Last Update : 08-August-2012, Wednesday

 

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની સોનાની આયાતમાં ૪૦ ટકા ઘટાડો

૨૦૧૧ના વર્ષમાં ૯૬૯ ટન સોનું આયાત કર્યું હતું, જ્યારે તેની માગ ૯૩૩.૪૦ ટન રહી હતી

મુંબઈ, તા. ૭
વિક્રમી ઊંચા ભાવ અને કરન્ટ એકાઉન્ટ ખાધ ઘટાડવા આયાત પર કાપ મૂકવા સરકાર દ્વારા પગલાં લેવાશે એવા ભયે ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતની સોનાની આયાત અત્યારસુધી ૪૦ ટકા ઘટી છે. ૨૦૧૨ના પ્રથમ સાત મહિનામાં સોનાની આયાત ૩૫૦ ટન આસપાસ રહી હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખતા સપ્ટેમ્બર મહિના સુધીમાં બીજી ૧૦૦ ટનની આયાત થવાનો અંદાજ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે ૨૦૧૧ના પ્રથમ છ મહિનામાં ૫૫૩ ટનની આયાત થઈ હતી અને સપ્ટેમ્બરના અંત સુધીમાં આ આંક ૭૫૩ ટન સુધી પહોંચી ગયો હતો. જો કે આ વર્ષે આ આંકડો સપ્ટેમ્બર સુધીમાં ૪૫૦ ટનના આંકને વટાવે તેવી શકયતા ઘણી જ ઓછી છે, એમ બોમ્બે બુલિયન એસોસિએશનના સૂત્રો જણાવી રહ્યા છે.
ભારતમાં વૈશ્વિક મંદીની અસર ઘરઆંગણેના વિકાસ અને સ્થાનિક ભાવો પર જોવા મળે છે. ગોલ્ડ જેટલું જ વળતર આપી શકે એવા બચત સાધન રજૂ કરવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા યોજના ધરાવે છે. છેલ્લા ચાર વર્ષમાં સોના પર ૧૦૦ ટકા વળતર મળ્યું છે જેને કારણે તેની આયાતમાં વધારો થયો છે. ભારતમાં હાલમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામના રૃપિયા ૩૦,૦૦૦ આસપાસ બોલાઈ રહ્યો છે.
સ્થાનિક બજારમાં ભારે વોલેટિલિટીને કારણે જવેલરી ખરીદદારો પણ છેલ્લા કેટલાક સમયથી સક્રિય ખરીદીથી દૂર રહ્યા કરે છે. નવી ખરીદી કરવા પહેલા ખરીદદારો ભાવની નિશ્ચિત દિશા જાણવા માગી રહ્યા છે. ૨૦૧૧ના વર્ષમાં ભારતે ૯૬૯ ટન સોનું આયાત કર્યું હતું, જ્યારે તેની માગ ૯૩૩.૪૦ ટન રહી હતી, જે ૨૦૧૦માં ૯૬૩ ટન રહી હતી, એમ કાઉન્સિલના આંકડા જણાવે છે. સોનાની આયાતમાં વધારાથી કરન્ટ એકાઉન્ટ ખાધ વધે છે. ૨૦૧૦-૧૧માં કરન્ટ એકાઉન્ટ ખાધ ૪૬ અબજ ડોલર રહી હતી જે ૨૦૧૧-૧૨માં વધીને ૭૮.૨૦ અબજ ડોલર રહી હતી. ઊંચા ભાવ છતાં આવનારી તહેવારોની મોસમમાં સોનાની માગમાં વધારો થવાની સ્થાનિક વેપારીઓ ધારણાં રાખી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved