Last Update : 08-August-2012, Wednesday

 

પોતાના લક્ષ્યાંક હાંસલ કરતાં કર્મચારીઓને જ નવાજો ઃ નાણા મંત્રાલયની રાષ્ટ્રીયકૃત બેંકોને સૂચના

પોતાનું લક્ષ્યાંક હાંસલ ન કર્યું હોય તો પણ ટોપ ૨૫ ટકા પરફોર્મર્સને આવા ઈન્લેન્ટીવ મળે છે તે બંધ થઈ જશે

નવી દિલ્હી,તા.૭
ખાનગી ક્ષેત્રની બેંકો પાસેથી એક-બે પાઠ ભણીને નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીમાં કાર્યક્ષમતા સુધારવા માટે આવી તમામ બેંકોમાં એક સમાન પરફોર્મન્સ સાથે સાંકળી લેવાયેલ પ્રોત્સાહનો માટે આયોજન કરાઈ રહ્યું છે.
આ પ્રસ્તાવિત યોજનામાં લક્ષ્યાંક હાંસલ કરનાર તમામ કર્મચારીઓને ૧૦૦ ટકા પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે. હાલ લક્ષ્યાંક સિદ્ધ ન કર્યું હોય તો પણ પરફોર્મન્સમાં ટોચના ૨૫ ટકામાં આવતા કર્મચારીઓને ઈન્સેન્ટીવ અપાય છે. આમ સારા કામ બદલ કર્મચારીને પ્રોત્સાહન નથી મળતું પણ અન્યો કરતાં સારુ પરફોર્મ કરવા બદલ એ મળે છે.
પોતાના લક્ષ્યના ૬૦ ટકા જ કામગીરી દેખાડનારને શા માટે ઈન્સેન્ટીવ મળવા જોઈએ એવો સવાલ કરી નાણામંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્સેન્ટીવ એવોર્ડ તમારા સહકર્મચારીની સાથે સરખામણી કર્યા સિવાય તમારા પોતાના પરફોમેન્સને આધારે અપાવા જોઈએ.
તે જ રીતે ગ્રામ્ય વિસ્તારો અને દુર્ગમ ક્ષેત્રોમાં પોસ્ટીંગ બદલ પ્રોત્સાહન આપવાની જૂની વિચારધારા અંગે પણ નાણા મંત્રાલય પુનઃ વિચારણા કરી રહ્યું છે. આવા વિસ્તારમાં પોસ્ટીંગ અપાયેલ કર્મચારીઓ પરફોર્મ કરે તો જ તેમને ઈન્સેન્ટીવ આપવા એવી સૂચના પણ બેંકોને અપાશે. ગ્રામ્ય વિસ્તારો માટેનાં પોસ્ટીંગ બદલ આવા પ્રોત્સાહનો આપવાનું ત્રણ ગણું મોંઘું પડી શકે છે એવી ટકોર પણ તેમણે કરી હતી.
મોટાભાગનાં કર્મચારીઓ જો તેમના ટારગેટ ચૂકી ગયા હોય તો પ્રોત્સાહનો આપવા અનામત રખાયેલ રકમ આગળનાં વર્ષે ખેંચી જવી જોઈએ. અને તે જ રીતે જો કોઈ વર્ષે ઘણાં કર્મચારીઓ લાંચ સિદ્ધ કરવામાં સફળ નિવડયા હોય તો પ્રોત્સાહનો માટેનું ભંડોળ બેંકો વધારી પણ શકશે, જો કે તે માટે બોર્ડની મંજૂરી લેવી જોઈશે. સરકાર દ્વારા પુરસ્કૃત પ્રોત્સાહન યોજનામાં ભંડોળ વધારવા માટે પણ નાણાં મંત્રાલય હોવાનું જણાવાયું છે.
જાહેર બેંકોમાં માનવ સંશાધન અંગેની એ.કે. ખંડેલવાલ કમિટીએ પણ ભલામણ કરી છે કે પ્રોત્સાહન યોજનાઓમાં કામગીરીનાં આધારે મૂલ્યાંકન કરીને જ કર્મચારીઓને નવાજવા જોઈએ અને કુશળ કર્મચારીઓને જાળવી રાખવા જોઈએ. તે જ રીતે અમુક લઘુત્તમ સ્તરથી નીચેની કામગીરી કરનારને કોઈ જ પ્રોત્સાહનો આપવા જોઈએ નહીં એવું પણ આ સમિતિએ જણાવ્યું હતું.
તે જ રીતે અન્ય બેંકો કરતાં વધુ સારી કામગીરી દેખાડનાર બેંકોને તેમનાં કર્મચારીઓને વધુ ઉંચું ઈન્સેન્ટીવ આપવાની મંજૂરીની ભલામણ પણ કરાઈ છે.
૨૦૨૦માં ભારતીય બેંકિંગ ક્ષેત્ર અંગેના અએક અન્ય અહેવાલમાં જણાવાયું છે કે વેરીએબલ પરફોર્મન્સ સાથે સંકળાયેલ પગાર વ્યવસ્થાનો અને તેટલો ઝડપથી અણલ કરવો જોઈએ અને તેમાં પણ સરકાર પુરસ્કૃત યોજનાઓમાં માત્ર ટોચનાં ૨૫ ટકા પરફોર્મર્સને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેક કર્મચારીને તેનું લક્ષ્ય હાંસલ કરે તો શું રિવોર્ડ મળશે તેની પહેલેથી જ જાણ થઈ શકે તેવી વ્યવસ્થા અપનાવવી જોઈએ એમ પણ આ અહેવાલમાં જણાવાયું છે. હાલમાં ઘણી બેંકો હેડ ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓને ઈન્સેન્ટીવ આપે છે તો અમુક ગ્રામ્ય વિસ્તારો અને દુર્ગમ વિસ્તારોમાં પોસ્ટીંગ સ્વિકારનારાઓને ઘણીવાર તો ખરેખર કામ કરનાર કર્મચારીઓ, બ્રાન્ચ મેનેજરો અને રિજનલ મેનેજરોને કોઈ જ પ્રોત્સાહન મળતાં નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved