Last Update : 07-August-2012, Tuesday

 

ગાંઘીજીના અંતેવાસી મથુરાદાસના સંતાનો નરેન્દ્રભાઈ અને શાંતાબેન સાથે વાત

સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે

- મુળ ગુજરાતી અને બિહારણના ચંપારણમાં આશ્રમ શરૂ કરનાર મથુરાદાસના બે સંતાન શાંતાબેન રાજપ્રિય અને નરેન્દ્ર આશર પાસે ગાંધીજી દ્વારા લખવામાં આવેલા ૬૦ જેટલા પત્રો આજે પણ સચવાયેલા છે. સ્વતંત્રતાની એ સુવાસ લેવા આજે પણ તેઓ આશ્રમ અચૂક આવે છે.

 

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઇ સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયેલા કચ્છી ભાટિયા મથુરાદાસ આશયે ગાંધીજીના કહેવાથી બિહાર રાજ્યના ચંપારણ જિલ્લામાં મોતીહારી ગામમાં આશ્રમ સ્થાપ્યો હતો અને જમીનદારોના ત્રાસથી ગરીબોને ઉગારવા માટે લડત આપી હતી. મથુરાદાસ દ્વારા ચલાવાતી આ પ્રવૃતિ વિશે માત્ર ભારત જ નહી પણ વિશ્વના લોકો સારી રીતે જાણે છે. આજે તે જગ્યાએ જે નગર વસી ગયું છે તેને મથુરાદાસ આશય સ્મૃતિમાં મથુરાનગર નામ આપવામાં આવ્યું છે. મથુરાદાસને બે સંતાનમાં ૮૬ વર્ષીય શાંતાબહેન રાજપ્રિય જેઓ વર્ષોથી અમદાવાદમાં રહે છે અને ૮૩ વર્ષીય નરેન્દ્રભાઇ જેઓ હાલ કેરલ રાજ્યના બંદર શહેર કોચિમાં રહે છે. ગુજરાતના ગૌરવ સમા આ બન્ને સ્વાતંત્ર સેનાનીઓનું બાળપણ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને પછી બિહારના ચંપારણ આશ્રમમાં વિત્યુ હતું. આશર પરિવારે ગાંધીજી અને મથુરાદાસ વચ્ચે થયેલા પત્ર વ્યવહારના ૬૦ જેટલા પુરાવા સાચવીને રાખ્યા છે આ ઉપરાંત તેમની પાસે સ્વાતંત્ર સંગ્રામ વખતની ગાંધીજીની કેટલીક તસવીરો પણ સચવાયેલી છે.
આ અંગે સ્વાતંત્ર સેનાની મથુરાદાસ આશયના દિકરી શાંતાબહેન રાજપ્રિય કહે છે કે અમારુ બાળપણ મહાત્મા ગાંધીજીના આશ્રમમાંં જ વિત્યું છે. બાળપણથી જ અમારો ઉછેર સ્વાતંત્ર સેનાની તરીકે થયો છે, મારા પિતાજી મથુરાદાસ ગાંધીજીના ખુબ જ નિકટના અંતેવાસી હતા, બાપુએ તેમને બિહારના ચંપારણમાં આશ્રમ ચલાવવાનું કહ્યું હતું તેથી અમારુ તમામ પરિવાર ચંપારણમાં સ્થાયી થયું હતું. બિહાર સ્થિત આશ્રમમાં ખાદી-રેશમ-ઊનનું વણાટકામ, ખેતી, ચર્મોધોગ, નિસર્ગોપચાર, ગૌશાળા, બુનિયાદી તાલિમ, પ્રોઢશિક્ષણ, અને બાળશિક્ષણ જેવી સર્વોદય ગ્રામ વિકાસની પ્રવૃતિઓ થતી હતી. આટલા સુંદર વાતાવણમાં મારુ બાળપણ વિત્યું હતું. યુવાન વયે હું સ્વાતંત્ર ચરવળમાં સક્રિય ભાગ લઇ સ્વાતંત્ર સૈનિક થવાનું ગોરવ હાંસલ કર્યું હતું. ગાંધી આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ, જ્યોતિસંઘ અને ભાવનગરની દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓમાં બાળશિક્ષણનો અભ્યાસ કર્યો હતો અને મોન્ટેસરી પઘ્ધતિની તાલિમ મેળવી હતી. અને હાલ અમદાવાદમાં ઢીગલી ઘર સંસ્થા ચલાવે છે.
આ અંગે સ્વાતંત્ર સેનાની મથુરાદાસના પુત્ર નરેન્દ્ર આશર કહે છે કે સ્વાતંત્ર સેનાનીઓની હવે કાળક્રમે ઓછા થતાં જાય છે. તેઓની સાથે સાથે ઇતિહાસની જાણકારી પણ વિલીન થતી જાય છે, મહાત્મા ગાંધીજી અને મારા પિતા મથુરાદાસ સ્વાતંત્ર ચરવળ થયેલા પત્ર વ્યવહારના ૬૦ જેટલા પુરાવા આજે મે સાચવી રાખ્યા છે આ ઉપરાંત મારી પાસે તેમના કેટલાક મહત્વની તસવીરો પણ આજે સચવાયેલી છે, આ તમામ ઐતિહાસિક પુરાવા ગાંધી આશ્રમને સુપ્રત કર્યો છે. આજે પણ મારું પરિવાર ગાંધીજીના વિચારોને વળગીને વિવિધ સામાજિ ક સેવાની પ્રવૃતિઓ કરે છે.
બાપુના વિચારોને વળગીને મથુરાદાસના સંતાનો નરેન્દ્રભાઈ અને શાંતાબેન આજે પણ ગાંઘી વિચારઘારા સાથે સ્વતંત્રતાના શ્વાસો સાથે સંતોષથી ટકી રહ્યા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved