Last Update : 08-August-2012, Wednesday

 

ભૂગર્ભ જળના બેફામ ઉપયોગ અંગે મ્યુનિ. દ્વારા
અમદાવાદના ૩૦ હજાર ખાનગી ટયૂબવેલનો સરવે કરવા નિર્ણય

નવા બોરવેલ પર પ્રતિબંધની શક્યતાઃ ભૂગર્ભ જળ બગડયાં છે તેવા ૧૨ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

અમદાવાદ, મંગળવાર
અમદાવાદમાં ઔદ્યોગિક ગૃહો, કારખાના, ફેકટરીઓ, કોમર્શીયલ એકમો અને રહેણાંકની સોસાયટીઓ દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર બોરવેલ અને કુવા બનાવીને ભૂગર્ભ જળનો બેફામ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભૂગર્ભ જળના તળ દિવસે ને દિવસે ઉંડા જતા જાય છે અને પાણીની ગુણવત્તા બગડે છે. આ સ્થિતિનો નીવેડો લાવવા શહેરમાં આવેલા બોરવેલનો સર્વે કરાવીને સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે અને આ અંગેની એક મહત્વની દરખાસ્ત મ્યુનિ. સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભૂગર્ભ જળસ્ત્રોતની જાળવણીના હેતુથી સુપ્રિમકોર્ટ, પર્યાવરણ અને વન મંત્રાલય, કેન્દ્રીય ભૂગર્ભજળ સત્તામંડળ, નર્મદા જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને જ મ્યુનિ. તંત્રએ ભાવી યોજનાઓને ઘડવાની રહેશે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી અને પર્યાવરણ નિયંત્રણ એક્ટ હેઠળ ભૂગર્ભજળની માત્રા ઓછી થવા સામે રાખવાની થતી સાવચેતી અને વરસાદના પાણીને જમીનમાં ઉતારવાની બાબતો અંગે ૧૨ રાજ્યોને ચોક્કસ નિર્દેશો આપવામાં આવ્યા છે, આ ૧૨ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
આવી સ્થિતિને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. (એ) ઓવર એક્સપ્લોઇટેડ- વધુ પડતો વપરાશ (બી) ક્રિટીકલ બ્લોક અને (સી) સેમી ક્રિટીકલ બ્લોક. આ પૈકી એ હેઠળના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થતા પાણીના વપરાશ પર રોક લગાવવા સૂચન કરાયુ છે. બી અને સીમાં આવતા વિસ્તારોમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની શરતે મંજુરી આપવા જણાવાયું છે. ગુજરાતમાં ખારાશવાળું ભૂગર્ભપાણી મળતું હોય તેવા તાલુકાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં સીટી, દસ્ક્રોઇ તાલુકાનો પણ સમાવેશ થાય છે.
મેગા સિટી બનેલા અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનની માલિકીના ૫૨૦ અને ૩૦,૦૦૦ જેટલા ખાનગી માલિકીના બોર આવેલા છે. વટવા, નારોલ, નરોડા અને ઓઢવના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાના- ફેકટરીઓ સ્વતંત્ર બોરવેલ બનાવીને પાણી ઉંડેથી ખેંચ્યા જ કરે છે. આમ થવાથી પાણીની ગુણવત્તા પર અત્યંત માઠી અસર થાય છે. બીજી તરફ ભૂગર્ભ જળસ્ત્રોત નિયમન અંગે ચોક્કસ નીતિ નહીં હોવાથી સ્થિતિ ઉપર કોઇનોય કાબુ રહ્યો નથી. ઉપરાંત રોજનું ૭૦૦ એમએલડી ગટરનું પાણી ટ્રીટમેન્ટ કરીને નદીમાં છોડવામાં આવે છે તે પાણીનો ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ કરાય તો બોરવેલનો વપરાશ ઘટી શકે તેમ છે. તે દિશામાં પણ વિચારવાનું શરૃ થયું છે. આ સંદર્ભમાં પણ બોર-કુવાનો સર્વે જરૃરી બની ગયો છે.
જ્યારે બીજી તરફ બીપીએમસી એક્ટમાં એવી જોગવાઇ છે કે, કમિશનરની પરવાનગી વગર કુવા, તળાવ, ટાંકી કે ફુવારા ખોદવા કે બાંધી શકાય નહીં. આમ છતાં કોઇ આવું કરે તો કમિશનર તેમની સામે પગલાં લઇ શકે છે. જોકે આ રૃલ્સનો ક્યાંય અમલ થતો નથી. આ સંદર્ભમાં નવા બોરબેલ પર પ્રતિબંધ અને હયાત બોરનો સર્વે કરાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી છે. જે અંગે ગુરૃવારની બેઠકમાં નિર્ણય લેવાનાર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved