Last Update : 08-August-2012, Wednesday

 

કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ સેલ સમક્ષ આવતા કેસોનાં પ્રમાણમાં જંગી વધારો

જૂનનાં ૧૪ કેસો પરથી વધીને જુલાઈમાં ૧૭ કેસો રિફર કરાયાં, રકમ પણ ૫૫૦૦ કરોડથી વધી રૃ.૭૫૦૦ કરોડ થઈ રિસ્ટ્રકચર્ડ લોનોનું રિકલાસીફીકેશન કરી બે વર્ષ બાદ તેને એનપીએ તરીકે દેખાડવું પડે તેવી ભલામણ

મુંબઈ,તા.૭
જુલાઈ મહિનામાં કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ (સીડીઆર) સેલ સમક્ષ ૧૭ નવી દરખાસ્તો રૃ.૭,૫૦૦ કરોડની રકમ માટે આવી હોવાનું એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું હતું. આ પ્રમાણ જૂનમાં રિફર કરાયેલ રૃ.૫૫૦૦ કરોડનાં ૧૪ કેસો કરતાં વધુ હતું.
આ બેંકરે વધુમાં જણાવ્યું હતું કે આમ તો જુલાઈમાં કોઈ મોટો કેસ દેવાનાં રિસ્ટ્રકચરીંગ માટે રિફર કરાયો નથી છતાં પણ કેસોની સંખ્યા ભારે પ્રમાણમાં વધી ગઈ છે. ૨૦૧૧ના જુલાઈથી સપ્ટેમ્બરમાં માત્ર ૧૭ કેસો જ ગતા અને રનમ પણ રૃ.૨૧,૦૦૦ કરોડની જ હતી.
સેરામિક ટાઈલ્સનું ઉત્પાદન કરતી નિટકોની રૃ.૧,૨૨૭ કરોડની લોન આ સેલને રિફર કરાઈ એ જુલાઈનો સૌથી મોટો કેસ હતો. આનાં લીડ બેંકર પંજાબ નેશનલ બેંક (પીઅનબી) અને સ્ટેટ બેંકઓફ ઈન્ડિયા (એસબીઆઈ) હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨માં નિટકોએ રૃ.૮૪૦.૬ કરોડનાં રેવન્યુ પર રૃ.૫૫.૪૫ કરોડનું નેટ નુકશાન દેખાડયું હતું.
કેટલાક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં આર્થિક મંદીની અસર વર્તાતા જુલાઈમાં આ ક્ષેત્રની કંપનીઓને અપાયેલ લોનો કોર્પોટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ સેલ સમક્ષ વધુ આવી હતી. આમાં મુખ્યત્વે રિથ્વીક પ્રોજેકટ રૃ.૯૧૦ કરોડ, એસેન્ડ ટેલિકામ ઈન્ફ્રા રૃ.૬૩૯ કરોડ અને ટોરેન ઈન્ફ્રા. રૃ.૭૧૬ કરોડનો સમાવેશ થાય છે. જુલાઈમાં રિફર કરાયેલ અન્ય કેસોમાં ઈન્ડ સ્વિફર લેબોરેટરીઝ રૃ.૮૭૨ કરોડ, કામથ હોટેલ્સ રૃ.૪૩૬ કરોડ, કોનરોસ સ્ટીલ રૃ.૩૩૪ કરોડજ અને વિકટરી ઈલેક્ટ્રીકલ્સ રૃ.૩૧૫ કરોડ હતાં.
સીડીઆર ડેટા મુજબ સ્ટીલ ઈન્ડસ્ટ્રીનો સૌથી વધુ ૨૪ ટકા હિસ્સો હતો ત્યારબાદ ઈન્ફ્રાસ્ટ્રકચર ૧૦ ટકા અને ટેક્સટાઈલ્સ ૭ ટકા તેમ જ ટેલિકોમ સેન્ટર ૬ ટકાનાં હિસ્સા સાથે સીડીઆરને રિફર કરાયેલ કેસોનાં સંદર્ભમાં આવ્યા હોવાનું માહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સીડીઆર સમક્ષ રિફર કરાતાં કેસોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તેનાં ઈ.ડી.બી. મહાપાત્રની આગેવાની હેઠળ નિમાયેલ કમિટીએ લોન સ્કાસ્ટીંગ માટેની શરતો વધુ કડક બનાવવાની ભલામણ કરી છે. આ સમિતિએ જોગવાઈ વધુ કડક કરવાની ભલામણ કરીને જણાવ્યું છે કે રિસ્ટ્રકચર કરાતી સ્ટાન્ડર્ડ લોન્સનાં ૨ ટકા લેખે હાલ જોગવાઈ કરાય છે તેનાં બદલે બેંકોએ ૫ ટકા જોગવાઈ કરવી જોઈશે.
ઉપરાંત રિસ્ટ્રકચર્ડ લોન્સનું વર્ગીકરણ બે વર્ષ બાદ એનપીએ તરીકે કરવું જોઈએ અને તેનાં કારણે પ્રોવીઝનીંગનું પ્રમાણ પણ વધશે.
કમિટીએ વધુમાં એવી પણ ભલામણ કરી છે કે રિસ્ટ્રકચરીંગનાં કિસ્સામાં પ્રોમટરોનો ફરજીયાત ફાળો રિસ્ટ્રકચર્ડ લોનની રકમનાં ૨ ટકા કે ફેર વેલ્યુમાં થતા ઘટાડાનાં ૧૫ ટકા એમાંથી જે રકમ વધુ હોય તેટલો કરવો જોઈએ.
એપ્રિલથી જૂન ૨૦૧૨માં કુલ ૩૭ કેસો રૃ.૧૯,૦૦૦ કરોડની રકમવાળા સીડીઆરને રિફર કરાયા હતા. ૨૦૧૧-૧૨નાં પૂરા નાણાંકીય વર્ષમાં ૮૭ કેસો અને રૃ.૬૭,૮૬૯ કરોડની રકમ આ રીતે રિફર કરાઈ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved