Last Update : 07-August-2012, Tuesday

 

વૃદ્ધ સેનાપતિની વાણીવરાળ

૨૦૧૪માં કોંગ્રેસના ભવિષ્ય વિશે અટકળો- આ મથાળું છે ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ ભાવિ વડાપ્રધાન અડવાણીના તાજા લેખનું. પરંતુ પોતાના બ્લોગ પર મૂકેલા આ લેખમાં કોંગ્રેસના ભવિષ્ય કરતાં પણ વધારે નુક્તચીની, આડકતરી રીતે જ, ભાજપના ભાવિ વિશે કરવામાં આવી છે.
ઔપચારિકતા તરીકે કોંગ્રેસની અને યુપીએના બન્ને મુદતના શાસનની ટીકા કર્યા પછી અડવાણીએ કરેલા બે મુદ્દાએ સૌનું ઘ્યાન ખેંચ્યું છેઃ વર્તમાન સરકારની કામગીરી એટલી અસંતોષકારક છે કે તેની ઘસાઇ ચૂકેલી સ્થિતિનો મહત્તમ લાભ ભાજપને મળશે. આવું તેમણે સર્વેક્ષણોને આગળ કરીને કહ્યું છે. બીજો મુદ્દો વધારે અગત્યનો છે. ૨૦૧૪ની ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે ત્યારે અડવાણીને લાગે છે કે એ ચૂંટણી પછી બિનભાજપી, બિનકોંગ્રેસી વડાપ્રધાનની શક્યતા ઉજળી છે.
અડવાણીએ ઉભા કરેલા બન્ને મુદ્દા રાબેતા મુજબ રાજકીય દારૂગોળાથી ભરપૂર છે. પહેલા મુદ્દામાં તે ભાજપને મહત્તમ ફાયદો થવાની વાત કરે છે, પરંતુ યાદ રહે કે એમાં ભાજપનું કશું કર્તૃત્વ નથી. તેમણે લખ્યું છે કે કર્ણાટકમાં (ભ્રષ્ટાચારના) ગંભીર પ્રશ્નો છતાં, વર્તમાન સરકારની નબળાઇનો મહત્તમ લાભ ભાજપને મળશે. એટલ કે, ભાજપ પોતે એ લાભ ઉઠાવી શક્યો નથી. છતાં (બીજા કોઇ વિકલ્પના અભાવે) ભાજપને આ લાભ મળશે. આ વિધાન કરવા માટે કોઇ સર્વેક્ષણ ટાંકવાની જરૂર ન હોય. કારણ કે રાષ્ટ્રિય સ્તરે ડાબેરીઓ હાંસિયામાં ધકેલાઇ ચૂક્યા હોય અને મુખ્ય પક્ષ તરીકે ભાજપ-કોંગ્રેસ જ બચ્યા હોય, ત્યારે કોંગ્રેસની ખોટ ભાજપનો ફાયદો બને એ સાદું અંકગણિત છે.
અલબત્ત, સ્થાનિક પક્ષોની મજબૂત પકડ ધરાવતાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં આ ગણિત લાગુ પડતું નથી. એટલે ‘કોંગ્રેસને ખોટ, ભાજપને ફાયદો’નું સમીકરણ અમુક રાજ્યોમાં જ ચાલે એમ છે. પરંતુ અડવાણીએ તેનો કશો ફોડ પાડ્યો નથી. તેનો એક અર્થ એ કાઢી શકાય કે ભાજપ ફાયદામાં છે એ બતાવવા કરતાં, એ ફાયદામાં ભાજપી નેતાગીરીની કોઇ કમાલ નથી, એવું દર્શાવવાનો અડવાણીનો ઇરાદો છે.
બીજો મુદ્દો આનાથી પણ વધારે સ્ફોટક છે. અડવાણી માને છે કે રાષ્ટ્રિય રાજકારણમાં ત્રીજા મોરચાની કોઇ શક્યતા નથી. તેમ છતાં, તેમણે કોંગ્રેસ કે ભાજપ બેમાંથી એકના ટેકે, બિનકોંગ્રેસી-બિનભાજપી વડાપ્રધાનની શક્યતા વ્યક્ત કરી છે. ભાજપના સાથીપક્ષ જનતા દળ (યુ) નેતા અને બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે કરેલી વડાપ્રધાનપદના ઉમેદવારને લગતી ટીપ્પણી હજુ તાજી છે, ત્યાં અડવાણીના મુદ્દાનું તેની સાથે સીઘું અનુસંધાન જોડાઇ શકે છે. ભાજપની નેતાગીરીમાં કેન્દ્રસ્થાને ઉભરેલા ગુજરાતના મુખ્ય મંત્રી મોદી પ્રત્યે અડવાણી અને નીતિશકુમારનો વિરોધ જાણીતો અને જાહેર છે.
પ્રચારપ્રસારના શોખીન અને એ કળામાં માહેર એવા મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પોતાને રજૂ કરવાની અને એ માટે જરૂરી શક્તિપ્રદર્શનો કરવાની એક પણ તક ચૂકતા નથી- ચાહે તે સંજય જોષીનો મુદ્દો હોય કે નીતિશકુમારને આડકતરી રીતે ‘બે શબ્દો’ સંભળાવવાની વાત. નીતિશકુમાર અને તેમની વચ્ચે જૂનો હિસાબ છે. કોમી હંિસાથી ખરડાયેલા મોદીને નીતિશકુમારે બિહારમાં ચૂંટણીપ્રચાર માટે પણ આવવા દીધા ન હતા. એ જ મોદી એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર બને, તે નીતિશકુમારને કોઇ રીતે મંજૂર નથી અને એ નીતિશકુમાર વખતોવખત સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરતા રહે છે.
‘ટાઇમ’ સાપ્તાહિકમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિશે લેખ આવ્યો તેના થોડા મહિના પહેલાં નીતિશકુમાર વિશે પણ એવો જ લેખ આવી ચૂક્યો હતો. તેને કવરસ્ટોરી તરીકે રજૂ કરાયો ન હતો, પરંતુ લેખમાં એક-બે ઠેકાણે નીતિશકુમાર વડાપ્રધાનપદના ઉમેદવાર હોવાની વાત મૂકવામાં આવી હતી. રાજકારણની વર્તમાન સ્થિતિ જોતાં બિહાર કે ઉત્તર પ્રદેશ જેવાં મોટી સંખ્યામાં લોકસભાની બેઠકો ધરાવતાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ ફક્ત ‘કંિગમેકર’ની જ નહીં, ‘કંિગ’ની ભૂમિકાનાં સ્વપ્નાં પણ જોઇ શકે છે. એ દૃષ્ટિએ એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીનો નીતિશકુમાર દ્વારા થતો વિરોધ ભાજપને પરવડે એમ નથી.
એટલે જ, ભાજપની ચંિતનબેઠકમાં અને એ સિવાય પણ નીતિશકુમાર તરફથી આ મુદ્દો ચર્ચામાં આવે, એ સાથે ભાજપના પ્રવક્તાઓ સફાઇ આપતા નજરે પડે છે કે ‘વડાપ્રધાનપદના એનડીએના ઉમેદવારની પસંદગી સાથીપક્ષોને વિશ્વાસમાં રાખીને કરવામાં આવશે.’ ભાજપનું સ્વતંત્રપણે એટલું જોર નથી કે તે બીજાની સાડાબારી રાખ્યા વિના પૂરતી બેઠકો જીતીને સરકાર બનાવી શકે. ચૂંટણીનાં બે વર્ષ પહેલાં, ભેંસ ભાગોળે ને છાશ છાગોળે હોય ત્યારે ઘરમાં થતી આ ધમાધમથી નવાઇ પામવા જેવું નથી. કારણ કે રાજકારણનો આ જ ક્રમ હોય છે. હવામાં ગોળીબાર જેવી લાગતી આગોતરી કવાયતોમાંથી એકાદમાં કોઇ નબળી પળે એકાદ જણની સોગઠી ઉડી જાય કે હવામાં ઉડતા પંખીની પાંખ કપાઇ જાય ત્યારે તેની ગંભીરતાનો ખ્યાલ આવે છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved