Last Update : 08-August-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૦૮-૨૦૧૨, બુધવાર
શ્રાવણ વદ છઠ્ઠ - રાંધણ છઠ્ઠ, હળ ષષ્ઠ્ઠી.
મૃત્યુયોગ રાત્રે ૩ ક. ૪૬ મિ. સુધી
મહા ગુજરાત આંદોલન - શહિદ સ્મૃતિ દિન

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિનો ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અશ્વિની રાત્રે ૩ ક. ૪૬ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુનમાં, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાૠતુ રા.દિ.શ્રા./૧૭
માસ-તિથિ-વાર ઃ શ્રાવણ વદ છઠ્ઠને બુધવાર.
- આજે રાંધણ છઠ્ઠ છે. હળ ષષ્ઠી છે.
- મૃત્યુયોગ રાત્રે ૩ ક. ૪૬ મિ. સુધી
- મહાપાત્ર વ્યતિપાત રાત્રે ૧૧ ક. ૦૭ મિ. થી.
- બુધ માર્ગી સવારના ૧૧ ક. ૧૧ મિ. થી બજારોમાં વધઘટ!
- તેર દિવસમાં ઘાસ, લાકડાના ભાવ વધે!
- કપૂર, ચંદન, મીઠું, રેશમના ભાવ ઘટે!
- મહાગુજરાત આંદોલન - શહીદ સ્મૃતિ દિન.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો ૨૬ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રાંધણ છઠ્ઠના પર્વે માનસિક વ્યગ્રતા, ઉચાટ રહે. નોકરી, ધંધાના કામમાં ગુસ્સો ઉતાવળ કરવી નહીં. પત્ની, સંતાનની ચંિતા રહે.

 

વૃષભ ઃ વધારાનો ખર્ચ થાય પરંતુ પૈસા વગર આપનું કામ અટકી રહે નહીં. નોકરી-ધંધાના કામમાં, ખાતાકીય કામમાં ઘ્યાન રાખવું.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. સીઝનલ ધંધો, આવક થાય. નોકરીના કામમાં રાહત, હળવાશ જણાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં વ્યગ્રતા-બેચેની અનુભવો. ધંધો મેળવવામાં ધંધો કરવામાં, નોકરીના કામમાં ચંિતા રહે.

 

સંિહ ઃ નોકરી-ધંધાની મુલાકાત, ચર્ચા વિચારણામાં પ્રગતિ જણાય. આકસ્મિક કોઈને મળવાનું થાય. સીઝનલ ધંધો થાય.

 

કન્યા ઃ રોજીંદા કામમાં કંઈ ગમે નહીં. ધંધા અંગેની ચંિતા રહે. નોકરીમાં કામ કરવાનો કંટાળો આવે. પરિવારની ચંિતા રહે.

 

તુલા ઃ રાંધણ છઠ્ઠનો દિવસ કામકાજની વ્યસ્તતાનો રહે. સગા સંબંધી-મિત્રવર્ગથી ધર્મકાર્યથી ખર્ચ થાય. નોકરી ધંધામાં આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ વધારાના કામની વ્યસ્તતામાં શારિરીક, માનસિક, શ્રમ, થાક અનુભવાય. રોજીંદાકામમાં નોકરી ધંધામાં તકલીફ પડે.

 

ધન ઃ પુત્ર પૌત્રાદિક પરિવાર માટે વધારાનો ખર્ચ થાય. તેમના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી ધંધાનું કામ થાય.

 

મકર ઃ રાંધણ છઠ્ઠના શ્રાવણી પર્વે ઘર-પરિવારના કામની ચંિતા-વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અન્ય કામ અંગે પ્રવાસ થાય. વધારાનો ખર્ચ થાય.

 

મીન ઃ આપના કુટુંબ-પરિવારના કામમાં વ્યસ્તતા અનુભવાય. શાંતિથી કામકાજ કરવું. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૦૮-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થતુ આપનું જન્મવર્ષ માનસિક પરિતાપ રખાવે પરંતુ કામકાજની સફળતા-પ્રગતિથી તમારી આવકમાં તેમજ સુખ સંપત્તિમાં વધારો થાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો-સફળતાથી આનંદમાં વધારો થાય.

 

* નોકરી-ધંધામાં સ્ત્રી વર્ગના કારણે કોઈ તકલીફ થાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી. ભાગીદારીમાં ધંધો હોય તો તેમાં વિવાદ સર્જાતા તમે મુશ્કેલીમાં મુકાવ.

 

* પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહલગ્ન, નોકરી-ધંધાનો પ્રશ્ન, ધર્મકાર્ય, શુભકાર્યની સફળતાથી હૃદય-મનને હળવાશ, શાંતિ થાય.

 

* સ્ત્રી વર્ગને વર્ષારંભે આરોગ્યની કાળજી રાખવી પડે. તે સિવાય અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય, આનંદ રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં સાનુકૂળતા રહે પરંતુ પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી.

 

સુપ્રભાતમ્

- કાયમ પાણીમાં જ રહેનારાં માછલાંની માફક જીભના- સ્વાદના- લોલુપ માણસોનો પણ ઓચંિતો જ વધ થાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાની બહેનપણી ચંપાને ફોન ઉપર કહી રહી હતી, ‘વર્ષો સુધી મને ખબર જ નહીં કે મારા હસબન્ડ રાતના ક્યાં જાય છે પણ કાલે મેં એમને પકડ્યા.’
‘એમ કે?’ ચંપા બોલી, ‘શું થયું?’
‘કાલે હું ઘરે વહેલી આવી’ લીલી બોલી, ‘તો મેં એમને ટીવી જોતા પકડ્યા!’

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved