Last Update : 08-August-2012, Wednesday

 

જાહેર હિતની અરજી દ્વારા
ભાવવધારો કરવાની 'જર્ક'ની સત્તાને હાઈકોર્ટમાં પડકાર

વીજ વપરાશકારો ઉપર યુનિટ દીઠ ૧.૫ ટકાનો વધારો ઝીંકાયો હતો ઃ ભાવવધારો પાછો ખેંચવા માગણી

અમદાવાદ, મંગળવાર
ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જર્ક)ની ભાવવધારાની સત્તાને પડકારતી જાહેર હિતની અરજીમાં ચીફ જસ્ટીસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોટિસ પાઠવી હતી. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની રિટમાં ગુજરાતમાં સામાન્ય નાગરિક ઉપર લાદવામાં આવેલ યુનિટ દીઠ દસ પૈસાના ભાવવધારાને પડકારવામાં આવ્યો છે. જે અન્વયે હાઈકોર્ટે જર્ક, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, પશ્ચિમ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને ૯મી સપ્ટેમ્બરે હાજર રહેવા જણાવ્યું છે.
જર્કે ફેબુ્રઆરી ૨૦૧૨માં રાજ્યની વીજ કંપનીઓને નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧ અને ૨૦૧૨-૧૩નાં ભાવ નક્કી કરવા સુઓ-મોટો પ્રોસિડિંગ કરી હતી. જર્કનાં નિયમો અન્વયે દર વર્ષે ૩૦મી નવેમ્બરે વીજ કંપનીઓને પીટિશન ફાઇલ કરવી પડે છે. જે ઘણાં વર્ષોથી ન થતાં જર્કે તમામ કંપનીઓને નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧નું ઓડિટ રજુ કરવા આદેશ આપ્યા હતા. વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતને આધારે જર્કે વીજદરમાં ૧૦ પૈસાનો વધારો જાહેર કર્યો હતો. આ ભાવવધારાથી વીજ કંપનીઓને મિને રૃા. ૩૨૯ કરોડની વધારાની આવક થશે.
અરજદાર વતી એડવોકેટ અપૂર્વ દવેએ દલીલ કરી હતી કે ઈલેક્ટ્રિસિટી એક્ટ ૨૦૦૩ની કલમ ૬૨, ૬૪ અને ૮૬ અન્વયે જર્કને ભાવવધારો કરવાની સત્તા નથી. ભાવવધારા માટે વીજ કંપનીઓએ પહેલાં અરજી કરવી પડે છે. જે એકેય કંપની દ્વારા કરવામાં આવી નથી. આ ભાવવધારાને બદલે જો ડિફોલ્ટરો પાસેનું રૃા. ૧૨૨૩ કરોડથી પણ વધારે લેણું વસૂલ લેવામાં ાવે તો કોઇ પણ પ્રકારના ભાવવધારાની જરૃરિયાત નહીં પડે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પાછલા ત્રણ વર્ષથી સળંગ ભાવવધારો થવાથી વીજ-વિતરક કંપનીઓ નફો કરી રહી છે. વર્ષ ૨૦૧૦૧૧માં ટોરેન્ટે ૨.૨૭ ટકાનો ભાવવધારો કર્યો હતો, જ્યારે અન્ય વીજ કંપનીઓમાં ૨.૩૬ ટકાનો ભાવવધારો નોંધાયો હતો. આ ભાવવધારાથી એક સામાન્ય માણસ પોતાનાં વપરાશ કરતાં રૃા. ૧૦૦ વધારે ચુકવે છે અને તેનો વાર્ષિક વીજ-બિલ ૧૯ ટકા સુધી વધી જાય છે.
પીટિશનરે હાઈકોર્ટને બીજી જૂનથી કરવામાં ભાવવધારો પાછો ખેંચવાની દરખાસ્ત કરી હતી.

વીજ કંપનીઓનું નીકળતું કરોડોનું લેણું

વીજ-વિતરણ

ડીફોલ્ટરોની સંખ્યા

બાકી લેણું

કંપની

ડીફોલ્ટરોની સંખ્યા

(કરોડમાં)

પી.જી.વી.સી.એલ.

૨૧૧૧

૫૧૩.૦૪

યુ.જી.વી.સી.એલ.

૫૦૮

૧૦૧.૩૮

ડી.જી.વી.સી.એલ.

૨૬૦૨

૪૪૦.૭૧

એમ.જી.વી.સી.એલ.

૩૮૧

૧૬૭.૬૭

કુલ

રૃા. ૫,૬૦૨

રૃા. ૧૨૨૩.૩૬

જર્ક દ્વારા કરવામાં આવેલો ભાવવધારો

નાણાકીય વર્ષ

માંગવામાં ભાવેલ

મંજૂર કરેલ

ભાવવધારાનાં

 

ભાવવધારો (યુનિટદીઠ)

ભાવવધારો (યુનિટદીઠ)

ટકા

૨૦૧૦-૧૧

કોઇ માગણી નથી

૮ પૈસા

૨.૩૬%

૨૦૧૧-૧૨

૨૫ પૈસા/યુનિટ

૧૩ પૈસા

૪.૦૫%

૨૦૧૨-૧૩

કોઇ માગણી નહીં

૧૦ પૈસા

૧.૫૩%

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved