Last Update : 08-August-2012, Wednesday

 

શેર બજાર....

FII ની શેરોમાં અવિરત ખરીદી
ડોલર ૪૫ પૈસા તૂટીને રૃા. ૫૫.૦૭ ઃ નાણા પ્રધાન પી. ચિદમ્બરમના નિવેદનની અસરે તેજીની આક્રમકતા વધી

બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૪ પોઇન્ટ ઉછળીને ૧૭૬૦૨ની ઉંચાઇએ
આઇટી, બેંકિંગ, ઓટો, રિલાયન્સ- એડીએજી શેરોમાં ફંડો લેવાલ ઃ નિફ્ટી ૫૩૫૦ સ્પર્શયો ઃ હવે ૫૩૮૦ કુદાવતા તેજીના નવા ઝોનમાં જશે!

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
નાણા પ્રધાન પી. ચિદમ્બરમે આવતાની સાથે જ દેશમાં થંભી ગયેલા આર્થિક સુધારાને આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરીને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ, ઇન્સ્યોરન્સ સહિતની ફાઇનાન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રે રીટેલ રોકાણકારોના રોકાણ ઉત્સાહ ફરી કાયમ કરવા પગલાં લેવાશે એવા કરેલા સ્પષ્ટ નિવેદનની પોઝિટીવ અસર અને ડોલર સામે રૃપિયો ફરી સતત મજબૂત થતો જઇ ૫૫ની નજીક પહોચી જતાં આઇટી ક્ષેત્રે બિલિંગ રેટનું દબાણ હળવું થવાના સંકેતે આઇટી, બેંકિંગ, ઓટો ફ્રન્ટલાઇન શેરોની તેજીએ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે ૨૨૮.૫૯ પોઇન્ટની છલાંગે ૧૭૬૪૧.૫૫ અને નિફ્ટી ૬૭.૫૫ પોઇન્ટના ઉછાળે ૫૩૫૦.૧૦ની ૧૮ સપ્તાહની ટોચે પહોંચી જઇ અંતે ૧૮૯.૮૨ પોઇન્ટના ઉછાળે ૧૭૬૦૧.૭૮ અને નિફ્ટી ૫૪.૧૫ પોઇન્ટની છલાંગે ૫૩૩૬.૭૦ની ૧૮ સપ્તાહની ઉંચાઇએ પહોંચી ગયા હતા. રિલાયન્સ શેરોમાં તેજી જળવાઇ રહ્યા છતાં આજે ઉછાળે નફારૃપી વેચવાલી સામે બેંકિંગ શેરો અને આઇટી શેરો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી સાથે ટીસીએસ, ઇન્ફોસીસ તેમજ ટાટા મોટર્સ, બજાજ ઓટો, મારૃતી સુઝુકીમાં આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૪૧૨.૯૬ સામે ૧૭૪૫૬.૩૭ મથાળે ખુલીને સતત તેજીની ચાલે સુધારો આગળ વધતો રહી ગેઇલ ઇન્ડિયા, સ્ટેટ બેંક, ટીસીએસમાં લેવાલી વધતા અને જિન્દાલ સ્ટીલ, ટાટા પાવર, ભેલમાં આકર્ષણે એક તબક્કે સેન્સેક્ષ ૨૨૮.૫૯ પોઇન્ટના ઉછાળે ૧૭૬૪૧.૫૫ની ૩, એપ્રિલ ૨૦૧૨ બાદની ઊંચી સપાટી બનાવી છેલ્લા અડધા કલાકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નફારૃપી વેચવાલી સાથે સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ.માં નરમાઇએ ઉછાળો ૧૮૮.૮૨ પોઇન્ટ મર્યાદિત થઇ ૧૭૬૦૧.૭૮ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૩૫૦ સ્પર્શયો ઃ હવે ૫૩૮૦ અંતિમ પ્રતિકાર સપાટી ઃ ૫૨૬૦ ટેકાની સપાટી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૮૨.૫૫ સામે ૫૨૯૫.૪૦ ખુલી આરંભથી જ ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે આઇડીએફસી, અંબુજા સિમેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ઓટો, રિલાયન્સ ઇન્ફ્રા., જેપી એસોસીયેટસ, એસીસી, ગ્રાસીમ, ગેઇલ ઇન્ડિયાની તેજીએ નિફ્ટી ઇન્ટ્રા-ડે ૬૭.૫૫ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૫૩૫૦.૧૦ સુધી પહોંચી જઇ અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડીઝ લેબ, કેઇર્ન ઇન્ડિયા, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, રેનબેક્સી લેબ.ની નરમાઇએ આંશિક સુધારો ધોવાઇ ૫૪.૧૫ પોઇન્ટ વધીને ૫૩૩૬.૭૦ બંધ રહ્યો હતો. ટેક્નીકલી નિફ્ટી બેઝડ નજીકનું ધ્યાન તેજી બતાવાઇ રહ્યું છે. હવે ૫૩૮૦ ટેક્નીકલી અંતિમ પ્રતિકારક સપાટી છે. નીચામાં ૫૨૬૦ સપોર્ટ લેવલ છે. જે લેવલ તોડવાના સંજોગોમાં તેજીનું ધ્યાન બદલાશે. અન્યથા ઘટાડે સપોર્ટ લઇ ૩૮૦ ઉપર તેજીના નવા ઝોનમાં પ્રવેશશે.
૫૪૦૦નો નિફ્ટી કોલ ૩૫.૨૫થી ઉછળી ૫૮.૫૦ થઇ ૪૯.૧૫ ઃ ઓગસ્ટ ફ્યુચર ૫૩૬૬ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૨,૪૮,૮૮૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૬૪૨.૩૮ કરોડના ટર્નઓવરે ૫૨૯૬.૮૫ સામે ૫૩૦૧ ખુલી ૫૨૯૫.૦૫થી ઉપરમાં ૫૩૬૬.૮૦ સુધી જઇને અંતે ૫૩૪૫ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૪,૫૩,૯૮૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૩૬૩.૪૯ કરોડના ટર્નઓવરે ૩૫.૨૫ સામે ૩૬.૯૫ ખુલી ૩૧.૯૦થી ઉપરમાં ૫૮.૫૦ સુધી ઉછળીને અંતે ૪૯.૧૫ હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૧૩.૩૦ સામે ૧૧.૦૫ ખુલી ઉપરમાં ૨૪ થઇ અંતે ૧૯.૬૦ હતો.
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૨.૭૦થી ઘટીને ૩૦ ઃ બેંક નિફ્ટી ફ્યુચર ૧૦૪૯૮થી ઉછળી ૧૦૬૫૦ બોલાયો
બેંક નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૭૪૨૧૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૬૬ કરોડના ટર્નઓવરે ૧૦૪૯૮.૫૦ સામે ૧૦૫૦૬.૬૦ ખુલી નીચામાં ૧૦૪૯૩.૨૫થી ઉપરમાં ૧૦૬૫૦ સુધી જઇ અંતે ૧૦૬૧૭ હતો. નિફ્ટી ૫૭૦૦નો કોલ ૧.૭૫થી નીચામાં ૧.૫૫ થઇ ઉપરમાં ૨.૪૫ જઇ અંતે ૨.૪૫ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૨.૭૦ સામે ૩૯ ખુલી ઉપરમાં ૪૨.૬૫ થઇ નીચામાં ૨૫.૪૦ થઇ અંતે ૩૦ હતો.
ડોલર ૪૫ પૈસા તૂટી ૫૫.૦૭ છતાં કોગ્નીઝન્ટના ગાઇડન્સે આઇટી શેરો ઇન્ફોસીસ, ટીસીએસ ઉછળ્યા ઃ આઇટી ઇન્ડેક્ષ ૧૦૪ પોઇન્ટ વધ્યો
ડોલર સામે રૃપિયો આજે ૪૫ પૈસા મજબૂત થઇ ૫૫.૦૭ આવી જવા છતાં આઇટી કંપનીઓની આવક પર દબાણને બદલે બિલિંગ રેટ પરનું દબાણ હળવું થવાના અંદાજો તેમજ ન્યુજર્સી સ્થિત આઇટી જાયન્ટ કોગ્નીઝન્ટ ટેક્નોલોજી સોલ્યુશન્સ કોર્પ દ્વારા તેના સંપૂર્ણ વર્ષના આવકના અંદાજોને ગઇકાલે બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર કરવા સાથે જાળવી રાખવામાં આવતા આઇટી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ટીસીએસ રૃા. ૩૫.૨૦ ઉછળીને રૃા. ૧૨૬૪.૬૦, ઇન્ફોસીસ ટેક્નોલોજી રૃા. ૪૨.૧૫ વધીને રૃા. ૨૨૫૫.૭૦, વિપ્રો રૃા. ૨.૮૫ વધીને રૃા. ૩૪૭.૮૦, એચસીએલ ટેક્નોલોજી રૃા. ૭.૬૫ વધીને રૃા. ૫૩૦.૮૫, ઓરકેલ ફીનસર્વ રૃા. ૨૧.૨૦ વધીને રૃા. ૨૮૬૨.૨૫ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૧૦૪.૩૩ પોઇન્ટ ઉછળીને ૫૪૪૯.૯૭ રહ્યો હતો.
ચિદમ્બરમના નિવેદને ફાઇનાન્શિયલ ઇન્સ્યોરન્સ, બેંકિંગ શેરોમાં તેજી ઃ આઇડીએફસી, બજાજ ફીનસર્વ, મેક્સ ઇન્ડિયા, રિલાયન્સ કેપિટલ ઉછળ્યા
નાણા પ્રધાન પી. ચિદમ્બરમે મ્યુચ્યુઅલ ફંડો, ઇન્સ્યોરન્સ પોલીસીઓ અને અન્ય રોકાણ સાધનોમાં રોકાણકારોનું ફરી આકર્ષણ જોવાય એ માટે આગામી અમુક સપ્તાહમાં નીતિ વિષયક નિર્ણયો લેવાશે એવું જાહેર કરતા ફાઇનાન્શિયલ સર્વિસિઝ ઇન્સ્યોરન્સ, બેંકિંગ શ ેરોમાં લેવાલી નીકળી હતી. બજાજ ફીનસર્વ રૃા. ૩૪.૮૫ ઉછળીને રૃા. ૮૦૪.૯૫, આઇડીએફસી રૃા. ૪.૮૫ વધીને રૃા. ૧૩૫.૯૫, મેક્સ ઇન્ડિયા રૃા. ૬.૦૫ વધીને રૃા. ૧૮૫.૪૫, રિલાયન્સ કેપિટલ રૃા. ૧૧.૪૫ વધીને રૃા. ૩૬૧.૭૫, એચડીએફસી રૃા. ૧૦.૪૫ વધીને રૃા. ૭૧૯.૭૫, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૪૧.૧૦ વધીને રૃા. ૨૦૫૯.૩૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૯.૮૦ વધીને રૃા. ૯૭૩.૮૦ રહ્યા હતાં.
બેંકેક્ષ ૧૪૪ પોઇન્ટ ઉછળ્યો ઃ એક્સીસ બેંક, પીએનબી, ફેડરલ બેંક, યશ બેંકમાં આકર્ષણ
બેંકિંગ અન્ય શેરોમાં એક્સીસ બેંક રૃા. ૨૬.૩૫ વધીને રૃા. ૧૦૯૦, પીએનબી રૃા. ૧૨.૦૫ વધીને રૃા. ૭૫૪.૮૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૪.૯૫ વધીને રૃા. ૩૨૭.૮૦, યશ બેંક રૃા. ૪.૯૦ વધીને રૃા. ૩૭૦.૫૦, ફેડરલ બેંક રૃા. ૫.૪૫ વધીને રૃા. ૪૧૫.૯૫, બેંક ઓફ બરોડા રૃા. ૫.૧૦ વધીને રૃા. ૬૫૮.૪૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૪૩.૪૯ પોઇન્ટ વધીને ૧૨૧૪૧.૬૬ રહ્યો હતો.
મોંઘવારીના જોખમે ડીઝલનો ભાવ વધારો નહીં! ટાટા મોટર્સ, મારૃતી, ભારત ફોર્જ, બજાજ વધ્યા
ઓટોમોબાઇલ શેરોમાં પણ ડીઝલનો ભાવ વધારો મોંઘવારીમાં ૨.૫ ટકા જેટલો વધારો કરશે એવી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર ડી. સુબ્બારાવની ચેતવણીને ભાવ વધારો પાછો ઠેલાય એવી શક્યતાએ લેવાલી હતી. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૫૬.૧૪ પોઇન્ટની તેજીએ ૯૩૨૮.૭૧ રહ્યો હતો. ટાટા મોટર્સ રૃા. ૧૦.૧૦ વધીને રૃા. ૨૩૮.૭૫, ભારત ફોર્જ રૃા. ૧૧.૮૫ વધીને રૃા. ૩૧૨.૧૦, બજાજ ઓટો રૃા. ૩૫.૨૦ વધીને રૃા. ૧૬૬૮.૨૦, મારૃતી સુઝુકી માનેસર પ્લાન્ટમાં લોકઆઉટથી નફા પર નેગેટીવ અસરના અંદાજ છતાં શેર રૃા. ૧૨.૬૫ વધીને રૃા. ૧૧૪૬.૯૦, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૪.૨૫ વધીને રૃા. ૪૬૮.૭૫, બોશ રૃા. ૬૧.૯૫ વધીને રૃા. ૮૯૮૭.૭૫ રહ્યા હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નફારૃપી વેચવાલી ઃ ઉપરમાં રૃા. ૭૯૫ થઇ પાછો ફરીને રૃા. ૭૮૪
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઇકાલે સિંગાપુર બેન્ચમાર્ક ગ્રોસ રીફાઇનીંગ માર્જીન વધીને ૮ ડોલર થયાના પોઝિટીવ અહેવાલે ફંડોની આક્રમક લેવાલી સાથે ઓઇલ મંત્રાલય જયપાલ રેડ્ડીએ કંપનીની ડી૬ બ્લોકમાં નવા રોકાણની યોજનાને સરકાર મંજૂર કરે એવી શક્યતા બતાવતા શેરમાં આજે બીજા દિવસે આરંભમાં લેવાલી જળવાઇ રહી શેર ઉપરમાં રૃા. ૭૯૫.૭૦ સુધી જઇ છેલ્લે નફારૃપી વેચવાલીએ નીચામાં રૃા. ૭૭૮.૧૫ થઇ અંતે રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૭૮૩.૭૦ રહ્યો હતો. બીએસઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૮.૪૩ લાખ શેરો અને એનએસઇમાં ૪૪.૯૬ લાખ શેરોનું કેશમાં વોલ્યુમ થયું હતું.
અનિલ-એડીએજી ગુ્રપ શેરોમાં વધતી લેવાલી ઃ રિલાયન્સ કેપિટલ, પાવર, ઇન્ફ્રા. કોમ્યુ. વધ્યા
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના બિઝનેસમાં આગામી દિવસોમાં મોટા ટર્નઅરાઉન્ડની અપેક્ષા અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અને વીમા ઉદ્યોગમાં રોકાણ માટે પ્રોત્સાહનોના આપેલા સંકેતે ગુ્રપ શેરોમાં લેવાલી વધતી જોવાઇ હતી. રિલાયન્સ કેપિટલ રૃા. ૧૧.૪૫ વધીને રૃા. ૩૬૧.૭૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૫૭.૮૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૬ વધીને રૃા. ૫૨૧, રિલાયન્સ પાવર રૃા. ૧ વધીને રૃા. ૯૨.૮૦ રહ્યા હતાં.
ડીએલએફનો નફો ૩૮ ટકા વધતા શેર રૃા. ૬ વધ્યો ઃ શોભા ડેવલપર્સ, ફિનિક્સ મિલ્સમાં પણ આકર્ષણ
રીયાલ્ટી શેરોમાં ડીએલએફના પ્રોત્સાહક પરિણામે લેવાલી હતી. ડીએલએફનો ત્રિમાસિક કોન્સોલિડેટેડ નેટ નફો ૩૮.૨ ટકા વધીને રૃા. ૨૯૨.૭૯ કરોડ અને આવક ૧૫ ટકા ઘટીને રૃા. ૨૩૨૯ કરોડ થવા સાથે કંપનીએ તેના કોર-પાયાના સિવાયના બિઝનેસને વેચવાના કરેલા નિર્ધાર સાથે ત્રિમાસિકમાં ૧૩.૪ લાખ ચોરસ ફૂટ જગ્યા વેચવાનું બુકીંગ કર્યાના અને ત્રિમાસિકમાં બિન પાયાના બિઝનેસ-એસેટ વેચીને રૃા. ૩૬૯ કરોડ ઉભા કર્યાનું જાહેર કરતા શેરમાં આકર્ષણે રૃા. ૬.૩૦ વધીને રૃા. ૨૧૭.૫૫, શોભા ડેવલપર્સ રૃા. ૮.૨૦ વધીને રૃા. ૩૬૨.૨૦, ફિનિક્સ મિલ રૃા. ૨.૩૦ વધીને રૃા. ૧૮૫.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૪ વધીને રૃા. ૫૧૭.૦૫ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૨૫.૩૮ પોઇન્ટ વધીને ૧૬૮૪.૦૩ રહ્યો હતો.
કેબલ સર્વિસિઝ ડીજીટલાઇઝેશનને સારા પ્રતિસાદે સન ટીવી નેટવર્ક સહિતના શેરો વધ્યા
મુંબઇમાં ટેલીવિઝન હાઉસ હોલ્ડસના સેટ ટોપ બોક્સીસમાં કન્વર્ઝનના ૫૦ ટકા પ્રતિસાદ સાથે કેબલ સર્વિસિઝના ડીજીટલાઇઝેશને સારી પ્રગતિ મેળવી હોવાના આંકડાએ મીડિયા- ટેલીવિઝન નેટવર્ક શેરોમાં લેવાલી હતી. ઝી એન્ટરટેઇન્મેન્ટ રૃા. ૬.૩૦ વધીને રૃા. ૧૬૭.૬૫, સન ટીવી નેટવર્ક રૃા. ૮ વધીને રૃા. ૨૮૯.૯૫ રહ્યા હતા. અન્યોમાં નેટવર્ક ૧૮, ટીવી ટુડે નેટવર્ક સહિતના શેરો વધ્યા હતાં.
માર્કેટબ્રેડથ પોઝિટીવ ઃ ૧૫૨૨ શેરો વધ્યા ઃ ૨૧૯ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પસંદગીના આકર્ષણ સામે 'એ' ગુ્રપના શેરોમાં વ્યાપક લેવાલીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૦ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૫૨૨ અને ઘટનારની ૧૨૮૫ હતી. ૨૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૬ શ ેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇની વધુ રૃા. ૮૧૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇ પણ લેવાલ
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - મંગળવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા. ૮૧૫.૯૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૪૫૫.૫૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૬૩૯.૬૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૃા. ૫૫.૨૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૨૩૪.૫૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૧૭૯.૨૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૧૦-૧૨

૨૯૯૧૮.૦૦

૩૦૦૦૪.૦૦

૨૯૮૬૭.૦૦

૨૯૯૫૬.૦૦

૫૩.૦૦

સોનું-મિની

૦૫-૦૯-૧૨

૨૯૭૩૦.૦૦

૨૯૮૪૪.૦૦

૨૯૭૧૨.૦૦

૨૯૮૦૬.૦૦

૫૨.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૮-૧૨

૨૯૮૪.૦૦

૨૯૯૩.૦૦

૨૯૮૨.૦૦

૨૯૯૦.૦૦

૫.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૮-૧૨

૩૧૭૭.૦૦

૩૧૮૮.૦૦

૩૧૭૧.૦૦

૩૧૮૨.૦૦

૬.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૮-૧૨

૨૩૮૨૫.૦૦

૨૩૯૦૪.૦૦

૨૩૮૧૩.૦૦

૨૩૮૭૬.૦૦

૩૮.૦૦

ચાંદી

૦૫-૦૯-૧૨

૫૩૨૬૫.૦૦

૫૩૪૨૦.૦૦

૫૩૧૫૧.૦૦

૫૩૨૭૫.૦૦

૦.૦૦

ચાંદી માઈક્રો

૩૧-૦૮-૧૨

૫૩૨૭૦.૦૦

૫૩૪૪૦.૦૦

૫૩૧૭૬.૦૦

૫૩૩૦૫.૦૦

૧.૦૦

ચાંદી-મિની

૩૧-૦૮-૧૨

૫૩૨૮૨.૦૦

૫૩૪૪૦.૦૦

૫૩૧૮૨.૦૦

૫૩૩૦૧.૦૦

૦.૦૦

તાંબુ

૩૧-૦૮-૧૨

૪૧૩.૦૫

૪૧૪.૩૫

૪૧૨.૨૫

૪૧૩.૦૦

-૦.૬૫

તાંબુ-મિની

૩૧-૦૮-૧૨

૪૧૩.૨૦

૪૧૪.૩૫

૪૧૨.૩૦

૪૧૩.૦૦

-૦.૭૦

નિકલ

૩૧-૦૮-૧૨

૮૭૩.૧૦

૮૭૮.૦૦

૮૭૦.૨૦

૮૭૨.૫૦

-૨.૨૦

નિકલ-મિની

૩૧-૦૮-૧૨

૮૭૪.૦૦

૮૭૮.૧૦

૮૭૧.૫૦

૮૭૨.૯૦

-૧.૯૦

એલ્યુમિનિયમ

૩૧-૦૮-૧૨

૧૦૨.૯૦

૧૦૩.૧૦

૧૦૨.૨૫

૧૦૨.૮૦

-૦.૨૦

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૮-૧૨

૧૦૩.૦૦

૧૦૩.૧૦

૧૦૨.૩૦

૧૦૨.૮૦

-૦.૨૫

સીસું

૩૧-૦૮-૧૨

૧૦૫.૦૦

૧૦૫.૫૦

૧૦૪.૯૦

૧૦૫.૧૦

-૦.૧૦

સીસું-મિની

૩૧-૦૮-૧૨

૧૦૫.૨૦

૧૦૫.૫૦

૧૦૪.૯૦

૧૦૫.૧૦

-૦.૧૫

જસત

૩૧-૦૮-૧૨

૧૦૨.૩૦

૧૦૨.૫૫

૧૦૨.૧૦

૧૦૨.૨૫

-૦.૨૦

જસત-મિની

૩૧-૦૮-૧૨

૧૦૨.૩૦

૧૦૨.૫૫

૧૦૨.૧૦

૧૦૨.૨૫

-૦.૨૦

ક્રૂડ તેલ

૨૦-૦૮-૧૨

૫૦૬૨.૦૦

૫૦૭૪.૦૦

૫૦૪૭.૦૦

૫૦૬૧.૦૦

-૧૨.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૪-૦૮-૧૨

૬૦૨૦.૦૦

૬૦૫૬.૦૦

૫૯૯૭.૦૦

૬૦૦૫.૦૦

-૧૬.૦૦

નેચરલ ગેસ

૨૮-૦૮-૧૨

૧૬૧.૩૦

૧૬૧.૩૦

૧૫૬.૪૦

૧૫૭.૭૦

-૩.૯૦

સીપીઓ

૩૧-૦૮-૧૨

૫૬૫.૦૦

૫૬૭.૩૦

૫૬૩.૩૦

૫૬૪.૩૦

-૨.૫૦

એલચી

૧૪-૦૮-૧૨

૧૩૧૮.૮૦

૧૩૪૩.૯૦

૧૨૭૪.૬૦

૧૨૮૬.૧૦

-૪૧.૬૦

બટેટા-આગ્રા

૧૪-૦૮-૧૨

૧૨૯૫.૦૦

૧૨૯૫.૦૦

૧૨૯૨.૦૦

૧૨૯૩.૫૦

૪.૨૦

બટેટા-તારકેશ્વર

૧૪-૦૮-૧૨

૧૦૦૦.૦૦

૧૦૦૦.૦૦

૧૦૦૦.૦૦

૧૦૦૦.૦૦

૧૦.૩૦

મેન્થા તેલ

૩૧-૦૮-૧૨

૧૪૧૧.૭૦

૧૪૧૭.૦૦

૧૩૮૦.૭૦

૧૩૮૯.૦૦

-૧૧.૨૦

કપાસ

૩૦-૦૩-૧૩

૧૧૫૬.૦૦

૧૧૫૯.૦૦

૧૧૩૯.૫૦

૧૧૪૬.૭૦

-૧.૩૦

રૃ

૩૧-૦૮-૧૨

૧૮૨૭૦.૦૦

૧૮૪૨૦.૦૦

૧૮૧૯૦.૦૦

૧૮૩૧૦.૦૦

૧૩૦.૦૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved