Last Update : 08-August-2012, Wednesday

 

ખાંડમાં વધારાના કવોટાની હવાએ ભાવો તૂટયા

નાકા ડિલીવરી રૃ.૩૬૦૦ની અંદર જતી રહી

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવો વધુ તૂટયા હતા. ઘટતી બજારે ભાવો વધુ ઘટવાની આશાએ બજારમાં તહેવારો છતાં નવી ખરીદી ધીમી પડયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ભાવો ઘટતાં ભારતથી ખાંડની નવી નિકાસ માંગ રુંધાઈ છે. કેન્દ્ર સરકાર ખાંડમાં વધારાનો ૪ લાખ ટનનો કવોટા છૂટ્ટો કરશે એવી હવા પણ આજે બજારમાં ચગી હતી. અને તેના કારણે ખાંડમાં હાજર તથા વાયદાના ભાવો તૂટતા રહ્યાનું સૂત્રોએ ઉમેર્યું હતું. નવી મુંબઈમાં હાજર ભાવો કિલોના આજે વધુ રૃ.૫૦થી ૬૦ તૂટયા હતા. ભાવો ઘટી રૃ.૩૬૧૧થી ૩૭૨૧ તથા સારાના રૃ.૩૬૮૧થી ૩૮૩૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીમાં ભાવો રૃ.૫૦થી ૧૦૦ ઘટી રૃ.૩૫૮૦થી ૩૬૨૦ તથા સારાના રૃ.૩૬૫૦થી ૩૭૦૦ બોલાયા હતા. મિલો પર ભાવો ઘટી રૃ.૩૪૫૦થી ૩૫૦૦ તથા સારાના રૃ.૩૫૫૦થી ૩૬૦૦ રહ્યાના સમાચારો હતા.
કોપરમાં મિશ્ર હવામાન ઃ વિશ્વ બજાર ઉંચકાઈ જયારે ઘરઆંગણે ભાવો તૂટયા
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, નિકલના ભાવો ઘટાડા પર રહ્યા હતા જયારે અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. વિશ્વ બજારમાં જોકે ભાવો વધી આવ્યાના સમાચારો હતા, મુંબઈ હાજર બજારમાં આજે ભાવો કિવ.ના કોપર વાયર બારના રૃ.૧૦૦ ઘટી રૃ.૫૦૭૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦નીચા બોલાઈ રહ્યા હતા. નિકલના ભાવો રૃ.૫૦૦ ઘટી રૃ.૧૦૫૫૦૦ રહ્યા હતા. ટીન, જસત તથા સીસાના ભાવો અથડાતા રહ્યા હતા. એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૩૦૦ ઘટી રૃ.૧૧૩૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૧૪૩૦૦ના મથાળે શાંત રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં જો કે માંગ વધતાં ૩ મહિનાના ભાવો સાર્વત્રિક ઉંચકાઈ અનુક્રમે કોપરના ૭૫૩૨ ડોલર, ટીનના ૧૮૧૭૫ ડોલર, નિકલના ૧૫૭૫૬ ડોલર, એલ્યુ.ના ૧૮૮૮ડોલર, જસતના ૧૮૫૩ ડોલર તથા સીસાના ૧૮૯૭ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે કોપરનો સ્ટોક ૯૦૦ ટન, સીસાનો ૫૨૫ ટન, જસતનો ૧૨૫૦ ટન તથા એલ્યુ.નો ૫૭૭૫ ટન ઘટયો હતો જયારે નિકલનો સ્ટોક ૬૭૮ ટન તથા ટીનનો ૫૫ ટન વધ્યાના સમાચારો હતા.

 

ક્રિસિલે ભારતનો વૃધ્ધિ દર ઘટાડયો
મુંબઈ, સોમવાર
રેટિંગ એજન્સી ક્રિસિલે માર્ચ અંતે પૂરા થતા ૨૦૧૩ના નાણાંકીય વર્ષ માટે દેશનો વૃધ્ધિ દર ઘટાડીને ૫.૫ ટકા કર્યો છે.
ક્રિસિલના જણાવ્યા અનુસાર દેશમાં નબળા ચોમાસાના કારણે સ્થિતિ ગંભીર બની છે. આ ઉપરાંત યુરો ઝોનની દેવા કટોકટીની પણ અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે. આમ, આ મુદ્દાને ધ્યાનમાં લઈને વૃધ્ધિ દરનો લક્ષ્યાંક ઘટાડીને ૫.૫ ટકા કરવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ક્રિસિલ દ્વારા અર્થતંત્ર માટે જે રેટિંગ અપાયું છે તે સૌથી નિમ્ન કક્ષાનું રેટિંગ છે.
જુલાઈમાં કન્ઝ્યુમર કોન્ફીડન્સમાં વધારો
નવી દિલ્હી, મંગળવાર
વિતેલા જુલાઈ માસ દરમિયાન ભારતમાં કન્ઝ્યુમર કોન્ફીડન્સ લેવલમાં નોંધપાત્ર વધારો થયો છે. સૂચિત સમય દરમિયાન રોજગારી સલામત રહેવાના આશાવાદના પગલે બ્લ્યુફીન કન્ઝ્યુમર કોન્ફીડન્સ ઈન્ડેક્સ જે જૂન માસમાં ૪૦.૩ હતો તે જુલાઈ માસમાં વધીને ૪૧.૧ થયો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે જૂન માસ દરમિયાન આ ઈન્ડેક્સમાં નોંધપાત્ર પીછેહઠ થવા પામી હતી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved