Last Update : 07-August-2012, Tuesday

 

ભાજપના ભક્તો... કોંગ્રેસના ભક્તો...

- મન્નુ શેખચલ્લી
ચુંટણીનો માહોલ ગરમી પકડી રહ્યો છે. અડવાણી તો કહે છે ૨૦૧૪માં કોંગ્રેસ-ભાજપ સિવાય કોઈ ત્રીજી જ પાર્ટીના વડાપ્રધાન બનશે. છતાં બન્ને પાર્ટીઓના વફાદારો પોતપોતાના કેફમાં જ ઘૂણી રહ્યા છે.
ગુજરાતમાં તો ભાજપ-કોંગ્રેસના ભક્તોનાં ભેજાં કંઈ જુદી જ રીતે ચાલી રહ્યાં છે. લ્યો વાંચો...
* * *
માત્ર ભાજપના ભક્તો જ એમ માને છે કે...
આપણા મુખ્યમંત્રીજી ખાતા નથી અને ખાવા દેતા નથી!
અને માત્ર કોંગ્રેસના ભક્તો જ એમ માને છે કે...
બિચારા મનમોહનસંિહ પોતે પ્રમાણિક છે એટલે જ ભ્રષ્ટાચારીઓને સજા કરી શકતા નથી!
* * *
માત્ર ભાજપના જ ભક્તો માની શકે કે...
મોદી જો વડાપ્રધાન બને તો બધાના ભૂક્કા કાઢી નાંખે !
અને માત્ર કોંગ્રેસના જ ભક્તો માની શકે કે...
રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે કે તરત ‘મેચ્યોર’ થઈ જશે!
* * *
માત્ર ભાજપના ભક્તો જ માને છે કે...
કેશુભાઈના નવા પક્ષનો એક ધારાસભ્ય પણ નહિ ચૂંટાય !
અને માત્ર કોંગ્રેસના ભક્તો જ માને છે કે...
કેશુભાઈના ૫૦ ધારાસભ્યો ચૂંટાઈ જશે તો કોંગ્રેસને બહુ મોટો લાડવો મળી જશે!
* * *
માત્ર ભાજપના ભક્તો જ એવું માની શકે કે...
મોદી છેલ્લી ઘડીએ એવો ચમત્કાર કરશે કે આખી બાજી પલટાઈ જશે.
અને માત્ર કોંગ્રેસના ભક્તો જ એવું માની શકે કે...
સોનિયાજી એક જ વાર ગુજરાતની પ્રજાને દર્શન આપશે એમાં આપણે બધા તરી જઈશું !
* * *
માત્ર ભાજપના ભક્તો માને છે કે...
ગુજરાતમાં તો જાપાન, ચીન, કોરિયા અને અમેરિકાની કંપનીઓ આવીને અબજો રૂપિયાનાં રોકાણો કરવાની છે.
અને માત્ર કોંગ્રેસના ભક્તો માને છે કે...
ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં ૧૦ ગણા વધારે રોકાણ થાય છે. પણ ત્યાં શરદ પવાર છે એટલે જ અડધો અડધ મહારાષ્ટ્રમાં વીજળી-પાણી અને રોજગારના ધાંધિયા છે!
* * *
માત્ર ભાજપના જ ભક્તો માને છે કે...
આ વખતે મોદી જ ચૂંટાઈ આવવાના છે કારણકે ગુજરાતની પ્રજા શાણી છે.
અને માત્ર કોંગ્રેસના જ ભક્તો માને છે કે...
આ વખતે મોદી ફેંકાઈ જવાના છે કારણ કે... ગુજરાતની પ્રજા શાણી છે!
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved