Last Update : 07-August-2012, Tuesday

 
મહારાષ્ટ્ર સરકાર ગુટકા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે તો છાશવારે છ કરોડ ગુજરાતીઓની ચંિતા કરવાની જાહેરાતો કરતી ગુજરાત સરકાર ગુટકાના વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતી?

- મહારાષ્ટ્ર સરકાર કૃત્રિમ વરસાદ માટે ઈઝરાઈલની મદદ લઈ રહી છે તો ગુજરાતની સરકાર કેમ મદદ નથી માંગતી?
- દારૂના વ્યસન કરતા ગુટકાનું વ્યસન સસ્તુ છે પણ વઘુ જીવલેણ છે
- ગુટકા ઉપર ભારત સરકારે જ પ્રતિબંધ મૂકવો જોઈએ
- સંિગાપુર અને દુબઈ જેવા દેશમાં પણ ગુટકા લાવનાર પકડાય તો સીધી જેલ થાય છે

અમદાવાદમાં માણેકચોકમાં આવેલી ઘણી મોટી પોળ માંડવીની પોળમાં આવેલી નાગજી ભૂદરની પોળનો એ રહેવાસી. નામ એનું જનક લઠ્ઠા. ગરીબ સ્થિતિ. એમાં નસીબ એને અમેરિકા લઈ ગયું. ત્યાં એ કોઈ મહિલાને ત્યાં નોકરી કરતો થયો અને મહિલા એકલી હતી. નિઃસંતાન હતી. પોતાની બધી મિલકત એ મહિલાએ જનકને વારસામાં આપી દીધી. જનકે ‘મહુડી’ નામની દુકાન શરૂ કરી. અઢળક કમાણી થવા લાગી. આવકનો અમુક ટકા ભાગ મહુડીમાં વાપરવાનું નક્કી કર્યું અને દર મહિને દર પુનમે એ અમેરિકાથી મહુડી દર્શને આવીને રૂપિયા વાપરવા લાગ્યો. પરંતુ એને વ્યસન ગુટકાનું. અહંિથી દર વખતે ગુટકા લઈને અમેરિકા જાય. છેવટે એ ગુટકાએ જ એનો અકાળે ભોગ લીધો... લગભગ ૪૦-૪૨ વર્ષે તો એ ગુજરી ગયો.
ગુટકા જીવલેણ છે એ ખાનાર પણ જાણે છે, વેચનાર પણ જાણે છે, ડોક્ટર પણ જાણે છે અને સરકાર પણ જાણે છે. છતાં કોઈને પડી નથી. ભલે કોઈને પડી ન હોય પણ સરકારને તો પડી હોય ને? સરકારનું કામ રૈયતને મોતના મોંમાં ધકેલવાનું નથી પણ મોતના મોંમાંથી બચાવવાનું છે.
આપણો આવડો મોટો દેશ છે. અને દરેક રાજ્યની તથા કેન્દ્રની કેટલી સરકરો છે. પહેલાં પણ ઘણી સરકારો આવી અને ગઈ. પણ એક પણ સરકારે મોતના આ દૂતનો નાશ કરવાનું નથી વિચાર્યું.
ગુટકાનો જન્મ થયો લગભગ ૩૦ વર્ષ પહેલાં. ત્યારે ગુટકાની એક જ બ્રાન્ડ હતી. આજે સવાર પડે ને એક નવી બ્રાન્ડ બજારમાં આવે છે. એટલે આખા દેશમાં થઈને ગણી ગણાય નહીં એટલી બ્રાન્ડો હશે.
ગુટકામાં મેગ્નેશિયમ કાર્બોનેટ ભેળવવાથી ગુટકાની લત થઈ જાય છે. એનાથી શરીરમાં ઝણઝણાટી, ચીડીયાપણું આવે છે અને લાંબા ગાળે સ્મૃતિ પણ નાશ પામે છે. આ ઝેર શરીરની અંદરના મ્યુક્સ મેમ્ક્રેનમાં અલ્સર ઉત્પન્ન કરે છે. એના કારણે તંબાકુમાં જે નિકોટીન હોય છે એ વઘુ ઘાતક થઈ જાય છે. કેન્સર થવાનું એ કારણ છે.
બધા રાજ્યોમાં તંબાકુ બધા કરતાં વઘુ ખાનાર રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના ૪૩ ટકા પુરૂષો અને ૧૯ ટકા મહિલાઓ તંબાકુ અથવા ગુટકા લે છે. એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં ૨,૦૦,૦૦,૦૦૦ કરતાં વઘુ લોકો ગુટકા ખાય છે.
આશ્ચર્ય તો એ વાતનું થાય તેમ છે કે, મોંઘવારી ગમે તેટલી વધી હોય કે વધે, પણ ગુટકાના પાઉચની કંિમત ૨૦ વર્ષ પહેલાં જે હતી એ જ રહી છે! ૨૦ વર્ષ પહેલાં ગુટકા ઉત્પાદક કંપનીએ ૫૦ પૈસા અને ૧ રૂપિયામાં પાઉચ વેચવાનું શરૂ કરેલું. હા, એમાં સડેલી સોપારી, ઘાતક રસાયણો વગેરેનું પ્રમાણ વધારવામાં આવે છે અને ક્વોલીટી પણ ઉતરતી કરવામાં આવે છે. અંદરનો માલ પણ ખ્યાલમાં ન આવે એવી રીતે ઘટાડવામાં આવે છે.
આવા ગુટકા ખાવાથી પહેલાં તો મોં આખું ખુલવાનું બંધ થવા લાગે છે. અનાજ વગેરે ખાવામાં પણ તકલીફ થાય છે. છેવટે મોંનું કેન્સર થાય છે.
જેમ દારૂ પીવાને, અને રેવ પાર્ટીમાં ભાગ લેવાને, ‘સ્ટેટસ સિમ્બોલ’ ગણવામાં આવે છે એમ ગુટકા ખાવાનું પણ સ્ટેટસ સિમ્બોલ બની ગયું. કેટલાક તો ગુટકાનો ડબ્બો હાથમાં રાખવામાં ‘વટ’ પાડવામાં માનતા હોય છે.
આ ગુટકાના કારણે થતા રોગના ભોગ બનનાર નાગરિકોની સંખ્યાના આંકડા ઝડપથી વધતા જોઈને બીજી બધી સરકારોએ અને ખાસ કરીને કેન્દ્રની સરકારે સજાગ થવું જોઈએ પણ મહારાષ્ટ્રની સરકાર સજાગ થઈ. ગુટકાના કારણે મહારાષ્ટ્રમાં દર વર્ષે ૨૫૦૦ થી ૩૦૦૦ના મૃત્યુ થાય છે એ હકીકતથી પણ મહારાષ્ટ્ર સરકાર ચોંકી અને સજાગ થઈ. મહારાષ્ટ્ર સરકારે આથી જુલાઈની ૨૦મીથી મહારાષ્ટ્રભરમાં ગુટકા અથવા પાન મસાલાના ઉત્પાદન, વેચાણ કે સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકી દેવાનું આખા દેશમાં સર્વપ્રથમ પગલું ભર્યું. (છાશવારે ગુજરાતની છ કરોડ જનતાના નામે રળી ખાતી ગુજરાત સરકારે ગુટકા જેવા મોતના દૂતથી ગુજરાતીઓને બચાવવાની પડી નથી અને પેલા રાજકોટવાળા રૂપાણી કેન્દ્ર સરકારે દુષ્કાળ રાહત માટે મહારાષ્ટ્રને ગુજરાત કરતાં રકમ કેમ વઘુ આપી એવો સવાલ કરે છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રનો વિસ્તાર વઘુ છે એ ભૂગોળ રૂપાણી ભણ્યા નથી લાગતા!) મહારાષ્ટ્ર સરકારને ગુટકાના વેચાણમાંથી દર વર્ષે ટેક્સ પેટે રૂપિયા ૧૦૦૦૦૦૦૦૦૦ કરતાં વઘુ રકમ મળે છે છતાં એણે મહારાષ્ટ્રની જનતાના હિતમાં આ નિર્ણય લીધો. ગુટકા ઉત્પાદક કંપનીઓ ટ્રકો ભરીને રૂપિયાની લાંચ આપવા તૈયાર હોય છે છતાં મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો. એ નિર્ણય (હુકમ) પ્રમાણે એનો ભંગ કરનાર ઉત્પાદક કે વેચાણ કરનારને ઓછામાં ઓછી છ વર્ષની અને વધારેમાં વધારે આજીવન કેદની સજા કરવાનું નક્કી કર્યું છે. એ ઉપરાંત રૂપિયા ૨ થી ૧૦ લાખનો દંડ પણ ફટકારી શકાય છે. ગુટકાનો વેપાર કેવો છે એનો દાખલો નાગપુર શહેર પરથી જાણવા જેવો છે. નાગપુરમાં, એકલા નાગપુરમાં રોજની ૪૬૦ કીલો ગ્રામ કરતાં વઘુ ગુટકાની ખપત છે. એટલે કે દર મહિનાનો રૂપિયા ૭૬,૦૦,૦૦,૦૦૦ કરતાં વઘુનો વેપાર થયો ગણાય.
સરકારે તો કાયદો તો કર્યો પણ એનો અમલ કરનાર ક્યાં? મહારાષ્ટ્ર રાજ્યમાં અન્ન અને ઔષધ વિભાગ ઉપર નજર રાખવા, જનતાની સલામતી માટે, આખા રાજ્ય માટે ફક્ત ૨૦૦નો જ સ્ટાફ છે જ્યારે અનાજની વાત જવા દો બાકી ગુટકા વેચનાર દુકાનદારો, લારી ગલ્લાવાળા અને ફેરીયા લાખોની સંખ્યામાં છે... ગણ્યા ગણાય નહીં એટલા! રોજ એક નવો ઊભો થાય. આ ૨૦૦નો સ્ટાફ શહેરોમાં ક્યાં ક્યાં ફરે? અને પછી ગામડાઓમાં, ખૂણે ખાંચરે ક્યાં જાય?
પરિણામે આખા મહારાષ્ટ્રમાં ગુટકાના કાળાંબજાર થવા લાગ્યા અને બાજુના રાજ્યો મઘ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનથી ગુટકા દાણચોરીથી આવવા લાગ્યા તેમજ લાખોની સંખ્યામાં ડુપ્લીકેટ ગુટકા પણ બનવા લાગ્યા. મહારાષ્ટ્રમાં આજે થાણા, નઈ મુંબઈ, નાગપુર, નાસિક, વગેરેની ગુટકાની દાણચોરીના કેન્દ્રો બની ગયા છે. ગુટકાની આ દાણચોરીના કારણે લાગતા વળગતા વિભાગના નોકરિયાતો, પોલિસ, વગેરેને મોટી લાંચ લેવાનો... ભ્રષ્ટાચાર કરવાનો... તડાકો થઈ ગયો છે. (એક કાયદો એટલે ભ્રષ્ટાચારનો નવો દરવાજો... આમાં અણ્ણા કે અરવંિદ કે સીસોદીયા ક્યાં પહોંચવાના હતા? કેટલા ઉપવાસ આંદોલન કરશે?)
મહારાષ્ટ્રમાં ગુટકા ઉપર પ્રતિબંધ લાદ્‌યો હોવા છતાં દરરોજ ૬૦૦ બોરી ગુટકા દાણચોરીથી અને સરકારી સ્ટાફના ભ્રષ્ટાચારથી ધુસાડવામાં આવે છે અને શહેરોથી દૂર ગામડાઓના ગોડાઉનોમાં સંઘરવામાં આવે છે. (લાંચ આપો એટલે કોઈ જાતની અડચણ નહીં)
એક બોરીની કંિમત ૨૦ હજાર રૂપિયાની આસપાસ થતી હતી એના હવે ૨૬ થી ૩૦ હજાર કે એનાથી વધારે રૂપિયા થાય છે.
ચેક પોસ્ટ ઉપરના પટાવાળાથી માંડી સાહેબ અને પ્રધાન સુધીનાને હપ્તા બાંધી રાખેલા જ હોય છે. એમાં હવે આ એક નવો હપ્તો ઉમેરાયો!
આનો અર્થ એવો નહીં કે ગુટકા ઉપર પ્રતિબંધ હોવો ન જોઈએ. દા.ત. ગુજરાતમાં દારૂબંધી ન હોત તો જેમ મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે કર્ણાટકમાં ઘરેઘરમાં દારૂ પીવાતો થઈ ગયો છે એમ ગુજરાતમાં પણ હોત! દા.ત. આખા દેશમાં અંગત રીતે કોઈ વ્યક્તિ બંદૂક કે રિવોલ્વર રાખી શકે નહીં એવો કાયદો ન હોત તો અમેરિકાની જેમ ગલ્લેગલ્લા બંદૂકની અણીએ લૂંટાતા હોત.
- ગુણવંત છો. શાહ

 

શું વાત કરો છો?
ડાયાબીટીસના સૌથી વઘુ દર્દી મુંબઈમાં?
અને મુંબઈમાં પણ વઘુ ક્યાં ક્યાં?
ડાયાબીટીસ એ આજકાલ ‘કોમન’ બિમારી છે. ‘પ્રજા ફાઉન્ડેશન’ નામની એક સેવા સંસ્થા છે એણે મુંબઈનો સર્વે કર્યો તો જણાયું કે મુંબઈની કુલ વસ્તીમાં ૨,૭૪,૯૫૭ ડાયાબીટીસના દર્દીઓ છે. આ તો, નોંધાયેલાનો આંકડો છે.
આ ઉપરાંત સર્વેમાં એ પણ જણાયું કે મુંબઈના કાલબાદેવી અને સાન્તાક્રુઝ (જ્યાં ગુજરાતીઓની વસતિ વઘુ છે) ઉપરાંત બાંદ્રા અને ખારમાં પાછા ડાયાબીટીસના દર્દીઓ વઘુ છે.
બીજા એક સર્વે વળી એવું કહે છે કે, આખા મહારાષ્ટ્રની લગભગ અડધી વસતિ ડાયાબીટીસનો ભોગ બનેલી છે. ‘સફોની સાઈટ’ નામની એ સંસ્થાએ દેશના ૮ રાજ્યોમાંના ડાયાબીટીસના દર્દીઓ તો સર્વે કરાવીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રની ૪૦ ટકા વસતિ ડાયાબીટીસનો ભોગ બનેલી છે જેમાં ૫ ટકા લોકો એવા છે જેમને ખબર જ નથી કે એમને ડાયાબીટીસ છે! જ્યારે ૪૧ ટકા એવા છે કે જેમના કુટુંબમાં ડાયાબીટીસ હોય અથવા થઈ ગયો હોય. ૭૩ ટકા લોક એવા છે કે જેમનો ડાયાબીટીસ કાબુ બહાર છે. ૩૫ ટકા એવા છે કે જેમને ડાયાબીટીસની સાથે કીડનીની બિમારી હોય.
ડો. યોગેશ પરીખ જેવા અનુભવી ડોક્ટર કહે છે કે, ડાયાબીટીસ માટે જેમને ઈન્સ્યુલીન લેવું પડતું હોય એમણે ખૂબ સાવચેતી રાખવી જરૂરી ઈન્સ્યુલીન હંમેશા ડોક્ટરની સલાહ મુજબ જ લેવું. ઈન્સ્યુલીનના ઈન્જેક્શનમાં ઈન્સ્યુલીન આવે છેકે નહીં એ ચેક કરતા રહેવું. કોઈ કારણસર ગળપણ ખાવું પડ્યું હોય ત્યારે વધારે ઈન્સ્યુલીન લેવું જરૂરી નથી હોતું.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved