Last Update : 08-August-2012, Wednesday

 

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

 

 

કેળાંની કચોરી

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ કાચાં કેળાં, ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ, જોઈતા પ્રમાણમા મીઠું, આદુ-મરચાં-ખાંડ, કોેથમીર, શેકેલું જીરુ, લીંબુનો રસ, હળદર, ગરમ મસાલો, તળવા માટે તેલ.

 

રીત ઃ કેળાને બાફવા, બાફીને તેનો છૂંદો કરવો. જોઈતા પ્રમાણમાં બધો મસાલો નાંખવો. કેળાના છૂંદાને પહેલા તેલમાં શેકવો. પછી તેમાં થોડાક ચણાનો લોટ નાંખવો તેથી પુરણ બરાબર થઈ શકે. પછીથી ઠરવા દેવું.ઘઉંના લોટને કઠણ બાંધવો અને તેની નાની-નાની પુરી બનાવવી. પુરીમાં તૈયાર કરેલો માવો નાંખવો અને કચોરી બનાવવી. પછી તેલમાં તળવી.

 

પાલક પુરી

 

સામગ્રી ઃ ૧૦-૧૨ ઝૂડી પાલકની ભાજી, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૨-૧૫ કળી લસણ, ૨ ચમચી ગરમ મસાલો, ૧ ઝૂડી કોથમીર, ૨-૩ લીલા મરચાં, આદુ-તલ-અજમા- મીઠું મરીનો ભુકો આખા ધાણા-જીરુ સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ.

 

રીત ઃ સૌપ્રથમ આખા ધાણા અને જીરુને સહેજ તેલ નાખી લોઢીમાં શેકી લો. અને ત્યારબાદ તેને ખાંડી લો. પાલકને ધોઈ-સમારીને બાફવા મુકી દો.
- ઘઉંના લોટને પણ કપડામાં બાંધીને બાફવા મુકો.
- ભાજી બફાઈ જાય એટલે તેનું પાણી નિતારી ભાજીને ગ્રાઈન્ડ કરો.
- હવે બાફેલા લોેટમાં ભાજી મિક્સ કરો. પછી તેની અંદર આદુ, મરચાં, કોથમીર, મરીનો ભુકો તલ, અજમા, ગરમ મસાલો, વાટેલું ખમણ, ધાણા-જીરુનો ભૂકો, મીઠું વગેરે બધો મસાલો નાખી લોટ બાંધો. જરૂર લાગે તો તેમાં ભાજીનું વધેલું પાણી નાખવું. લોટમાં મોેણ નાખવું નહીં. હવે તેની પુરી વણી તેને તળી લેવી. આ પુરી એકલી પણ ખાઈ શકાય અને સોસ-ચટણી વગેરે સાથે પણ ખાઈ શકાય.

 

ડ્રાયફ્રૂટ ખજુરની ચમચમ

 

સામગ્રી ઃ ૧ પેકેટ ખજૂર, ૧૦૦ ગ્રામ નાળિયેરનું ખમણ, ૧/૨ કપ કાજુ-બદામ-અખરોટના ટુકડા, ૧૫ નંગ સુકી દ્રાક્ષ, ૩/૪ કપ સીંગદાણાનો ભૂકો, ૧/૨ કપ દળેલી સાકર, ૨ કપ સાકર-એલચીનો ભૂકો, વેનીલા એસેન્સ.

 

રીત ઃ ખજૂરન સાફ કરી ઊભો ચીરો કરી ઠળિયા કાઢી લેવા. ખજૂર આખો રાખવો.
૫૦ ગ્રામ ટોપરાનું ખમણ લેવું. ૫૦ ગ્રામ બાજુ પર રાખી મુકવું. સીંગદાણાનો ભુકો તથા ડ્રાયફ્રૂટના ટુકડા તથા દળેલી સાકર અને એલચીનો ભૂકો મિક્સ કરો. દ્રાક્ષને પણ મિક્સ કરી પુરણ તૈયાર કરો. ત્યારબાદ ખજૂરમાં આ પુરણ દાબીને ભરી લેવું. અને હાથેથી ખજૂર દબાવી દો.
ખાંડ ડૂબે તેટલું પાણી નાખી બેતારી ચાસણી બનાવો. તેમાં વેનિલા એસેન્સ નાખો. ભરેલા ખજૂરને ચાસણીમાં બોળી ટોપરાના ખમણમાં રગદોળી થાળીમાં ઠરવા મુકો. આ ચમચમ બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે.

 

સુરતી નાનખટાઈ

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ રવો, ૨૫૦ ગ્રામ ખાંડ (બૂરુ) ૩૦૦ ગ્રામ ઘી, ૧૦ ગ્રામ ઈલાયચી, જાયફળ અડઘું, બેકીંગ પાવડર.

 

રીત ઃ સૌપ્રથમ એક મોટા તપેલામાં ઘી લઈ તેને સારી રીતે ફીણો ઘી જ્યારે માખણ જેવું થઈ જાય ત્યારે તેમાં ખાંડ ભેળવી દો અને ખાંડ તથા ઘી ૧૦ મિનિટ ફીણીને પછી તેમાં તેમાં અડધી ચમચી બેકીંગ પાવડર, ઈલાયચીનોે ભૂકો, જાયફળનો ભૂકો વગેરે મસાલોે નાંખી તેને ખૂબ જ ફીણવાનું. હાથમાં જ્યારે ચોંટે નહિ ત્યારે ગોળગોેળ લુવા બનાવી સહેજ દાબી દેવા. પછી તેને ઓવનમાં ૨૭૫ ડીગ્રી સે. પર ૫૦ મિનિટ સુધી રહેવા દો. ઓવન ન હોય તો એક લોખંડના તાવડામાં સહેજ ભીની રેતી લો. તાવડાને સ્ટવ પર્‌ મૂકી સારી રીતે ગરમ કરો. રેતી જ્યારે સારી રીતે ગરમ થઈ જાય ત્યારે એક થાળીમાં નાનખટાઈ ગોેઠવીને બેકીંગ માટે મૂકો. ઉપર ઢાંકણ ઢાંકી તેના પર કોલસાનો દેવતા રાખો.
ડેકોરેશન કરવું હોય તો શેકતાં પહેલાં દરેક લુઆ ઉપર એક એક ચારોળી તેમજ ટૂટીફ્રૂટી મૂકી શકાય.

 

કાળા જાંબુ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૫૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ મેંદો, ચપટી સોડા-બાઈ કાર્બ.
ગુલાબજળ-ઘી, એલચી-પિસ્તા, એસેન્સ.

 

રીત ઃ પનીર-માવાને ભેગો કરી, ખૂબ જ મસળવો. તેમાં મેંદો, સોડા-બાઈ-કાર્બ થોેડા પાણીમાં મિક્સ કરી નાખવો. અને પાછું મસળવું. સાવ લિસ્સો માવો બને તેમ કરવું. થોડો માવો લઈ તેમાં એલચી મૂકી લંબગોળ આકાર આપો. આ રીતે બધાં જ જાંબુ તૈયાર કરો. ઘી ગરમ કરી બધા જ જાંબુ ધીમા તાપે તળી લો. ખાંડની દોઢતારી ચાસણી બનાવી ઉતારી લો. તેમાં જાંબુ નાખો. દસ મિનિટ પછી ગરમ કરવા. ત્યારબાદ તાપ પરથી ઉતારી તેમાં ગુલાબપાંદડી, પિસ્તા વગેરે નાખવું. ઠંડુ પડે પછી એસેન્સ નાખવું.

 

કેશ્યુનટ

 

સામગ્રી ઃ ૫૦ ગ્રામ કાજુ, ૫૦૦ ગ્રામ ખાંડ, એક ચમચો કોકો, ત્રણ ચમચા માખણ અને વેનીલા એસેન્સ.

 

રીત ઃ સૌપ્રથમ ખાંડની એક તારી ચાસણી કરવી. થોડી ચાસણી થાય એટલે કાજુના કકડા અને કોકો નાખવો. થોડીવાર પછી ઉતારીને તેમાં માખણ અને એસેન્સ નાખવા. તેને એક થાળીમાં ઘી ચોપડી ઠારી દેવું. બરાબર ઠરી જાય એટલે તેના કટકા કરવા.

 

રસરાજ

 

સામગ્રી ઃ ૧ લીટર દૂધ, ૨૫૦ ગ્રામ સાકર, ૦।। વાટકો દહીં, ૨૧/૨ ચમચા ખમણેલું કોપરું , ૪ એલચીનો ભૂકો, પ્રમાણસર બદામ-પિસ્તા.

 

રીત ઃ એક તપેલીમાં ઠંડુ દૂધ લઈ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે સાકર તથા દહીં નાખી ગેસ પર મૂકો. ધીમે ધીમે હલાવતાં રહેવું. દૂધ ફાટી જશે બઘું જ પાણી બળી જાય અને માવો તૈયાર થવા આવે એટલે તેમાં ખમણેલું કોપરું નાખવું. થોડી જ વારમાં માવો તૈયાર થઈ જશે. એટલે તે નીચે ઉતારી એલચીનો ભૂકો મિક્સ કરી એક થાળીમાં માવો પાથરી દેવો. લાંબા-પાતળા સુધારેલા બદામ-પિસ્તા છાંટવા. ઠરે એટલે ચોસલા પાડવા.

 

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

‘છીપલા પૂરી’

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ મેંદો, ૨૫૦ ગ્રામ ચોખાનો લોટ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૭૦૦ ગ્રામ ઘી.

 

રીત ઃ મેંદાના લોટમાં ઘીનું મૂઠી પડતું મોણ નાખી પુરી જેવો લોટ બાંધવો. તેનો મોટો લૂઓ પાડી થાળી ઊંધી કરી થાળી પર રોટલા વણવા. તેના પર ફીણેલો સાટો લગાડવો અને તેનો રોલ વાળવો. રોલના અર્ધા ઈંચના કાપા પાડી ગુંદલા તૈયાર કરવા. આ જ રીતે બધા રોટલા વણવા અને કાપા પાડવા. જે અડધા ઈંચનું ગુંદલું છે તેને થાળી પર ઊભુ રાખી હથેળીથી હલાવી બે વખત વેલણથી વણવું. એ રીતે બધી જ પૂરી વણવી. પછી તેને ઘી મૂકી ધીમા તાપે ગુલાબી રંગની તળી લેવી.
ત્યારબાદ ખાંડની ચાસણી કરી તેમાં બધી જ તળેલી પૂરી બોળી રાખવી. ઠંડી પડે ત્યારે તેને જમવા માટે ઉપયોગ કરવો.
જ્યોત્સના

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved