Last Update : 07-August-2012, Tuesday

 

એફડીઆઈનો મામલો વઘુ વિવાદસ્પદ બનશે
ચિદમ્બરમ્‌ નાણાંપ્રધાન બનતા પ્રજાની આર્થિક નિરાશામાં વધારો

 

- તૂટતા જીડીપીના સમયગાળામાં પીસી સામે અનેક પડકારો ઊભા છે

 

વડાપ્રધાન મનમોહનસંિહ પાસે નાણાંખાતાનો હવાલો હોત તો આર્થિક પરિવર્તનની ઘણી તકો ખુલ્લી હોત પરંતુ પી. ચિદમ્બરમ્‌ને નાણાંખાતુ સોંપીને સરકારે પ્રજાની આર્થિક નિરાશામાં વધારો કર્યો છે. એફડીઆઈનો વિવાદ અને અણ્ણા હજારેના આંદોલનના કારણે ભારતમાં વિદેશી કંપનીઓ રોકાણોથી દૂર રહેતી હતી. હવે અણ્ણાએ આંદોલન સમેટી લીઘું છે તે રાહતની વાત છે પરંતુ એફડીઆઈના મુદ્દે સાથીપક્ષોના રીસામણા ચાલુ છે. સરકાર સામે જંગી દેવા છે. અટવાઈ રહેલી એરલાઈન્સ છે. આવા કિસ્સા ભારતના આર્થિક તંત્રને ડામાડોળ બનાવતા હોય છે.
ચિદમ્બરમ્‌ સામે સ્વટેલિકોમ કૌભાંડનો આક્ષેપ હજુ ઊભો છે છતાં સરકારે મનમાની કરી છે. સરકારે જ્યારે પ્રજાનો ભરોસો જીતવા મોંઘવારી નિયંત્રણમાં લાવવા પગલા ભરવાના હતા અને મનમોહનસંિહને છુટોદોર આપવાનો હતો તેના બદલે ચિદમ્બરમ્‌ને મુકી દેવામાં આવ્યા હતા.
સરકાર સામે સૌથી મહત્ત્વનું કામ મોંઘવારી ઘટાડવાનું હતું અને આર્થિક મંદીની અસરો હળવી કરવાનું હતું તેના બદલે સરકારે બધા ગણિત ખોટા પાડ્યા હતા. ચિદમ્બરમને નાણાં પ્રધાન બનાવ્યા બાદ શેર બજાર મંદીના ટોનમાં ચાલી રહ્યું છે. ચિદમ્બરમના દરેક પગલાની પાછળ જનતાપક્ષના સુબ્રમણ્યમસ્વામી ટીકાકાર બની રહ્યા છે. ચિદમ્બરમ્‌ની ચૂંટણી અંગેનો કેસ તમિલનાડુની કોર્ટમાં ચાલુ છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતા તેમના કટ્ટર વિરોધી છે. ચિદમ્બરમ્‌ને મુકીને સરકારે જયલલિતાને નારાજ કર્યા છે જે લાંબાગાળે સરકાર સામે મુસીબત નોંતરશે.
વડાપ્રધાન મનમોહનસંિહ વઘુ એકવાર ખોટા પડ્યા છે. તેમણે અગાઉ ૧૦૦ દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ એવું કશું થયું નહોતું. પ્રણવની ગેરહાજરીમાં જે મનમોહનસંિહ કરી શકે તે ચિદમ્બરમ્‌ પોતે ના કરી શકે તે પણ હકીકત છે.
ભારતમાં આર્થિક પરિવર્તન લાવનાર મનમોહનસંિહ ધારત તો પરિવર્તન માટેના પગલા લઈ શક્ત. પરંતુ તેમની પાસે નાણાં ખાતાનો હવાલો આવ્યા છતાં તે તસુ માત્ર ફેરફાર કરી શક્યા નહોતા. આમ પીએમ, એફએમ બન્યા પણ સુધારો ના કરી શક્યા અને જૈસ-થે જેવી સ્થિતિ ઉભી થઈ હતી.
નાણાંપ્રધાન તરીકે પી. ચિદમ્બરમ્‌ે તૂટતા જીડીપીના સમયગાળામાં હવાલો સંભાળયો છે. તેમની સામે અનેક પડકારો છે. વૈશ્વિક આર્થિક મંદીના કારણે ભારતમાં ઊભો થયલો ડર નાથવાનો છે. સાથી પક્ષોને સમજાવીને રીટેલક્ષેત્રે એફડીઆઈ ખેંચી લાવવાની છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટેકો આપનાર જનતાદળ(યુ) એફડીઆઈના મુદ્દે ટેકો આપવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કેન્દ્ર સરકાર દરેક પક્ષને વત્તે-ઓછે અંસે સમજાવી શકી હતી.
શેરબજારના ખેલાડીઓને જોકે ચિદમ્બરમ્‌ પર ભરોસો છે. તેઓ જ્યારે નાણાંપ્રધાન હતા ત્યારે શેરબજારે તેજીનો અનુભવ કર્યો છે. આ વખતે જ્યારે તેમનો નવેસરથી નાણાં પ્રધાન તરીકે અવતાર થયો છે ત્યારે બજાર અનેક નેગેટીવ પરિબળોનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક આર્થિક મંદીના સપાટાનો અનુભવ કરી રહેલા ભારતના બજારોમાં તાત્કાલીક તેજીનો પવન ફૂંકાય એવી કોઈ શક્યતા નથી.
ભારતની પ્રજાને શેરબજારની તેજી કરતા મોંઘવારી ઘટે તેમાં વઘુ રસ છે. સામે તહેવારોના દિવસો આવી રહ્યા છે. એટલે પ્રજા ઇચ્છે છે કે ભાવ વધારો વઘુ તીવ્ર ‘ના’ બને!!
ચિદમ્બરમ્‌ સામે સૌથી મોટો પડકાર ૨૦૧૨ના અંતમાં ગુજરાતમાં અને ૨૦૧૩માં હિમાચલ પ્રદેશ અને ત્રિપુરા સહિત અન્ય ત્રણ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓનો છે. આ ચૂંટણીઓમાં મોંઘવારી મહત્વનો ભાગ ભજવશે. એવી જ રીતે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ આડે માત્ર ૧૭ મહિના બાકી રહ્યા છે. જો ત્યાં સુધીમાં મોંઘવારી વઘુ ભડકશે અને જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને જશે તો સરકારના વિરુદ્ધમાં મતદાન થશે જેનો સીધો લાભ વિરોધપક્ષોને મળશે.
આર્થિક મંદી અને મોંઘવારીએ સરકારને મૂંઝવી નાખી છે. ચિદમ્બરમ્‌ આ પડકારો ઝીલીને પ્રજાને થોડી રાહત કરી આપે તો તેમની પ્રશંસા થાય એમ છે. સરકાર સબસીડીની સમસ્યા ઉકેલવા માગે છે. સરકારના પ્રોજેક્ટના કારણે જતી જંત્રી ખાદ્ય ઓછી કરવા માગે છે. એનસીપીના અને કૃષિ પ્રધાન શરદ પવાર તો ચૂક્યા છે કે મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે જેનાથી મોંઘવારી દૂર થઈ શકે. આશા રાખીએ કે ચિદમ્બરમ્‌ આવી કોઈ જાદુઈ લાકડીની અપેક્ષા રાખ્યા વગર પ્રજાની મોંઘવારી વિરુદ્ધની લાગણીને જીતી બતાવશે.
કોંગ્રેસના નેતાઓને પણ સુશીલકુમાર શીંદેને ગૃહપ્રધાન અને ચિદમ્બરમ્‌ને નાણાંપ્રધાન બનાવવા સામે નારાજગી છે. રાજકીય વર્તુળોમાં એક જ પ્રશ્ન પૂછાય છે કે કોંગ્રેસ મોવડીમંડળે લીધેલું પગલું રાજકીય જુગાર સમાન છે. આ બંને પગલાં બુમરેંગતો નહીં થાય ને?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved