Last Update : 08-August-2012, Wednesday

 

અમદાવાદ:બે કલાકમાં છ બંગલામાં ચોરી

-ગ્રીલ તોડી છ લાખની ચોરી

 


-બારીના સળીયા વાળી 'ટાબરિયા'ને ઉતારી ચોરી

અમદાવાદ, મંગળવાર
આતંકવાદના ભયથી પોલીસના સતત 'નાઈટ પેટ્રોલીંગ' છતાં સેટેલાઈટના પ્રેરણાતિર્થ દેરાસર પાસેની બે સોસાયટીના છ બંગલાની ગ્રીલ તસ્કરોએ તોડી હતી. બંગલાના પાછળના ભાગે બેડરૃમ કે રસોડાની ગ્રીલ લાકડાના ધોકાથી વાળીને પાતળા બાંધાના 'ટાબરીયા'ને ઘરમાં ઉતારીને કુલ છ લાખની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાવાઈ છે. આનંદનગર પોલીસે પોશ વિસ્તારમાં સાગમટે ચોરીની ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
સેટેલાઈટના પ્રેરણાતિર્થ દેરાસરથી આનંદનગર જતા માર્ગે સારથી રેસીડન્સી અને અદીતરાજ બંગલોઝ આવેલાં છે. સોમવારે રાતે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન લોકો ભરનિંદ્રામાં હોય ત્યારે બે સોસાયટીઓમાં તસ્કરોએ કાળો કેર વર્તાવ્યો હતો. તસ્કરો સૌ પ્રથમ સારથી રેસીડન્સીમાં ઘૂસ્યા હતા. સારથી રેસીડન્સીના બંગલા નંબર ૬,૭ અને ૮ના બેડરૃમ કે રસોડાની બારીની ગ્રીલ તોડવાનો પ્રયાસ કરાયો હતો. બંગલા નં. ૬, ૭ અને ૮ માં ચોરીનો પ્રયાસ ચાલતો હતો ત્યારે પાછળના ફલેટની લાઈટ ચાલુ થતાં તસ્કરો ભાગ્યા હતા. આ પછી બંગલા નંબર ૧૦ અને ૧૪માં ચોરી કરવામાં આવી હતી. બારીની પાળી ઉપર ઈંટ ગોઠવીને લાકડાના ધોકાથી બળ લગાવી ત્રણથી સાડાત્રણ ઈંચની ગ્રીલને છ ઈંચ પહોળી કરી દેવામાં આવી હતી. અડધો ફૂટની પહોળાઈવાળી જગ્યામાંથી ટાબરીયાને અથવા તો સાવ પાતળા બાંધાના સાગરિતને ઘૂસાડવામાં આવ્યો હતો. બંગલા નંબર ૧૦માં જયંતિભાઈ ગણાત્રાના ઘરમાંથી ઉતાવળે હાથ લાગી તેટલી રૃા. ૭૦૦ની રોકડ અને બંગલા નંબર ૧૪માં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલના ઘરમાંથી ૩ાા તોલાની સોનાની કંઠી અને રૃા.૧૬,૫૦૦ની રોકડ જીન્સના પેન્ટમાંથી ચોરી જવાઈ હતી.
સારથી રેસીડન્સીમાંથી નીકળીને તસ્કરો બાજુમાં જ આવેલા અદીતરાજ બંગલોઝમાં પહોંચ્યા હતા. અદીતરાજ બંગલોઝ મકાન નંબર ૧૮માં રહેતા ઉલ્લાસભાઈ ગીરીશભાઈ શાહને ત્યાં તસ્કરોને ખાસ્સો ધનલાભ થયો હતો. વેપારી ઉલ્લાસભાઈના ઘરમાંથી ૧૩ાા તોલા વજનના સોનાના દાગીના, હીરાજડીત બુટ્ટી અને રૃા. ૩૦,૧૦૦ મળી કુલ ૪.૩૭ લાખની મત્તા ચોરાઈ છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, સવારે ૩થી પાંચના બે કલાકના સમયગાળામાં ચોર ત્રાટક્યા હતા. તસ્કરો કુલ છ લાખની મત્તા ચોરી ગયા છે.
આનંદનગરના પી.આઈ. જે.એચ. જલુએ કહ્યું કે, ચોરીના સ્થળે બાંધકામમાં વપરાતો લાકડાનો ધોકો મળી આવ્યો હતો. સોમવારે રાતે જ સારથી અને અદીતરાજ બંગલોઝ પાસે ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ રત્નાકર બિલ્ડીંગથી લાકડાનો ધોકો ચોરાયો હતો.
પોલીસને એવી શંકા છે કે, લાકડાના ચોરાયેલા ધોકાથી છ બંગલાની ગ્રીલ તોડીને 'ટાબરીયા ગેંગ' દ્વારા ચોરીનું કારસ્તાન કરાયું છે. સેટેલાઈટ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજુરના સ્વાંગમાં આવેલી તસ્કર ગેંગે ચોરી કર્યાની શંકાથી પોલીસે તપાસ શરૃ કરી છે.

એસ.ટી.ના મેનેજર અને ભાજપ કાર્યકરના ઘર ટાર્ગેટ
* સેટેલાઈટના સારથી રેસિડન્સીમાં રહેતા ભાજપના કાર્યકર ચંદ્રકાંતભાઈ પટેલે ૩ાા તોલાની સોનાની કંઠી અને ટેક્સ ભરવા માટે બેન્કમાંથી લાવેલા રૃા. ૧૬,૫૦૦ જીન્સના પેન્ટમાં મુકયા હતા તે તસ્કરો ચોરી ગયા છે. ચંદ્રકાંતભાઈના બેડરૃમનો દરવાજો તસ્કરોએ બહારથી બંધ કરી દીધો હતો. પોલીસે ઉમેર્યું કે, એસ.ટી.ના જનરલ મેનેજર સંજયભાઈ અમરાણીની બેડરૃમની બારીનો સળીયો તસ્કરો વાળતાં હતાં ત્યારે પાછળના ફલેટમાં લાઈટ થતાં ચોરી થઈ નહોતી.

ઈંટો અને લાકડાના ધોકાનો ઉપયોગઃ પંચમહાલની ગેંગ
* ચોરીની પધ્ધતિ જોતાં શ્રમિકોના સ્વાંગમાં આવેલા પંચમહાલ બાજુના તસ્કરોની ગેંગ હોવાની પોલીસને મજબૂત શંકા છે. ઈંટો અને લાકડાના ધોકાના ઉપયોગની દેશી પધ્ધતિથી આ ગેંગ પ્રત્યે શંકા મજબૂત બને છે. દિવસના સમયે કોઈપણ રીતે રેકી કર્યા બાદ રાતના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ નજીકના જ બંગલાને ટાર્ગેટ કરાયા છે. પોલીસને માને છે કે, ચોરી કરીને મળસ્કે સામાનના પોટલા સાથે તસ્કરો જતા રહ્યા હોય અને કોઈને શંકા ન ગઈ હોય તેવું બની શકે છે.

બેટરીની લાઈટથી તિજોરી દેખાઈ ત્યાં જ ગ્રીલ તોડી
* તસ્કરોએ ચોરી કરતાં પહેલા મીની ટોર્ચની લાઈટ કરીને ઘરમાં તિજોરી કે અન્ય કોઈ કિંમતી વસ્તુ સામે જ દેખાય છે કે નહીં? તેનો અભ્યાસ કર્યો હતો. પોલીસ સૂત્રોએ કહ્યું કે, ત્રણથી ચાર શખ્સોની ગેંગનું આ કૃત્ય હોઈ શકે છે. બેટરીની લાઈટથી તિજોરી કે કબાટ દેખાતાં ગ્રીલ તોડી ઘૂસેલા પાતળા બાંધાના શખ્સે આસાનીથી અને ઝડપથી કિંમતી વસ્તુ લઈને ચોરી કરી ત્વરાથી બહાર નીકળી ગયાની મોડસ ઓપરેન્ડી અપનાવ્યાની સંભાવના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved