Last Update : 07-August-2012, Tuesday

 

અનુરાધા ઉર્ફે ફિઝા ઃ પ્રેમમાં દગાનો વધુ એક કિસ્સો

ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદના પ્યારમાં પાગલ આરાધના ઉર્ફે ફિઝાનો કરૃણ અંજામ

આંખ ધોખા હૈ... ક્યા ભરોસા હૈ.... કલ ક્યા હો કિસને જાના...!!! ઃ લવ-સેક્સ ઔર ધોખાની એક ઔર દર્દનાક દાસ્તાન

અનુરાધાએ કહેલું ઃ કલ ઝિંદા રહુંગી કિ નહીં ખબર નહીં, ઉસકી બીબી હૂં યે ભી ખબર નહીં


'મૈં કલ જીંદા રહુંગી કે નહીં ઇસકી મુઝે કોઈ ખબર નહીં... આજ મૈં કિસ મુકામ પર ખડી હું યે મુઝે માલુમ નહીં... ઇતના હી નહીં આજ મૈં ઉસકી બીબી-પત્ની હું ઇસકી ભી મુઝે ખબર નહીં.. ઐસે હાલાત મેં મેરા કલ કયા હોગા કુછ ખબર નહીં ... !!!'
એક જમાનાના હરિયાણાના રાજકારણના સર્વે સર્વા માંધાતા સમાન ગણાતા ભજનલાલના દિકરા ચંદ્રમોહનના આંધળા પ્રેમમાં ગળાડૂબ બનીને ઇસ્લામ ધર્મ અંગીકાર બનીને તેની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ નકલી પ્યાર-મહોબતમાં દગાબાજીનો ભોગ બનેલી ફીઝા નામની શિક્ષિત મહિલાએ ભરચક પત્રકાર પરિષદમાં વ્યથા-વેદનાની વાત રજુ કરતા હૈયા વરાળ ઠાલવતા પોતાની વર્તમાન દુરદશાની કેફિયત ઉપરોકત શબ્દોમાં રજુ કરી હતી.
પંજાબ-હરિયાણાના એક જમાનાના મુખ્ય પ્રધાન ભજનલાલના વરિષ્ઠ પુત્ર ચંદ્રમોહન તથા હરિયાણા રાજયની આસીસ્ટન્ટ એડવોકેટ જનરલ અનુરાધા બાલી એકબીજાના પરિચયમાં આવતા બંને વચ્ચે ચોરીછૂપી 'ઇલુ.. ઇલુ' શરૃ થઇ ગયું હતું. ચંદ્રમોહન પરણિત હોવા સાથે બે સંતાનોનો પિતા પણ હતો. આથી અનુરાધા બાલી સાથે લગ્નના બંધનમાં બંધાવું બંને માટે આસાન ન હતું. આ સંજોગોમાં બંને માટે એકમાત્ર ધર્મ પરિવર્તનનો માર્ગ ખૂલ્લો રહ્યો હતો.
છેવટે સન ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં બંનેએ ચૂપચૂપ ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો હતો. ચંદ્રમોહને ચાંદ મોહંમદ નામ ધારણ કર્યું હતું અને અનુરાધા બાલીએ ફીઝા નામ ધારણ કર્યું હતું. આમ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યા બાદ બંને મીંયા-બીબી બની ગયાની હકિકતનો પર્દાફાશ થયો ત્યારે પંજાબ-હરિયાણા રાજયના રાજકીય વર્તુળમાં જબરજસ્ત ભૂકંપ મચી ગયો હતો. પરંતુ પ્યાર-મહોબતની મદહોશીના નશો બંનેના દિમાગ ઉપરથી ઝડપથી ઉતરી ગયો હતો. આ પછી બંને એકબીજાથી અલગ થઇને પોતાની રાહ ઉપર જીંદગીની એક ઔર નઇ મંઝિલ ઉપર પગ માંડયા હતા.
જો કે પોતાની સાથે છળકપટનો ખેલ ખેલીને ચાંદ મોહંમદે વિશ્વાસઘાત કર્યો હોવાની સચ્ચાઈનો જયારે ફીઝાને ખ્યાલ આવ્યો ત્યારે તેણે પણ હિસાબ ચૂકતે કરવા વળતો પ્રહાર કરવાનો નિર્ધાર કરીને ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદના વિરૃધ્ધમાં ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ વિધિવત પોલીસમાં નોંધાવી હતી.
મોહાલીના એક મકાનમાં એકલી-અટૂલી રહેતી અનુરાધા બાલી ઉર્ફે ફીઝાએ તેની ફરિયાદમાં રજુઆત કરી હતી કે, ચંદ્રમોહને તેની ધાર્મિક લાગણઈઓને બહેકાવીને પ્રેમજાળમાં ફસાવને શારારીક સુખ ભોગવીને બર્બાદ કરી હતી. એટલું જ નહીં જીંદગીભર સાત નિભાવવાના જુઠ્ઠા વાયદા-વચનોમાં ભરમાવીને તેને ધર્મ પરિવર્તન કરવા મજબૂર બનાવી દીધી હતી. આખરે ચંદ્રમોહનના પ્યારમાં પાગલ બનીને તેણે ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. તેવી જ રીતે ચંદ્રમોહને પણ ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરવાનું તરકટ રચ્યું હતું. આમ આખરે બંને ચાંદ મોહંમદ તથા ફીઝા નામધારણ કરીને લગ્ન બંધનમાં જકડાઈ ગયા હતા.
પોતાની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ભાન થયું ત્યારે ફીઝાએ હરિયાણા ખાતે ભરચક પત્રકાર પરિષદ યોજીને પોતાની વેદના વ્યકત કરવા સાથે ઉમેર્યું હતું -
'ચાંદ કી મુહબત્ત કી ગિરફતમેં જબ મૈં બંધી હુઈ થી તબ મુઝે કભી-કભી કહતા થા કિ તું બહુત બઢીયા ચીઝ હૈ...!!'
આ પછી તો ફીઝાને તરછોડીને એકાએક ચાંદ મોહંમદ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઇ ગયાના સમાચાર પ્રકાશમાં આવ્યા ત્યારે પંજાબ-હરિયાણા રાજયના રાજકિય વર્તુળમાં ફરી એક વાર આ પ્રકરણે ચર્ચાસ્પદ બની ગયું હતું.
ફીઝાને કયાં ખબર હતી કે પત્રકાર પરિષદમાં તેણે પોતાની દુર્દશા તથા હાલાતની ઠાલવી વેદનાના પગલે તેનું મોત પણ દબાતા પગલે પીછો કરી રહ્યું છે.
મોહાલી ખાતેના મકાનમાંથી માથુ ફાટી જાય તેવી ભયાનક બદબૂથી ત્રસ્ત બની ગયેલા પાડોશી પરિવારોએ છેવટે ગઇકાલે મોહાલી પોલીસ મથકને આ મકાનમાં કાંઈક અમંગળ બની ગયું હોવાની શંકા-કુશંકા સાથે જાણ કરી હતી.
પોલીસે મકાનમાં તપાસ કરી તો ફિઝાની લાશ પડી હતી. લાશ સડીને વિકૃત બની ગઈ હતી અને તેના ઉપર કીડા સળવળી રહ્યા હતા. કદાચ ચારેક દિવસ પહેલા ફિઝા ઉર્ફે અનુરાધાનું મોત નિપજયું હશે તેવું લાશનું નીરીક્ષણ કરતાં પોલીસે પ્રાથમિક અનુમાન કર્યું છે.
આજે તો ફિઝા ફાની દુનિયા છોડીને દૂર દૂરની સફરે નીકળી ગઈ છે. જયારે તેની સાથે પ્રેમનું નાટક ખેલીને રસકસ નિચોવી લેનાર ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદ આજે સાત સમંદર પાર લંડન પહોંચી ગયો છે.
પ્રેમમાં છેતરાયેલી તથા અન્ય કેટલાક સંજોગોથી ત્રસ્ત બનેલી ફીઝાએ શું આત્મહત્યા કરી હતી કે પછી કોઇના ઇશારે તેની હસ્તી મિટાવી દેવામાં આવી તે પ્રશ્નોનો આજે પોલીસ પણ ઉકેલ મેળવવા અંધારામાં અટવાઈ રહી છે.
ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદની પ્રેમજાળમાં ફસાઇને દગાખોરીના ભોગ બનેલ અનુરાધા બાલી ઉર્ફે ફિઝાએ ભારતમાં રાજકારણની રમતની સાથે જ રૃપાળી લલનાનો શિકાર કરતા ખંધા ખેલાડીઓના કારનામા પૈકીના એક કારનામાનો અનુરાધા બાલી ઉર્ફે ફિજાએ આખરી વિદાય પૂર્વે પર્દાફાશ કર્યો હતો અને હવસખોર એવા ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદના ચહેરા ઉપરના નકાબના ચીરેચીરા ઉડાડી મૂક્યા હતા.
''લવ, સેક્સ અને ધોખા''ની વીતક રજુ કરતા આ અગાઉ પણ ભારતીય રાજકારણમાં બનાવ બની ચૂક્યા છે. જેમાં ઉત્તરાખંડના ધૂરંધર પીઢ રાજકિય આગેવાન અને ઘરડે ઘડપણે પણ રતિક્રીડાની રમતના ખેલાડી નારાયણ દત્ત તિવારી પોતાનો બાયોલોજીકલ બાપ છે તેવું પૂરવાર કરવા માટે વર્ષોથી કાનૂની જંગ ખેલી રહેલા યુવાન રોહિતનો તાજતરમાં જ વિજય થયો હતો. સુપ્રિમ કોર્ટના આદેશના પગલે એન.ડી. તિવારીને ડી.એન.એ. ટેસ્ટ માટે મજબૂર બનવું પડયું અને આ વૈજ્ઞાાનિક પરીક્ષણમાં આખરે રોહિતનો બાયોલોજીકલ બાપ એન.ડી. તિવારી હોવાનો અદાલતે તાજેતરમાં જ ચૂકાદો આપ્યો હતો.
રાજધાની દિલ્હીના અશોક વિહાર ખાતેના એપાર્ટમેન્ટમાં રહેતી ૨૩ વર્ષિય પૂર્વ એર હોસ્ટેસ ગીતીકા શર્માએ ગળાફાંસો ખાઇને બે દિવસ પહેલાં આત્મહત્યા કરી લેતાં ફરી એકવાર હરિયાણાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.
આત્મહત્યાની અંતિમ મંઝિલ ઉપર પ્રયાણ કરતાં પહેલા ગીતીકા શર્માએ લખેલી સ્યુસાઇડ નોટમાં હરિયાણાના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન ગોપાલ કાંડાના વિરૃદ્ધમાં ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં ગોપાલ કાંડાએ આપઘાત કરવા માટે મજબુર બનાવી હોવાની ગીતીકા શર્માએ રજુઆત કરી છે.
ગીતીકા શર્માની સ્યુસાઇડ નોટના આધારે દિલ્હી પોલીસે ગોપાલ કાંડાના વિરૃદ્ધમાં ઇ.પી.કો. કલમ ૩૦૬ હેઠળ ગૂનો દાખલ કર્યો છે. જેના પગલે ગોપાલ કાંડાએ પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.
આ સાથે જ ખૂબસૂરત મોડેલ તથા મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર નફીસા જોસેફની જીંદગીના કરૃણ અંજામની કહાણી યાદ આવી જાય છે. સન ૨૦૦૪ના જુલાઇ માસની ૨૯મી તારીખે નફીસાએ મહાનગર મુંબઇના તેના ફ્લેટમાં ગળાફાંસો ખાઇને જીંદગી ટુંકાવી નાંખી હતી. ગૌતમ ખંડુજા નામના બોયફ્રેન્ડ સાથે નફીસા જોસેફ પ્રેમમાં ગળાડૂબ હતી પરંતુ પોતાનો મનનો માણીગર પ્રેમનું નાટક રમી રહ્યો છે અને હકિકતમાં તે પરણિત હોવાની સચ્ચાઇ નફીસાને જ્યારે જાણવા મળી ત્યારે સુખમય સોનેરી સંસાર રચવાના તેના શમણાં ચકનાચૂર થઇ ગયા હતા. આમ પ્રેમમાં છળકપટનો શિકાર બનેલી નફીસાએ પણ સામે ચાલીને મોતને ગળે વળગાડી લીધું હતું.
ભારતીય ડિઝાઇન- ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં સુપર મોડલ ગણાતી ૩૨ વર્ષીય વિવેકા બાવેજાએ લવ-સેક્સના ખેલમાં પછડાટ ખાધી ત્યારે જીંદગીથી હતાશ બનીને તેણે પણ નફીસા જોસેફની રાહ ઉપર ચાલીને પોતાની જીવન લીલા સમાપ્ત કરી હતી.


Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved