Last Update : 08-August-2012, Wednesday

 

ગુજરાતમાં દલાલો વાહન નહીં વેચી શકે

-નવા વાહનોનાં 'કાળા બજાર' પર બ્રેક

 


-૨૫૦થી વધુ સબ બ્રોકરોની ઓફિસને તાળાં વાગશે

અમદાવાદ, મંગળવાર
લક્ઝુરીયસ વાહનો ખરીદવાના શોખીન ગુજરાતીઓ પાસેથી વેઇટિંગના નામે લાખો રૃપિયા ખંખેરી લેતા સબબ્રોકરો આગામી ૧૪મી ઓગષ્ટથી એક પણ વાહન નહીં વેચી શકે. વાહન વ્યવહાર કમિશનરે ગુજરાતભરની આર.ટી.ઓને એક પરિપત્ર લખી માત્ર કંપની દ્વારા ઓથોરાઇઝ્ડ ડિલરના ફોર્મ-૨૦ એટલે કે માલિકી હકનું ફોર્મ ઓનલાઇન સ્વિકારવા આદેશ કર્યો છે. એટલું જ નહીં આ કાયદાનો ચૂસ્ત પણે અમલ થાય તે માટે હાથેથી ભરેલુ ફોર્મ-૨૦ માન્ય નહીં ગણવા પણ આદાશે કર્યો છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં હાલ ૨૦૦ જેટલા ટુ વ્હિલર અને ફોર વ્હિલરના ઓથોરાઇઝ્ડ ડિલરો છે. જેની સામે ૨૫૦થી વધુ અનઓથોરાઇઝ્ડ એટલે કે સબ બ્રોકર કે દલાલો છે.
ગુજરાત વાહન વ્યવહાર કમિશનરે ૪ ઓગષ્ટના રોજ રાજ્યની ૨૭ આર.ટી.ઓમાં એક પરિપત્ર મોકલાવી આદેશ કર્યો છે કે- ૧૩મી ઓગષ્ટ બાદ એક પણ સબબ્રોકર નવા વાહન વેચી શકશે નહીં. ટુ વ્હીલર અને ફોર વ્હિલરની કંપનીઓ દ્વારા ઓથોરાઇઝ્ડ કરવામાં આવેલા ડિલરો કે જે પોતાના વિસ્તારની આર.ટી.ઓમાં ઓન લાઇન એકાઉન્ટ ધરાવતા હોય તે જ વાહનો વેચી શકશે. આ નિયમનો ચૂસ્ત પણે અમલ થાય તે માટે ઓથોરાઇઝ્ડ ડિલરના ફોર્મ-૨૦ ઓનલાઇન સ્વિકારવા અને હાથેથી ભરેલા ફોર્મ-૨૦ને નહીં સ્વિકાવા જણાવ્યું છે.
અમદાવાદ આર.ટી.ઓ જે.એમ ભટ્ટનું કહેવુ છે કે અમદાવાદ શહેરમાં હાલ ૨૦૦ જેટલા ઓથોરાઇઝ્ડ ડિલરો છે. જ્યારે ૨૫૦થી વધુ સબ બ્રોકરો કે દલાલો દ્વારા વાહનો વેચાતા હતા. ઓથોરાઇઝ્ડ ડિલરોને ત્યાં મહિનાઓ સુધીના વેઇટિંગ હોઇ દલાલો દ્વારા આ મજબૂરીનો લાભ લઇ ટુ વ્હિલર પર ૧૫થી ૨૦ હજાર અને ફોર વ્હિલર પર ૫૦ હજારથી બે લાખ સુધી 'ઓન' ના નામે રૃપિયા પડાવવામાં આવી રહ્યાં છે. ભટ્ટે ઉમેર્યુ હતુ કે લોકોએ પણ ઓથોરાઇઝ્ડ ડિલર પાસેથી જ વાહનો ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ જેથી તેમની દસ્તાવેજી પ્રક્રિયા યોગ્ય રીતે અને ઝડપથી થઇ શકે.

શો રૃમમાં વેઇટિંગ ને દલાલોને ત્યાં 'ઓન કેશ ડિલિવરી'..!
* કંપની ઓથોરાઇઝ્ડ ડિલર પાસે જે વાહનનું વેઇટિંગ ચાલતુ હોય તે વાહન સબ બ્રોકર કે રસ્તા પર એક સામાન્ય ઓફિસ લઇને બેઠેલા દલાલને ત્યાં વધુ રૃપિયા આપતા તરતજ મળતુ હોય છે. સૂત્રોએ શંકા વ્યક્ત કરી છે કે- કેટલાક ડિલરો કંપની અને બ્રોકર એમ બન્ને પાસેથી રૃપિયા કમાવવા આ તરકીબ અજમાવતા હોય છે તે બ્રોકરોને કોરા ફોર્મ ૨૦ આપી વાહનો શો રૃમ કિંમત કરતા ઉંચા ભાવે વેચી દેતા હોય છે. જ્યારે ગ્રાહક પાસેથી સબ બ્રોકર વાહન પ્રમાણે વધુ રૃપિયા ખંખેરી વાહન વેચતા હોય છે. જો કે આ નિર્ણય બાદ આવા વ્યવહારો બંધ થઇ જશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved