ચા રહી હતી. ચૂંટણી અગાઉ ૩ વર્ષ કરતા વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અને વહીવટી સરળતા ખાતર કરાયેલી પી.એસ.આઈ.ની બદલીઓમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. પોલીસ સૂત્રોમાં અંદરખાને એવી ચર્ચા સંભળાય છે કે, પોતાની પસંદગીના સ્થળે જવા ઈચ્છતા અમુક પી.એસ.આઈ.ઓ પાસેથી નિશ્ચિત વ્યક્તિઓએ ૩-૩ લાખ ઉઘરાવ્યા હતા. પોતાના વતન નજીક જવા ઈચ્છતા અમુક અધિકારીઓએ પૈસા આપીને ધાર્યું પોસ્ટીંગ મેળવ્યું છે. તો, અમુક અધિકારીઓએ પૈસા આપવા છતાં અન્યત્ર બદલી થઈ છે.
એવી પણ ચર્ચા સંભળાય છે કે, પાંચ-છ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી ન હોય તેવા કિસ્સા પણ છે. આ ઉપરાંત, અમુક ધારાસભ્યો પાસેથી તેમના ગમતા અધિકારીઓના નામ માગવામાં આવ્યા હતા અને તે મુજબ જ અમુક બદલીઓ કરાયાની પણ પોલીસ તંત્રમાં ચર્ચા છે. ઉચ્ચ પોલીસ સૂત્રોમાં એવી ચર્ચા છે કે, પી.આઈ.ની બદલીઓ પછી પી.એસ.આઈ.ની બદલી પણ ચર્ચાસ્પદ બની છે.
આ સંજોગોમાં બદલીના નામે સક્રિય બનતાં અમુક તત્વોને શોધી કાઢી પોલીસ તંત્રની બદનામી અટકાવવા પ્રયાસો થવા જોઈએ.
ગુજરાતમાં વ્યાપક બદલીઓમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૦૪ અને ગ્રામ્યમાંથી ૨૦ પી.એસ.આઈ.ની બદલી થઈ છે. સુરત શહેરમાંથી ૫૧ અને ગ્રામ્યમાંથી પાંચ, વડોદરા શહેરમાંથી ૫૭ અને રૃરલમાંથી ૧૩ તેમજ રાજકોટ શહેરમાંથી ૨૮ અને રૃરલમાંથી ૩૫ પી.એસ.આઈ. બદલી પામ્યાં છે. આ ઉપરાંત, ગાંધીનગરથી ૧૩, જામનગર-સુરેન્દ્રનગરમાંથી ૧૮-૧૮, ભાવનગર ૨૬, અમરેલી ૧૫, મહેસાણા ૧૬, ભરૃચ ૧૮ અને સાબરકાંઠામાંથી ૧૨ પી.એસ.આઈ.ની બદલી થઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved