Last Update : 08-August-2012, Wednesday

 

જુલાઈ મહિનાથી ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોએ બે અબજ ડોલર ઠાલવ્યા

આિાૃર્થક સુાૃધારા આગળ ાૃધપવાની આશાએ ઊભરતી બજારોમાં સૌાૃથી વધુ ઈનફલો ભારત તરફ વળ્યો

મુંબઈ, તા. ૭
ભારતમાં આર્થિક સુધારા ફરી આગળ ધપશે એવી અપેક્ષાએ ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) ફરી સક્રિય બન્યા છે. નબળા બૃહદ આર્થિક ફન્ડામેન્ટલ અને ચોમાસાની ખાધ છતાં જુલાઈ મહિનાથી ભારતીય બજારમાં એફઆઈઆઈએ બે અબજ ડોલર ઠાલવ્યા છે, જે અન્ય કોઈપણ ઊભરતી બજાર કરતા સૌથી વધુ છે. ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડાના સંકેત અને નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નબળા પરિણામો છતાં એફઆઈઆઈ ભારત માટે હકારાત્મક મત ધરાવતા હોવાનું આના પરથી જોવા મળે છે.
અન્ય ઊભરતા રાષ્ટ્રો કરતા ભારતનું ભાવિ સારું જણાઈ રહ્યું હોવાથી હાલમાં દરેક પરિબળો નકારાત્મક હોવા છતાં એફઆઈઆઈનો પ્રવાહ વધ્યો છે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. ભારત જ એક એવી બજાર છે જેની વિકાસગાથા લાંબી છે અને તે આકર્ષક મુલ્યાંકનો પૂરા પાડી રહ્યું છે, એમ એક સ્ટોક બ્રોકિંગ હાઉસના ઈક્વિટી વિભાગના વડાએ જણાવ્યું હતું. ભારતની સરખામણીએ અન્ય ઊભરતા દેશોનો આર્થિક વિકાસ દર ઘણો જ નીચે ગયો છે.
આ ઉપરાંત જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (ગાર)ના મુદ્દે હળવું વલણ અપનાવવાના સરકાર તરફથી મળેલા સંકેતોને કારણે પણ એફઆઈઆઈનું માનસ બદલાયું છે. આ મુદ્દાને લઈને જે વિદેશી રોકાણકારોએ ભારત તરફથી પોતાનું મોં ફેરવી લીધું હતું તેઓ પરત આવી રહ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. વિદેશી રોકાણકારોના ઈનફલો અંગે પ્રાપ્ત આંકડાઓ પર નજર નાખીએ તો મે મહિનામાં વિક્રમી નીચે રહ્યા બાદ જુન મહિનામાં પી-નોટસ મારફત એફઆઈઆઈના ભારતમાં રોકાણમાં ચાર મહિનામાં પ્રથમ વખત વધારો જોવા મળ્યો હતો. એફઆઈઆઈનું પી-નોટસ મારફતનું રોકાણ રૃપિયા ૪૦૫૧ કરોડ વધીને રૃપિયા ૬૯૫૨૩ કરોડ રહ્યું છે.
ભારત સરકાર કેટલાક હકારાત્મક નીતિવિષયક પગલાં જાહેર કરશે એવી એફઆઈઆઈ અપેક્ષા રાખી રહ્યા છે. અમેરિકાની કેટલીક બેન્કો દ્વારા ભારતમાં નાણાં ઠલવાવાની પણ અપેક્ષા રખાઈ રહી છે. નવી વેરા પદ્ધતિને કારણે ઊભી થયેલી અચોક્કસતાથી એપ્રિલ અને મેના મધ્ય સુધીમાં એફઆઈઆઈએ ભારતીય બજારમાંથી ૧ અબજ ડોલર પાછા ખેંચી લીધા હતા. જો કે વડાપ્રધાન તરફથી મળેલા સંકેતો બાદ વિદેશી રોકાણકારોનું માનસ બદલાયું છે. નાણાં મંત્રાલય ફરી સંભાળ્યા બાદ સોમવારે પત્રકારો સમક્ષ બોલતા નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે પણ ગારને મુદ્દે ઊભા થયેલા ગુંચવાડા દૂર કરવા તથા મ્યુચ્યુલ ફન્ડસ ઉદ્યોગને પણ ફરી બેઠો કરવા સહિતના નાણાંકીય ક્ષેત્રે વિવિધ પગલાં લેવાશે એવા સંકેત આપ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved